Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અસ્થમાથી ડરો નહીં તેને જડમૂળથી ખતમ કરશે આ ઘરગથ્થુ ઇલાજ

અસ્થમાએ ફેફસાની એક એવી બીમારી છે.જેના કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હોય છે.અસ્થમા જો થાય તો તમારી શ્વાસનળી સોજી જાય છે.અને શ્વસનમાર્ગ પણ સંકોચાઇ જાય છે.અસ્થમામાં શ્વાસ લેવામાં તકલીફ પડવાની સાથે-સાથે ઉધરસ અને ગભરામણ જેવી સમસ્યા પણ થાય છે. ઉધરસને કારણે ફેફસામાંથી કફ ઉત્પન્ન થાય છે. અને તેને બહાર કાઢવો મુશ્કેલ બને છે. ત્યારે અનેક લોકો ઇચ્છે છે કે અસ્થમાનો જડથી ઇલાજ થાય પરંતુ યો
અસ્થમાથી ડરો નહીં તેને જડમૂળથી ખતમ કરશે આ ઘરગથ્થુ ઇલાજ
અસ્થમાએ ફેફસાની એક એવી બીમારી છે.જેના કારણે શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હોય છે.અસ્થમા જો થાય તો તમારી શ્વાસનળી સોજી જાય છે.અને શ્વસનમાર્ગ પણ સંકોચાઇ જાય છે.અસ્થમામાં શ્વાસ લેવામાં તકલીફ પડવાની સાથે-સાથે ઉધરસ અને ગભરામણ જેવી સમસ્યા પણ થાય છે. ઉધરસને કારણે ફેફસામાંથી કફ ઉત્પન્ન થાય છે. અને તેને બહાર કાઢવો મુશ્કેલ બને છે. 
ત્યારે અનેક લોકો ઇચ્છે છે કે અસ્થમાનો જડથી ઇલાજ થાય પરંતુ યોગ્ય રીતે ઇલાજ ન કરવાને કારણે તેમજ યોગ્ય ઘરઘથ્થુ ઇલાજની જાણકારી ન હોવાને કારણે તેઓ આ બીમારીથી મુક્તિ મેળવી શકતા નથી. આજે અમે તમને જણાવીશું કે અસ્થમાના દર્દીઓ આ ઉપાયોની મદદથી પોતાની બીમારી પર અંકુશ મેળવી શકશે .આ બીમારીથી પરેશાન દર્દીઓએ ખાવા-પીવામાં થોડી પરેજી પાળવી અને કેટલીક આદતોમાં બદલાવ લાવવો પડશે.
આ ઘરઘથ્થુ ઉપાયો જેના દ્વારા તમે અસ્થમાની બીમારી દુર કરી શકશો:
લસણ 
અસ્થમાનો ઇલાજ કરવા માટે લસણનો ઉપયોગ કરો. 30 મીલીમીટર દૂધમાં લસણની પાંચ કળીઓ ઉકાળો.તેનું દરરોજ સેવન કરવાથી અસ્થમાની બીમારી દુર થઇ જાય છે. 
અંજીર 
અંજીર કફને જમા થતો રોકે છે.સુકા અંજીરને ગરમ પાણીમાં રાતભર પલાળી રાખો, અને સવારે ખાલી પેટે તેને ખાઇ લો. જેનાથી શ્વાસનળીમાં જમા થયેલો કફ ઢીલો પડીને બહાર નીકળી જશે, અને તેનાથી સંક્રમણમાં રાહત મળે છે. 
અજમો 
અસ્થમાનો જડથી દૂર કરવા માટે પાણીમાં અજમો નાંખીને તેને ઉકાળો અને આ પાણીની વરાળનો નાસ લો. જેનાથી  અસ્થમા જડથી દુર થઇ જાય છે. 
મેથી 
મેથી અસ્થમાનો સફળ ઇલાજ કરી શકે છે. મેથીના કેટલાક દાણાઓને એક ગ્લાસ જેટલા પાણીમાં ત્યાં સુધી ઉકાળો, જ્યાં સુધી પાણી ઉકળીને એક તૃતિયાંશ ભાગ જેટલું ન રહી જાય. આ પાણીમાં મધ અને આદુનો રસ ભેળવીને રોજ સવાર-સાંજ સેવન કરો. 
કોફી 
કોફીમાં ઉપલબ્ધ કેફીનમાં બ્રોકોડાયલેટરનો ગુણ હોય છે.જે અસ્થમાના લક્ષણોને ઓછા કરવામાં મદદરૂપ થાય છે.એટલે જો આપ અસ્થમાના દર્દી હોવ તો સિમિત માત્રામાં કોફીનું નિયમિત સેવન ફાયદો આપી શકે છે.
આમળા પાવડર
આમળામાં રસાયણનો ગુણ હોય છે, જે ઇમ્યુનિટિને વધારીને અસ્થમાને નિયંત્રિત કરવામા મદદરૂપ સાબિત થાય છે. એટલે અસ્થમાના દર્દીઓએ નિયમિત રૂપે આમળા અથવા તો પછી આમળાના પાવડરનું સેવન કરવું જોઇએ 
 
કારેલા
અસ્થમાનો જડથી ઇલાજ કરવા માટે આપ કારેલાનો ઉપયોગ કરી શકો છો. કારેલાની એક ચમચી જેટલી પેસ્ટ મધ અને તુલસીના પત્તાના રસ  સાથે મિલાવી ખાવાથી અસ્થમામાં ફાયદો થાય છે. 
Advertisement
Tags :
Advertisement

.