Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

યુરિનમાંથી બનશે પીવાનું પાણી, શું તમે ક્યારે વિચાર્યું હતું?

સુરતની SVNITના નિષ્ણાતોએ એક અનોખું મશીન બનાવ્યું છે. માનવ અને પશુના યુરિનને પણ પીવાના પાણીમાં ફેરવતું વિશેષ મશીન બનવા જઈ રહ્યું છે. જે અવકાશમાં જતા અંતરિક્ષ યાત્રી માટે મહત્વ રૂપ સાબિત થઈ રહેશે. આ મશીન અંતરિક્ષ યાત્રીના યુરિનને પીવાના પાણીમાં ફેરવી શકશે. આ મશીનના પ્રોજેકટને ઈસરોએ માન્યતા આપી છે. જેથી આવનારા સમયમાં આ મશીનનું પરીક્ષણ સફળ થઈ જશે તો સમગ્ર વિશ્વમાં નવી શોધ માટે ભારત વિà
યુરિનમાંથી બનશે પીવાનું પાણી  શું તમે ક્યારે વિચાર્યું હતું
સુરતની SVNITના નિષ્ણાતોએ એક અનોખું મશીન બનાવ્યું છે. માનવ અને પશુના યુરિનને પણ પીવાના પાણીમાં ફેરવતું વિશેષ મશીન બનવા જઈ રહ્યું છે. જે અવકાશમાં જતા અંતરિક્ષ યાત્રી માટે મહત્વ રૂપ સાબિત થઈ રહેશે. આ મશીન અંતરિક્ષ યાત્રીના યુરિનને પીવાના પાણીમાં ફેરવી શકશે. આ મશીનના પ્રોજેકટને ઈસરોએ માન્યતા આપી છે. જેથી આવનારા સમયમાં આ મશીનનું પરીક્ષણ સફળ થઈ જશે તો સમગ્ર વિશ્વમાં નવી શોધ માટે ભારત વિશ્વમાં ડંકો વગાડશે.
શું તમે ક્યારેય વિચાર્યું છે કે, જે આપણે યુરિન વાટે જે પેશાબ કરીએ છીએ તેને પીવામાં ફરી ઉપયોગ કરી શકાશે ખરું. તો અમે આપને બતાવી દઈએ હવે તે શક્ય થઈ રહ્યું છે. માનવ અને પશુના યુરિનને પીવાના પાણીમાં ફેરવતુ સ્પેશિયલ મશીન સુરતમાં બનવા જઈ રહ્યું છે અને હાલ આ મશીન ખાસ સ્પેસ મિશનમાં જતા અંતરિક્ષ યાત્રીઓ માટે વિશેષ બનાવવામાં આવી રહ્યું છે. આ મશીન થકી ભારત વિશ્વમાં નવી સિદ્ધિનો ડંકો વગાડે તો નવાઇ નહીં. જેની પર  ચીન, અમેરિકા, જાપાન જેવા દેશના અનેક વૈજ્ઞાનિકો સિદ્ધિ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે તે સિદ્ધિ ભારત હાંસલ કરવા જઈ રહ્યું છે. જીહા, સુરતના SVNIT કોલેજના પ્રોફેસરો અને phd વિદ્યાર્થી દ્વારા ખાસ ઈસરો માટે વજનમાં સૌથી હલકું એવું મશીન બનાવા જઈ રહ્યા છે જે માનવીના યુરિનને પીવાના પાણીમાં ફેરવી શકે. સ્પેસ મિશનમાં જતી વખતે અંતરિક્ષ યાત્રીઓને એક દિવસમાં દોઢથી બે લીટર પાણીની જરૂરિયાત પડતી હોય છે, આથી વધુ સમય અંતરિક્ષમાં મિશન માટે રહેવાનું થાય તો તેવા સમયે અંતરિક્ષ યાત્રીઓના યુરિન અને પીવાના પાણીમાં ફેરવી દે તેવું ઓછા વજનવાળું સ્પેશિયલ મશીન સુરતના એસવીએનઆઈટીના નિષ્ણાંતો બનાવી રહ્યા છે. આ મશીન ઓલમોસ્ટ તૈયાર થઈ ગયું છે. સુરતની SVNITની ટીમે તેની ડિઝાઈન પણ પેટર્ન કરાવી લીધી છે અને ઇસરોએ તેને માન્યતા પણ આપી ચુકી છે.
સુરતના SVNITના નિષ્ણાતો જે મશીન બનાવી રહ્યા છે, તેની ખાસિયત વિશે ઈસરોને બે થી ત્રણ વખત જુદા-જુદા પ્રકારે સમજાવાનો પ્રયાસ કરાયો હતો. અને આખરે ઈસરોએ સમગ્ર પ્રોજેકટ બનાવવા માટે માન્યતા આપી દીધી હતી. SVNITના પ્રોફેસર અરવિંદ મૂંગરા અને તેની ટીમ સ્પેસ શટલ માટે અંતરિક્ષ યાત્રીના યુરિનને પીવાના પાણીમાં ફેરવશે તેવું સ્પેશિયલ મશીન બનાવી રહ્યા છે. સ્પેસ શટલમાં અંતરિક્ષ યાત્રી સાથે જતી વખતે વજન સૌથી મહત્વનું પરિબળ જવાબદાર રહે છે. ત્યારે જો સ્પેસ શટલમાં વધુ પાણી લઇ જવાય તો વજન વધી જાય તેમ છે ને વજન વધતા ખર્ચો પણ વધી જાય અને લાંબા સમય સુધીનો અંતરિક્ષનો પ્રવાસ પણ થઈ શકતો નથી. તેથી ખર્ચો ઘટાડવા માટે માત્ર 10 કિલોગ્રામનું જ એવું મશીન બનાવી રહયા છે. જેનાથી સ્પેસ શટલમાં લઇ જવું સરળ થાય સાથે પીવાના પાણીની સમસ્યા પણ નિવારી શકાય.
SVNITના નિષણતોની ટીમ દ્વારા બનાવવામાં આવી રહેલું મશીનનું આવનારા સમયમાં ઈસરો અને જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા પરીક્ષણ કરવામાં આવશે. અને પરીક્ષણમાં તે સફળ થઈ જશે તો આ મશીન સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વગાડશે. કારણ કે, આ પ્રકારનું સૌથી હલકું મશીન બનાવવા માટે વિશ્વના અનેક દેશોના નિષ્ણાતો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ આજ-દિન સુધી સફળતા મળી નથી. ત્યારે સુરતના પ્રોફેસરોની ટીમ સમગ્ર દેશનું નામ રોશન કરાવશે.
Advertisement
Tags :
Advertisement

.