ગ્રીષ્માની વેદનાને વાચા આપશે સુરતના નાટ્યકારો, લોકોને પૂછશે કે શું આ રોકી શકાયું હોત?
સુરત સહીત સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર ગ્રીષ્મા હત્યા કેસ આપ સહુને યાદ જ હશે. આ ઘટના ઘટી ત્યારબાદ લોકોના મોઢે અને દિમાગમાં અનેક પ્રશ્નો હતાં. જેમકે આ કેમ થયું ? શું આને રોકી શકાયું હોત ? ગ્રીષ્માને બચાવી શકાઈ હોત કે પછી ફેનિલને સમજાવી શકાયો હોત? આવા અનેક પ્રશ્નો આજે પણ લોકોના મનમાં છે. પરંતુ ઘટના બની ગયા બાદના આ પ્રશ્નો નિરર્થક છે. લોકોના મનમાં ઉદ્ભવેલા આ પ્રકારના પ્રશ્નોને એક અલગ àª
સુરત સહીત સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર ગ્રીષ્મા હત્યા કેસ આપ સહુને યાદ જ હશે. આ ઘટના ઘટી ત્યારબાદ લોકોના મોઢે અને દિમાગમાં અનેક પ્રશ્નો હતાં. જેમકે આ કેમ થયું ? શું આને રોકી શકાયું હોત ? ગ્રીષ્માને બચાવી શકાઈ હોત કે પછી ફેનિલને સમજાવી શકાયો હોત? આવા અનેક પ્રશ્નો આજે પણ લોકોના મનમાં છે. પરંતુ ઘટના બની ગયા બાદના આ પ્રશ્નો નિરર્થક છે. લોકોના મનમાં ઉદ્ભવેલા આ પ્રકારના પ્રશ્નોને એક અલગ જ અંદાજમાં રજુ કરવા માટે સુરતના નાટ્ય કલાકારોએ ગ્રીષ્મા હત્યાકાંડનો સંદર્ભ લઈને એક નાટક "સ્ટોપ" બનાવ્યું છે. "સ્ટોપ" નાટક થકી નાટકના દિગ્દર્શક અને કલાકારોએ લોકોના મન સુધી પહોંચવાનો પ્રયત્ન જરૂર કર્યો છે.
ગ્રીષ્મા હત્યા કેસની હાલ કોર્ટ ટ્રાયલ ચાલી રહી છે અને આરોપી ફેનિલ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગ્રીષ્મા સાથે જોડાયેલ સંવેદનાને રજુ કરતું આ નાટક સુરતના નાટ્યકાર દ્વારા ભજવવામાં આવશે. ગ્રીષ્મા હત્યાકાંડનો વિડીયો જોયા બાદ નાટકના દિગ્દર્શક પરેશભાઈના મગજમાં વિચાર આવ્યો કે શા માટે આ ઘટના બની? શું આ ઘટના ન અટકાવી શકાય હોત? હજુ પણ કદાચ ઘણી ગ્રીષ્માઓ સમાજ માં છે અને કેટલાય ફેનિલ હજુ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તો કેટલાક સુષુપ્ત અવસ્થા માં છે. જેમને આ પ્રકારની એક ચિનગારીની જ જરૂર છે.
હજુ પણ આ વાતને ગંભીરતા થી નહીં લેવાય તો કદાચ વધુ એક ફેનીલ ઉઠશે અને વધુ એક ગ્રીષ્માનો ભોગ લેવાશે. તો સમાજને જાગૃત કરવા કે પછી આ ઘટના પરથી બોધપાઠ લેવા શા માટે એક નાટક થકી લોકોના મન સુધી ન પહોંચી શકાય?. બસ આ વિચાર આવ્યો અને તેમણે લોકોને આ નાટક થકી પ્રશ્ન પૂછીને જાગૃત કરવાનું નક્કી કર્યું કે આ મુદ્દો સમાજમાં ચર્ચાવા લાયક છે અને તેના પર ચર્ચા થવી જ જોઈએ.
દસ દિવસની મેહનત અને સાથી લેખક પ્રીતેશ સોઢા સાથેની ચર્ચા વિચાર વિમર્શ બાદ આ નાટક પેન થકી કાગળ પર ઉતર્યું. વિચાર આવ્યો, નાટક લખ્યું એટલે થઇ ગયું એવું નથી. નાટક લોકો સુધી પહોંચાડવા માટે ભજવવું પડે છે અને તે ભજવવા કલાકારોની જરૂર પડતી હોય છે ત્યાર બાદ જ લોકો સુધી પહોંચી શકે છે. નાટકમાં ફેનિલ અને ગ્રીષ્માનું મુખ્ય પાત્ર ભજવનાર કલાકાર અંગે પણ દિગ્દર્શક અસમંજસમાં હતાં પરંતુ કલાકાર એ જ હોય છે જે પાત્ર ભજવી જાણે તે પછી સારું હોય કે ખરાબ. ફેનીલનું પાત્ર ભજવાનર પ્રણવ વૈદ્યએ ગુજરાત ફર્સ્ટને જણાવ્યું કે, એક રીતે જોઈએ તો ફેનીલ સમાજમાં એક નેગેટિવ પાત્ર છે. એક કલાકાર તરીકેતો દરેક પાત્ર ભજવવું એ જ કલાકારની ફરજ છે. કોઈકવાર પોઝિટિવ પાત્ર ભજવવા મળે તો કોઈકવાર નેગેટિવ પણ ભજવવું પડે. આ પાત્ર ભજવવાનું મેં એટલે નક્કી કર્યું કે ભલે પાત્ર નેગેટિવ છે પરંતુ અમે એક આખી ટિમ થકી આ નાટક ભજવીને સમાજમાં એક પોઝિટિવ વાત મુકવા માંગીએ છીએ.
નાટકમાં ગ્રીષ્માનું પાત્ર મનાલી કાંથારિયા એ ભજવ્યું છે. મનાલી ના જણાવ્યા મુજબ ગ્રીષ્માનું પાત્ર ભજવવું એક ગર્વની બાબત છે. કારણ કે આ પાત્ર થકી હું અને મારી ટિમ લોકોને અને સમાજ ને એક મેસેજ આપવા જઈ રહ્યા છીએ. ગ્રીષ્માની વેદનાને વાચા આપવાના છે તો ખરેખર આ એક ગર્વની ક્ષણ છે.
આગામી દિવસોમાં જયારે વિશ્વ રંગભૂમિ દિવસ આવી રહ્યો છે ત્યારે સુરતના "સુરત પર્ફોર્મિંગ આર્ટિસ્ટ એસોસિએશન" દ્વારા ત્રી દિવસીય નાટય મહોત્સવ "રંગહોત્ર"નું આયોજન કરવામાં આવ્યું છે. આ નાટક દર્શકો માટે ભજવવામાં આવનાર છે. આ નાટ્યકારો દ્વારા રંગભૂમિમાં પ્રાણ પુરવાની સાથે સાથે સમાજમાં એક જાગૃતિ લાવવાનો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. આ નાટક થકી તેમનો એક જ પ્રયત્ન છે કે હવે પછી સમાજ માં ક્યાંય પણ કોઈ ગ્રીષ્મા પીડાતી હોય કે ફેનિલ ક્યાંક ઘૂંટાતો હોય તો તેને સમજાવીને આ પ્રકારની ઘટના ફરી બનતી રોકી શકાય.
Advertisement