Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દારૂ પીને બાઈક ચલાવનારાઓની હવે ખૈર નથી, હેલ્મેટ મોકલશે એલર્ટ

દારૂ પીવાના કેટલા ગેરલાભ છે તે તમે સાંભળતા જ આવ્યા હશો. તો પણ લોકો ખૂબ વધુ માત્રામાં દારૂનું સેવન કરતા તમને જોવા મળી જશે. વળી ઘણા લોકો દારૂ પીધા બાદ બાઈક પર સવારી કરતા હોય છે અને ઘણીવાર સ્થિતિ એવી પણ બને છે કે, દારૂ એટલો વધી ગયો હોય અને તેના કારણે જીવ ગુમાવવો પડે. દારૂના નશામાં ઘણા ડ્રાઇવરોના મોત થયા તે તો તમે સાંભળ્યું જ હશે. પરંતુ હવા આગળથી આવું ન થાય તે માટે કેટલાક વિદ્યાર્થીઓએ એક એàª
દારૂ પીને બાઈક ચલાવનારાઓની હવે ખૈર નથી  હેલ્મેટ મોકલશે એલર્ટ
દારૂ પીવાના કેટલા ગેરલાભ છે તે તમે સાંભળતા જ આવ્યા હશો. તો પણ લોકો ખૂબ વધુ માત્રામાં દારૂનું સેવન કરતા તમને જોવા મળી જશે. વળી ઘણા લોકો દારૂ પીધા બાદ બાઈક પર સવારી કરતા હોય છે અને ઘણીવાર સ્થિતિ એવી પણ બને છે કે, દારૂ એટલો વધી ગયો હોય અને તેના કારણે જીવ ગુમાવવો પડે. દારૂના નશામાં ઘણા ડ્રાઇવરોના મોત થયા તે તો તમે સાંભળ્યું જ હશે. પરંતુ હવા આગળથી આવું ન થાય તે માટે કેટલાક વિદ્યાર્થીઓએ એક એવું હેલ્મેટ બનાવ્યું છે કે જે પહેરીને તમે બાઈક ચલાવી શકશો નહીં.
નશામાં ડ્રાઈવ કરતા લોકોને રોકવામાં મદદ કરશે
દારૂ પીધા બાદ બાઈક ચલાવવું કેટલું જોખમી હોય છે તે ખબર હોવા છતા પણ અમુક લોકો સમજતા નથી. અને ઘણીવાર અકસ્માતનો ભોગ બની જાય છે. પરંતુ હવે કેટલાક વિદ્યાર્થીઓએ એક એવું હેલ્મેટ બનાવી દીધુ છે કે તે પહેર્યા બાદ તમે ગમે તેટલો પણ પ્રયત્ન કરશો તો પણ તમે બાઈક ચલાવી શકશો નહીં. આ હેલ્મેટ રાંચીની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના 4 વિદ્યાર્થીઓએ તૈયાર કર્યું છે. આ હેલ્મેટમાં રાંચીના બાળકોએ એક ખાસ ચિપ ફીટ કરી છે, જેના કારણે જે લોકો દારૂ પીને બાઈક ચલાવશે તના પર કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ બાળકોએ સેન્સ સાથે હેલ્મેટનો આ પ્રોટોટાઈપ તૈયાર કર્યો છે. જો આ પ્રોટોટાઈપ વાસ્તવિક જીવનમાં વિકસાવવામા આવશે, તો ડ્રિંક અને ડ્રાઈવ પર અંકુશ આવશે. હેલ્મેટમાં એક એવી ચિપ છે જે બાઈક સવાર નશામાં હોય તો એલર્ટ મોકલી આપશે. સાથે જ એલર્ટના કારણે બાઈક પણ સ્ટાર્ટ નહીં થાય. 
બીજી ટિપ પણ થશે તૈયાર
વિદ્યાર્થીઓ ભવિષ્યમાં બીજી ચિપ વિકસાવવા માંગે છે, જેના કારણે જો હેલ્મેટ પહેરવામાં ન આવે અથવા યોગ્ય રીતે પહેરવામાં ન આવે તો બાઇક સ્ટાર્ટ થશે નહીં. આ હેલ્મેટની ખાસ વાત એ છે કે આલ્કોહોલની ગંધ શોધવાની સાથે તે બાઈકને સ્ટાર્ટ થવાથી પણ બચાવશે. બાળકો આવી જ બીજી ચિપ તૈયાર કરવા માંગે છે, જેના કારણે હેલ્મેટ વિના બાઇક સ્ટાર્ટ નહીં થાય. આ પ્રોટોટાઈપ અવિરાજ સિંહ, વત્સલ સરોગી, પાર્થ અને આરવ પોદ્દાર દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.
શાળાના વાઇસ પ્રિન્સિપાલ અને શિક્ષકે જણાવ્યું કે આ અનોખા હેલ્મેટનો પ્લાન બાળકોએ તૈયાર કર્યો છે. તેમણે માત્ર તેમને માર્ગદર્શન આપ્યું. તેમણે કહ્યું કે બાળકો ગુણવાન હોય છે. તેમને માત્ર દિશા આપવાની જરૂર છે. હાલમાં બાળકોના વ્યવહારિક અભિગમ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. ટ્રાફિક સેફ્ટી પર કામ કરવા માટે જાણીતા રિષભ આનંદે કહ્યું કે દર વર્ષે ઝારખંડમાં લગભગ 3,500 લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામે છે. મોટાભાગના મૃત્યુ ઓવર સ્પીડના કારણે થયા છે. મોટાભાગના બાઇક સવારોએ જીવ ગુમાવ્યો છે. મહત્વનું છે કે, જો આ પ્રકારના નવા આઈડિયા આવનારા સમયમાં આવશે તો તેનાથી અકસ્માત જેવા બનાવો થવાની સંભાવનાઓને ઘટાડી શકાશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.