ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રશિયા અને યુક્રેન યુદ્ધમાં હવે ડોલ્ફિન ભજવી રહી છે મહત્વની ભૂમિકા? જાણો કરી રહી છે ડોલ્ફિન

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ 2 મહિનામાં રશિયાએ યુક્રેનના ઘણા મોટા શહેરોને તબાહ કર્યા છે. લાખો લોકોને પોતાનો દેશ છોડીને અન્ય દેશોમાં સ્થળાંતર કરવાની ફરજ પડી છે. હવે સેટેલાઇટ ઇમેજ પરથી માહિતી સામે આવી રહી છે કે રશિયાએ આ યુદ્ધમાં ડોલ્ફિનને મેદાને ઉતારી છે. રશિયાએ કાળો સમુદ્રના નેવલ મિલિટરી બેઝ પર ટ્રેન્ડ મિલિટરી ડોલ્ફિન તૈનાત કરી છે. આ તસવીર પછી
10:26 AM Apr 29, 2022 IST | Vipul Pandya
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા બે મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ 2 મહિનામાં રશિયાએ યુક્રેનના ઘણા મોટા શહેરોને તબાહ કર્યા છે. લાખો લોકોને પોતાનો દેશ છોડીને અન્ય દેશોમાં સ્થળાંતર કરવાની ફરજ પડી છે. હવે સેટેલાઇટ ઇમેજ પરથી માહિતી સામે આવી રહી છે કે રશિયાએ આ યુદ્ધમાં ડોલ્ફિનને મેદાને ઉતારી છે. 
રશિયાએ કાળો સમુદ્રના નેવલ મિલિટરી બેઝ પર ટ્રેન્ડ મિલિટરી ડોલ્ફિન તૈનાત કરી છે. આ તસવીર પછી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે રશિયા નૌકાદળના કાફલા પર પાણીની અંદરના હુમલાને રોકવા માટે ડોલ્ફિનનો ઉપયોગ કરી રહ્યું છે.
યુએસ નેવલ ઇન્સ્ટિટ્યૂટ (USNI)એ સેટેલાઇટ ઇમેજની તપાસ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે ફેબ્રુઆરીમાં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે બે ડોલ્ફિનને સૈન્ય મથક પર લઈ જવામાં આવી હતી. લશ્કરી કાર્ય માટે ડોલ્ફિનને તાલીમ આપવાનો લાંબો ઇતિહાસ છે. રશિયા આ ડોલ્ફિનનો ઉપયોગ સમુદ્રની નીચે વસ્તુઓ શોધવા અને દુશ્મન  શોધવા માટે કરે છે.
જે જગ્યા પરથી આ તસવીર મળી છે તેનું નામ સેવાસ્તોપોલ બંદર છે અને તે રશિયન સેના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બંદર ક્રિમીઆના દક્ષિણમાં આવેલું છે. ઘણા રશિયન જહાજો અહીં રાખવામાં આવી રહ્યા છે. સેનાઓ માટે અહીં કેમ્પ લગાવવાનું સૌથી મોટું કારણ એ છે કે આ બંદર દુશ્મન મિસાઇલની રેન્જથી બહાર છે.  તેમના પર પાણીની અંદરથી હુમલો થવાનો ભય હંમેશા રહે છે. તેથી જ રશિયાએ સેવાસ્તોપોલ પાસેના એક્વેરિયમમાં ડોલ્ફિનને અહીં પાણીની અંદરના હુમલાથી સાવધાન રહેવા તાલીમ આપી છે. સંરક્ષણ વિશ્લેષકે આ મામલે ટ્વિટ કરી જાણકારી પણ આપી છે.

 

Tags :
BlackSeaNavalBaseDolphinGujaratFirstrussiarussiaukrainewarukrainewar
Next Article