Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરત મનપાના ડ્રાફ્ટ બજેટમાં જોવા મળી બેવડી નીતી, જાણો સામાન્ય જનતા કેમ અનુભવે છે અન્યાય થયાની લાગણી

સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના વિવિધ વિકાસ કાર્યોને વેગ મળે તે ઉદ્દેશ્યને ધ્યાને લઈ આવકના નવા સ્ત્રોત ઉભા કરવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એક દાયકા બાદ શહેરીજનોના માથે ૩૦૦ કરોડના કર દરનો વધારો ઝીંકવામાં આવતા મનપા ની બેવડી નીતિનો લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. જો કે આ તમામ પ્રયાસો વચ્ચે નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ના ડ્રાફ્ટ બજેટમાં બિનરહેણાંક એકમોમાં નળ જોડાણ માટે જે ભાવ
સુરત મનપાના ડ્રાફ્ટ બજેટમાં જોવા મળી બેવડી નીતી  જાણો સામાન્ય જનતા કેમ અનુભવે છે અન્યાય થયાની લાગણી
સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના વિવિધ વિકાસ કાર્યોને વેગ મળે તે ઉદ્દેશ્યને ધ્યાને લઈ આવકના નવા સ્ત્રોત ઉભા કરવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એક દાયકા બાદ શહેરીજનોના માથે ૩૦૦ કરોડના કર દરનો વધારો ઝીંકવામાં આવતા મનપા ની બેવડી નીતિનો લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. જો કે આ તમામ પ્રયાસો વચ્ચે નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ના ડ્રાફ્ટ બજેટમાં બિનરહેણાંક એકમોમાં નળ જોડાણ માટે જે ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો છે તેમાં 

કર વધારામાં સ્વીમીંગ પુલ ,જીમખાના અને સ્પોર્ટ્સ ક્લબની બાદબાકી
આશ્ચર્યજનક રીતે ખાનગી સ્વીમીંગ પુલ ,જીમખાના અને સ્પોર્ટ્સ ક્લબની બાદબાકી કરવામાં આવી છે. શહેરના માતેલુજારો અને ધનાઢ્યો સાથે સંકળાયેલી આ સંસ્થાઓમાં કોઈપણ પ્રકારનો ભાવ વધારો ન કરવા પાછળનું કારણ હજી સ્પષ્ટ નથી થયું. મોટા માથાઓને સાચવવા સામાન્ય વર્ગની પ્રજા પર કર દરનો બોજો નાખવામાં આવ્યો હોવાની લાગણી સામાન્ય વર્ગ અનુભવી રહ્યો છે. બીજી તરફ મેડિકલ સેવાઓ સાથે સંકળાયેલ કેમિસ્ટ અને ડિસ્પેન્સરી માટે પણ ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો છે.

બિન રહેણાંક હેતુ માટે અડધા ઈંચ કે તેથી વધુ ડાયામીટરના નળજોડાણો મોંઘા થયા 
મનપાના વર્ષ ૨૦૨૩-૨૪ના ડ્રાફ્ટ બજેટમાં બિન રહેણાંક - વ્યાપારિક અને ઔદ્યોગિક હેતુ માટે અડધા ઈંચ ડાયામીટર તેમજ તેથી વધુ સાઈઝના નળ જોડાણો માટે એકંદરે પાંચથી સાત રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. જેમાં રેલવે સ્ટેશન, એરપોર્ટ અને બસ સ્ટેશન સહિત બેંકો જેવી સરકારી અર્ધસકારી સંસ્થાનો નો સમાવેશ કરાયો છે,બીજી બાજુ સ્વાસ્થ્ય સેવાઓમાં રાહત અથવા છૂટ આપવા ને બદલે તેવી સંસ્થાઓના દર પણ ૨૭ રૂપિયાથી વધારીને ૩૨ રૂપિયા કરવામા આવતા મોઘવારીનો તમાચો માર્યો છે..ડ્રાફ્ટ બજેટમાં નળ જોડાણ માટે અલગ - અલગ ૨૬ કેટેગરીમાં માત્ર ખાનગી તરણકુંડ અને જીમખાના સ્પોર્ટ્સ ક્લબને બાદ કરતાં તમામ કેટેગરીમાં ભાવ વધારો લાગુ કરવામાં આવ્યો છે.
સ્વીમિંગ પુલ અને જીમખાના તથા સ્પોર્ટ્સ ક્લબ સાથે જોડાયેલા હોય છે શ્રીમંત પરિવારો 
સુરત માં માત્ર ખાનગી સ્વીમિંગ પુલ અને જીમખાના તથા સ્પોર્ટસ ક્લબને જ ભાવ વધારામાંથી બાદબાકી આપવામાં આવી છે. મનપાની આ બેવડીનીતી ના આશ્ચય સાથે તર્ક - વિતર્ક શરૂ થવા પામ્યો છે. મનપા ડ્રાફ્ટ બજેટમાં તમામ કેટેગરીમાં ખાનગી સ્વીમિંગ પુલ અને જીમખાના તથા સ્પોર્ટ્સ ક્લબમાં સૌથી વધુ ૫૦ રૂપિયાનો દર હોવાને કારણે તેમાં ભાવ વધારો કરવાનું ટાળવામાં આવ્યું હોવાનું અધિકારીઓ થકી જાણવા મળ્યું છે. જો કે, આ સંસ્થાઓનો ઉપયોગ “કરનારા શ્રીમંત પરિવારોના હોવાને “ કારણે તેમાં ભાવ વધારો લાગુ કરવાથી આ સંસ્થાઓને કોઈ ખાસ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે તેવી કોઈ શકયતાઓ નથી.તેવું પણ મનપા નું માનવું છે.
બીજી બાજુ શહેરીજનોના સ્વાસ્થ્ય માટે ચિતિંત મહાનગર પાલિકા દ્વારા સુચિત ભાવ -વધારામાં શહેરભરમાં આવેલી મેડિકલ સેવા સાથે સંકળાયેલા ક્લીનિક અને કેમિસ્ટના એકમોનો પણ સમાવેશ કરી  દેવામાં આવ્યો છે.જેનો ભાવ ૨૭ રૂપિયાથી વધારીને ૩૨ રૂપિયા કરવામાં આવ્યો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.