Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દ્રૌપદી મૂર્મુ રાષ્ટ્રપતિ બનવાની તૈયારીમાં ! ત્રીજા તબક્કાની મતગણતરી પૂર્ણ

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતગણતરી ચાલી રહી છે. મતગણતરીના ત્રણ રાઉન્ડ પૂર્ણ થયા છે. અત્યાર સુધી એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાને પાછળ છોડી દીધા છે. ત્રીજા રાઉન્ડની મતગણતરી બાદ દ્રૌપદી મુર્મુને કુલ 1349 વોટ મળ્યા છે. જ્યારે યશવંત સિંહાને અત્યાર સુધીમાં 537 વોટ મળ્યા છે. બીજા રાઉન્ડમાં મુર્મુને 809 વોટ અને યશવંત સિન્હાને 329 વોટ મળ્યા.દેશને આજે તેના 15મા રાષ્ટ્à
દ્રૌપદી મૂર્મુ
રાષ્ટ્રપતિ બનવાની તૈયારીમાં   ત્રીજા તબક્કાની મતગણતરી પૂર્ણ

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતગણતરી ચાલી રહી છે. મતગણતરીના ત્રણ રાઉન્ડ પૂર્ણ થયા છે. અત્યાર સુધી એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહાને પાછળ છોડી દીધા છે. ત્રીજા રાઉન્ડની મતગણતરી બાદ દ્રૌપદી મુર્મુને કુલ 1349 વોટ મળ્યા છે. જ્યારે યશવંત સિંહાને અત્યાર સુધીમાં 537 વોટ મળ્યા છે. બીજા રાઉન્ડમાં મુર્મુને 809 વોટ અને યશવંત સિન્હાને 329 વોટ મળ્યા.

Advertisement


દેશને આજે તેના 15મા રાષ્ટ્રપતિ મળશે. એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ રાયસીના હિલ માટે પ્રથમ રાઉન્ડની મતગણતરીમાં વિપક્ષી ઉમેદવાર યશવંત સિન્હાને પાછળ રાખી દીધા છે. પહેલા રાઉન્ડમાં મુર્મુને 748માંથી 540 વોટ મળ્યા હતા. જ્યારે યશવંત સિંહાને 208 વોટ મળ્યા હતા. મુર્મુની જીતની પ્રબળ સંભાવના છે. જો તે જીતશે તો તે દેશની પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનશે.

Advertisement


રાષ્ટ્રપતિની
ચૂંટણી માટે મત ગણતરીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. આ રાઉન્ડમાં સાંસદોના મતોની
ગણતરી કરવામાં આવી છે
, જેમાં દ્રૌપદી મુર્મુને મોટી લીડ મળી
છે. મત ગણતરીમાં રોકાયેલા અધિકારીઓના જણાવ્યા અનુસાર
, દ્રૌપદી મુર્મુને 748માંથી 540 મત મળ્યા. આ સિવાય યશવંત સિંહાને 208
વોટ મળ્યા છે. આ સાથે જ મતગણતરી દરમિયાન 15 મત અમાન્ય જણાયા હતા. કુલ 748 માન્ય
મતો મળી આવ્યા છે
, જેની કિંમત 5 લાખ 23 હજાર 600 છે.
તેમાંથી 540 મત દ્રૌપદી મુર્મુને મળ્યા છે
, જેની કિંમત 3,78,000 છે. બીજી તરફ યશવંત સિંહા મોટા માર્જિનથી પાછળ
જોવા મળ્યા છે. તેમને માત્ર 208 મત મળ્યા છે અને તેમના મત માત્ર 1,45,600 હોવાનો
અંદાજ છે.

Advertisement


 

આ રીતે યશવંત
સિન્હાને એક તૃતિયાંશથી ઓછા મત મળ્યા છે. જો આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો દ્રૌપદી
મુર્મુને મોટી જીત મળી શકે છે. રાજ્યસભાના મહાસચિવે મત ગણતરીના પ્રથમ રાઉન્ડની
માહિતી આપી હતી. તેમણે કહ્યું કે હવે આ પહેલા રાઉન્ડના પરિણામો છે. હવે રાજ્યોમાં
ધારાસભ્યોના વોટની ગણતરી થશે. તમને જણાવી દઈએ કે જેએમએમ
, અકાલી દળ, સુભાસપ, શિવસેના, ટીડીપી, વાયએસઆર કોંગ્રેસ અને બીજુ જનતા દળ સહિત ઘણા બિન-એનડીએ પક્ષોએ
દ્રૌપદી મુર્મુને સમર્થન આપ્યું હતું. આવી સ્થિતિમાં આગામી રાઉન્ડમાં ધારાસભ્યોના
મતોની ગણતરીમાં તેમને મોટી લીડ મળવાની આશા છે.


મતગણતરી સાથે
સંકળાયેલા અધિકારીઓનું કહેવું છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીનું અંતિમ પરિણામ આગામી
દોઢથી બે કલાકમાં એટલે કે સાંજે 5 વાગ્યા સુધીમાં જાહેર થઈ શકે છે. દરમિયાન
,
ઓડિશાના મયુરભંજ જિલ્લામાં સ્થિત દ્રૌપદીના
ગામમાં ઉજવણીનો માહોલ છે. આ ઉપરાંત દિલ્હીમાં તેમના ઘરે પણ ઉજવણીની તૈયારીઓ
કરવામાં આવી રહી છે. અહેવાલ છે કે તેમની જીતની ઘોષણા પર
, પીએમ નરેન્દ્ર મોદી અને સરકારના ઘણા વરિષ્ઠ મંત્રીઓ તેમના ઘરે પહોંચી
શકે છે અને તેમને અભિનંદન આપી શકે છે. જો દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ બનશે તો તે
દેશના સર્વોચ્ચ પદ પર પહોંચનાર પ્રથમ મહિલા આદિવાસી નેતા હશે.

Tags :
Advertisement

.