Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સાબુના બોક્સમાં છૂપાવીને દેશમાં ઘુસાડવામાં આવી રહ્યું હતું ડ્રગ્ઝ, આવી રીતે પાર પાડ્યું ઓપરેશન

દેશમાં જેમ જેમ ડ્રગ્સનો નાશ કરવામાં આવી રહ્યો છે તેમ તેમ મોટી માત્રામાં ડ્રગ્સ (Drugs)નો જથ્થો મળવાનું પણ ચાલુ રહેવા પામ્યું છે. તાજેતરના સમયમાં મુંબઈ(Mumbai)માં ત્રણ વાર ડ્રગ્સનો મોટો જથ્થો મળ્યાં બાદ હવે આસામ (Assam)માં દેશનો અત્યાર સુધીનો ડ્રગ્સનો સૌથી મોટો જથ્થો ઝડપાયો છે.  આસામના કરીમગંજમાંથી ઝડપ્યું 9.477 કિલો હેરોઈન (BSF) બોર્ડર સિક્યુરીટી ફોર્સે પોલીસ સાથે મળીને કરેલા જોઈન્ટ ઓપરેશનમાં
સાબુના બોક્સમાં છૂપાવીને દેશમાં ઘુસાડવામાં આવી રહ્યું હતું ડ્રગ્ઝ  આવી રીતે પાર પાડ્યું ઓપરેશન
દેશમાં જેમ જેમ ડ્રગ્સનો નાશ કરવામાં આવી રહ્યો છે તેમ તેમ મોટી માત્રામાં ડ્રગ્સ (Drugs)નો જથ્થો મળવાનું પણ ચાલુ રહેવા પામ્યું છે. તાજેતરના સમયમાં મુંબઈ(Mumbai)માં ત્રણ વાર ડ્રગ્સનો મોટો જથ્થો મળ્યાં બાદ હવે આસામ (Assam)માં દેશનો અત્યાર સુધીનો ડ્રગ્સનો સૌથી મોટો જથ્થો ઝડપાયો છે. 
Advertisement

આસામના કરીમગંજમાંથી ઝડપ્યું 9.477 કિલો હેરોઈન 
(BSF) બોર્ડર સિક્યુરીટી ફોર્સે પોલીસ સાથે મળીને કરેલા જોઈન્ટ ઓપરેશનમાં આસામના કરીમગંજમાંથી ટ્રકમાંથી 9.477 કિલો હેરોઈન ઝડપી પાડ્યું છે. આ હેરોઈનને ટ્રકની અંદરની જગ્યામાં સાબુના 764 ખોખામાં પૂરીને રખાયું હતું. 
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહએ 8 ઓક્ટોબરે ગુવાહાટી મુલાકાત  કરી  હતી 
બીએસએફ અધિકારીઓને શંકા છે કે મ્યાનમારથી ડ્રગ્સની દાણચોરી કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 8 ઓક્ટોબરે ગુવાહાટીમાં 'ડ્રગ્સ ટ્રાફિકિંગ અને નેશનલ સિક્યુરિટી' પર તમામ પૂર્વોત્તર રાજ્યોના મુખ્યમંત્રીઓ, મુખ્ય સચિવો અને પોલીસ મહાનિર્દેશકો સાથે બેઠક યોજી હતી.
મુંબઈમાં પણ બે વાર ઝડપાયો હતો ડ્રગનો મોટો જથ્થો
ઉલ્લેખનીય છે કે મુંબઈમાંથી પણ બે વાર ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો હતો પરંતુ આસામમાંથી ડ્રગ્સનો જે જથ્થો ઝડપાયો છે તે અત્યાર સુધીનો સૌથી મોટો છે. ત્યારે  2014 થી અત્યાર સુધીમાં 20,000 કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા છે અને પૂર્વોત્તર રાજ્યોમાં 4,888 ડ્રગ સ્મગલરની ધરપકડ કરવામાં આવી છે.
Tags :
Advertisement

.