Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રપતિ બનવું ભારતની લોકશાહીના અમૃત મહોત્સવનો એક કીર્તિકળશ સમાન

​આગામી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એક ઉમેદવાર તરીકે કોઈ એક પક્ષોના સંગઠને દ્રૌપદી મુર્મૂની પસંદગી કરી અને તેમને પોતાના સત્તાવાર ઉમેદવાર બનાવ્યાં. તે ઘટના રાજકીય દ્રષ્ટિકોણથી ઉપર ઉઠીને વિચારવામાં આવે તો ભારતની 75 વર્ષની લોકશાહીના યાત્રાના 75 વર્ષના પડાવને એક નવાં જ આયામ અને આયાસથી પરીપક્વતાને નવો અર્થ આપે છે.​ભારત મૂળભૂત રીતે ગામડાંઓનો દેશ છે. એમાંય જેને આપણે ભારતના મૂળ પ્રજાજનà
દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રપતિ બનવું ભારતની લોકશાહીના અમૃત મહોત્સવનો એક કીર્તિકળશ સમાન
​આગામી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં એક ઉમેદવાર તરીકે કોઈ એક પક્ષોના સંગઠને દ્રૌપદી મુર્મૂની પસંદગી કરી અને તેમને પોતાના સત્તાવાર ઉમેદવાર બનાવ્યાં. તે ઘટના રાજકીય દ્રષ્ટિકોણથી ઉપર ઉઠીને વિચારવામાં આવે તો ભારતની 75 વર્ષની લોકશાહીના યાત્રાના 75 વર્ષના પડાવને એક નવાં જ આયામ અને આયાસથી પરીપક્વતાને નવો અર્થ આપે છે.
​ભારત મૂળભૂત રીતે ગામડાંઓનો દેશ છે. એમાંય જેને આપણે ભારતના મૂળ પ્રજાજનો કહીએ છીએ એવા ગિરીજનો કે વનવાસીઓ સમાજના મુખ્ય પ્રવાહમાં પુરતો સ્વીકાર થયો હોય તેવું વાતાવરણ સર્જાયું નથી. પાછળની બધી જ સરકારોએ એ દિશામાં યથા સંભવ પ્રયાસો કર્યા છે અને એ પ્રયાસોના પરિણામો આપણને મળ્યા છે. આજની સરકારે પોતાના પુરોગામીઓના પ્રયાસને આગળ લઈ જતાં આ વખતે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે એક આદિવાસી સન્નારી દ્રૌપદી મુર્મૂની પસંદગી કરીને એક સરાહનીય કદમ ઉઠાવ્યું છે.
​સાવ સામાન્ય પરિવારમાંથી આવતા અને સમાજના ભદ્ર કહી શકાય તેવા વર્ગમાં તેમની ગણતરી થતી નથી તેવા સમાજ અને વર્ગ તથા પરિવારમાંથી દ્રૌપદી મુર્મૂ જો રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચશે તો સ્ત્રી સમાનતાની સાથે સાથે આદિમ પ્રજાઓના પ્રતિનિધિ તરીકે તેમનું રાષ્ટ્રપતિ થવું ભારતની લોકશાહીના અમૃત મહોત્સવનો એક કીર્તિકળશ બનશે.
Advertisement
Tags :
Advertisement

.