Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દ્રૌપદી મુર્મૂએ લીધા રાષ્ટ્રપતિ પદના શપથ, કહ્યું- હું દેશની પહેલી રાષ્ટ્રપતિ જેનો જન્મ સ્વતંત્ર ભારતમાં થયો છે

નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દેશના સર્વોચ્ચ બંધારણીય કાર્યાલય તરીકે શપથ લીધા. ત્યારબાદ તેમને 21 તોપોની સલામી આપવામાં આવી. સોમવારે સવારે 10.15 કલાકે સંસદના સેન્ટ્રલ હોલમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો. જ્યાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એનવી રમન્નાએ તેમને પદના શપથ અપાવ્યા હતા.  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રીઓ, કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ àª
દ્રૌપદી મુર્મૂએ લીધા રાષ્ટ્રપતિ પદના શપથ  કહ્યું  હું દેશની પહેલી રાષ્ટ્રપતિ જેનો જન્મ સ્વતંત્ર ભારતમાં થયો છે
નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દેશના સર્વોચ્ચ બંધારણીય કાર્યાલય તરીકે શપથ લીધા. ત્યારબાદ તેમને 21 તોપોની સલામી આપવામાં આવી. સોમવારે સવારે 10.15 કલાકે સંસદના સેન્ટ્રલ હોલમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો. જ્યાં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એનવી રમન્નાએ તેમને પદના શપથ અપાવ્યા હતા. 
Advertisement

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રીઓ, કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને સંસદના સેન્ટ્રલ હોલમાં તેમના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપનારા અન્ય મહાનુભાવોને અભિનંદન પાઠવ્યા હતા. દ્રૌપદી મુર્મૂ દેશના 15માં રાષ્ટ્રપતિ બની ગયા છે. સોમવારે (25 જુલાઈ, 2022), તેમને CJI એન.વી.રમન્ના દ્વારા પદના શપથ લેવડાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે પ્રથમ સંબોધન કર્યું હતું. 

પોતાના સંબોધન દરમિયાન તેમણે કહ્યું- 
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પોતાના સંબોધનની શરૂઆત કરતા કહ્યું જોહાર! નમસ્કાર! ભારતના તમામ નાગરિકોની આશાઓ અને આકાંક્ષાઓ અને અધિકારોનું પ્રતીક આ પવિત્ર સંસદ તરફથી હું તમામ દેશવાસીઓને નમ્રતાપૂર્વક શુભેચ્છા પાઠવું છું. મારી આ નવી જવાબદારી નિભાવવામાં તમારો સ્નેહ, વિશ્વાસ અને તમારો સહયોગ મારી મોટી તાકાત બની રહેશે. હું રાષ્ટ્રપતિ બની, જે આ લોકશાહીની મહાનતા છે. ભારતમાં ગરીબો સપના જોઇ શકે છે અને તેમને પૂરા પણ કરી શકે છે. 
Advertisement

હું ભારતના સર્વોચ્ચ બંધારણીય પદ પર ચૂંટાવા બદલ તમામ સાંસદો અને વિધાનસભાના તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. તમારો મત દેશના કરોડો નાગરિકોની આસ્થાની અભિવ્યક્તિ છે. રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચવું એ મારી અંગત સિદ્ધિ નથી, ભારતના દરેક ગરીબની સિદ્ધિ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે, મારી આ ચૂંટણીમાં દેશના ગરીબોના આશીર્વાદ, દેશની કરોડો મહિલાઓ અને દીકરીઓના સપના અને સંભાવનાઓની ઝલક સામેલ છે. તેમણે કહ્યું કે, મારા માટે આ ખૂબ જ સંતોષની વાત છે કે જેઓ સદીઓથી વંચિત હતા, જેઓ વિકાસના લાભોથી દૂર હતા, તે ગરીબ, દલિત, પછાત અને આદિવાસીઓ મારામાં પોતાનું પ્રતિબિંબ જોઈ રહ્યા છે. 
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વધુમાં કહ્યું કે, આવા ઐતિહાસિક સમયે જ્યારે ભારત આગામી 25 વર્ષના વિઝનને હાંસલ કરવા માટે ઉર્જાથી ભરેલું છે, ત્યારે મને આ જવાબદારી સોંપવી એ મારા માટે મહાન સૌભાગ્યની વાત છે. તેમણે કહ્યું કે, આ પણ એક સંયોગ છે કે જ્યારે દેશ તેની આઝાદીના 50મા વર્ષની ઉજવણી કરી રહ્યો હતો, ત્યારે મારી રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ. અને આજે આઝાદીના 75માં વર્ષમાં મને આ નવી જવાબદારી મળી છે. તેમણે કહ્યું કે, હું દેશની પહેલી રાષ્ટ્રપતિ છું જેનો જન્મ સ્વતંત્ર ભારતમાં થયો હતો.


દ્રૌપદી મુર્મૂના દેશના 15માં રાષ્ટ્રપતિ બન્યા બાદ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ તેમને શુભકામનાઓ પાઠવી છે.  
Advertisement
Tags :
Advertisement

.