Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આધાર કાર્ડ ખોવાઇ જાય તો ચિંતા ન કરો, ઇ-આધારકાર્ડ નહીં અટકવા દે આપના કામ

આધાર કાર્ડ અત્યારે દેશના દરેક નાગરિક માટેનો સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંથી એક છે. આજે ઘણા એવા કામ છે જે આધારકાર્ડ વગર થઇ શકતા નથી. ઉદાહરણ તરીકે હાલમાં કોઈ પણ વ્યક્તિ આધાર કાર્ડ વગર બેંક ખાતું ખોલાવી શકતો નથી. માત્ર આ જ નહીં આવા બીજા પણ ઘણા કામ છે, જેના માટે આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે.જો આધારકાર્ડ ખોવાઇ જાય તો..હવે જ્યારે આધાર કાર્ડ એ મહત્વપૂર્ણ દસ્તાવેજ છà
આધાર કાર્ડ ખોવાઇ જાય તો ચિંતા ન કરો  ઇ આધારકાર્ડ નહીં અટકવા દે આપના કામ
આધાર કાર્ડ અત્યારે દેશના દરેક નાગરિક માટેનો સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંથી એક છે. આજે ઘણા એવા કામ છે જે આધારકાર્ડ વગર થઇ શકતા નથી. ઉદાહરણ તરીકે હાલમાં કોઈ પણ વ્યક્તિ આધાર કાર્ડ વગર બેંક ખાતું ખોલાવી શકતો નથી. માત્ર આ જ નહીં આવા બીજા પણ ઘણા કામ છે, જેના માટે આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે.
જો આધારકાર્ડ ખોવાઇ જાય તો..
હવે જ્યારે આધાર કાર્ડ એ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે ત્યારે લોકોએ પણ ધ્યાન રાખવું જોઈએ કે તેમનું આધાર કાર્ડ ખોવાઈ ન જાય. જો કોઈ વ્યક્તિ સતત પોતાનું આધાર કાર્ડ સાથે રાખે તો તેના ખોવાઇ જવાની સંભાવનાઓ પણ વધી જાય છે. જો કોઈ વ્યક્તિનું આધાર કાર્ડ ખોવાઈ જાય ,તો આવી સ્થિતિમાં સૌથી મોટુ જોખમ આધાર કાર્ડનો દુરુપયોગ થવાનું હોય છે. આ સિવાય આધાર કાર્ડ ખોવાઈ જવાની સ્થિતિમાં આપના એવા મહત્વપૂર્ણ કામ અટકી શકે છે, જેના માટે આધાર કાર્ડ ફરજિયાત છે. જો તમને તમારા આધાર કાર્ડની તાત્કાલિક જરૂર હોય તો તમે ઈ-આધાર કાર્ડનો ઉપયોગ કરી શકો છો.

ઈ-આધાર કાર્ડ શું છે?
આધાર કાર્ડની ઈલેક્ટ્રોનિક નકલને ઈ-આધાર કાર્ડ કહેવામાં આવે છે. ઈ-આધાર કાર્ડ પાસવર્ડથી સુરક્ષિત છે અને UIDAI દ્વારા ડિજિટલી હસ્તાક્ષરિત કરેલું છે.નોંધનીય છે કે UIDAI એજ  સંસ્થા છે જે આધાર કાર્ડ માટે  જારી  કરાઈ  છે. ઈ-આધારએ તમામ હેતુઓ માટે આધારની ભૌતિક નકલની જેમ જ માન્ય છે.
ઇ-આધાર કાર્ડ ક્યાંથી ડાઉનલોડ કરવું ?
ઈ-આધાર કાર્ડ એ જ રીતે કામ કરે છે જે રીતે સામાન્ય આધાર કાર્ડ કામ કરે છે. જ્યાં સામાન્ય આધાર કાર્ડ સ્વીકારવામાં આવે છે ત્યાં ઈ-આધાર કાર્ડ પણ સ્વીકારવામાં આવે છે. તેને mAadhaarApp પરથી ડાઉનલોડ કરી શકાય છે.
Advertisement
Tags :
Advertisement

.