Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'ચારધામ યાત્રા'માં 'હિન્દુઓ' સિવાય કોઈને પ્રવેશ ન આપો, સાધુ સંતોએ કરી માગ, CMએ કર્યો તાબડતોબ નિર્ણય

હાલમાં સાધુ સંતોએ ચાર ધામ યાત્રાને લઈને સરકારને અપીલ કરી હતી કે બિન હિન્દુઓને ચાર ધામ યાત્રામાં પ્રવેશ ન આપવો જોઈએ. આ મામલાને લઈને દેશભરમાં ચર્ચા જાગી છે ત્યારે ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ સાધુ સંતોની માંગને લઈને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ઉત્તરાખંડ સરકારે વેરીફિકેશન નિયમને લાગુ કરી દીધો છે. ઉતરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને કહ્યુ હતુ કે ચાર ધામ યાત્રા દરમીયાન ઉતરાખ
 ચારધામ યાત્રા માં  હિન્દુઓ  સિવાય કોઈને પ્રવેશ ન આપો  સાધુ સંતોએ કરી માગ  cmએ કર્યો તાબડતોબ નિર્ણય

હાલમાં સાધુ
સંતોએ ચાર ધામ યાત્રાને લઈને સરકારને અપીલ કરી હતી કે બિન હિન્દુઓને ચાર ધામ
યાત્રામાં પ્રવેશ ન આપવો જોઈએ. આ મામલાને લઈને દેશભરમાં ચર્ચા જાગી છે ત્યારે
ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ સાધુ સંતોની માંગને લઈને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
ઉત્તરાખંડ સરકારે વેરીફિકેશન નિયમને લાગુ કરી દીધો છે. ઉતરાખંડના મુખ્યમંત્રી
પુષ્કર સિંહ ધામીને કહ્યુ હતુ કે ચાર ધામ યાત્રા દરમીયાન ઉતરાખંડ આવનાર લોકોની
ચકાસણી કરવામાં આવશે. સાથે સાથે વાતાવરણ ખરાબ ન થાય અને શાંતિ જળવાઈ રહે તે માટે આ
વેરીફિકેશન યોજના ચાલુ કરવામાં આવશે. જેના પગલે અસામાજીક તત્વો પર કંટ્રોલ કરી
શકાશે. અને વાતાવરણ ડહોળાઈ નહીં તેનું ધ્યાન રાખી શકાય.

Advertisement


મંગલવારે
ચારઘામની યાત્રા દરમીયાન લોકાના વેરીકિફેશન વિશે પુષ્કર સિંહ ધામી કહ્યુ કે અમારો
પ્રદેશ શાંત પ્રદેશ છે અને સરકાર ચાર ધામની યાત્રા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
CMએ વધુમા જણાવ્યુ હતું કે ધર્મ અને સંસ્કુતિની રક્ષા
કરવાની જવાબદારી સરકારની છે. ચારધામ યાત્રામાં ઉતરાખંડ સિવાય બહારથી આવતા લોકોને
શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે અને તે લોકોને કોઈ મુશ્કેલી ન પડે અને વાતાવરણ
બગાડવાનો પ્રયાસ કરી રહેલા લોકો પર નજર રાખી શકાય તે માટે આ યોજના લાગૂ કરવામાં
આવી રહી છે. 
ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલા
સાધુ સંતોએ ચારધામ યાત્રામાં બિનહિંદુઓને પ્રવેશ આપવાની પરવાનગી ન આપવામાં આવે
તેવી માગ કરવામાં આવી હતી. સાધુ સંતોએ કહ્યું હતું કે બિજા કોઈ ધર્મસ્થાનોમાં
કોઈપણ હિંદુને પ્રવેશ કરવાની મનાઈ છે. પરંતુ હિંદુ ધર્મસ્થાનો પર તમામ ધર્મના લોકો
આવે છે. આ સાધુ સંતોની વાત પર વિચાર વિમર્શ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે ચાર ધામ
યાત્રા દરમિયાન એવા કોઈપણ વ્યક્તિને પ્રવેશ ન આપવો જોઈએ કે જેના દ્વારા આપણી
ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચે.

Advertisement

 

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું
છે કે આ તમામ વસ્તુઓ પર નજર રાખવા માટે એક અભિયાન ચલાવવામાં આવશે. જેના દ્વારા
બહારથી આવતા તિર્થયાત્રીઓ માટે પ્રવેશ કરવાને યોગ્ય હોય. 
મુખ્યમંત્રી ધામીએ કાનૂન
વ્યવસ્થાને લઈને પણ કડક નિર્દેશ જાહેર કર્યા છે. ધામીએ કહ્યું કે – ઉત્તરાખંડ ધર્મ
અને સંસ્કૃતિનું કેન્દ્ર છે. અહિંયા હિંસા કરનારાઓ, જમીન હડપનારાઓ, અસામાજીક તત્વો
અને ધાર્મિક આસ્થાના ઠેસ પહોંચાડનારાઓ માટે કોઈ જ સ્થાન નથી. આ રોકવા માટે હવે કડક
કાર્યવાહી કરવામાં આવશે અને આવી ઘટના ઘટે તો તેની તપાસ કરી આરોપીઓને કડકમાં કડક
સજા કરવામાં આવશે. ચારધામની યાત્રા માટે બુકિંગ
શરૂ થઈ ગયું છે. ભક્તો માટે ગંગોત્રી અને યમુનોત્રી ધામના પાટ 3 મેના રોજ ખોલવામાં
આવશે.જ્યારે કેદારનાથના પાટ 6 મેના રોજ અને બદ્રીનાથ ધામના પાટ 8 મેના રોજ
ખોલવામાં આવશે. ચારધામની યાત્રા પહેલા ઉત્તરાખંડ સરકારે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી
છે. લોકોની સુરક્ષાને લઈને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે..

Advertisement

Tags :
Advertisement

.