Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું MC Stan ખરેખર હીરાની ચેન પહેરે છે? ફરાહ ખાને ખોલી દીધો રાઝ

ફેમસ રેપર એમસી સ્ટેન (MC Stan) બિગ બોસ 16 ( Bigg Boss 16)ના વિજેતા બની ગયા છે. તેણે શોના ફિનાલેમાં શિવ ઠાકરે (shiv thakare)ને હરાવીને ટ્રોફી જીતી હતી. રેપરે 19 અઠવાડિયા સુધી ઘરે રહીને દર્શકોનું મનોરંજન કર્યું. આ શોમાં સ્ટેન ઘણીવાર મોંઘા કપડા, જૂતા અને હીરાની ચેન પહેરેલો જોવા મળ્યો હતો. તેને જોઈને લોકોના મનમાં એક જ સવાલ ઉઠતો કે શું તે ખરેખર ડાયમંડ ચેઈન પહેરે છે? હવે ફિલ્મ નિર્દેશક અને કોરિયોગ્રાફર ફરાહ ખાને (Far
શું mc stan ખરેખર હીરાની ચેન પહેરે છે  ફરાહ ખાને ખોલી દીધો રાઝ
ફેમસ રેપર એમસી સ્ટેન (MC Stan) બિગ બોસ 16 ( Bigg Boss 16)ના વિજેતા બની ગયા છે. તેણે શોના ફિનાલેમાં શિવ ઠાકરે (shiv thakare)ને હરાવીને ટ્રોફી જીતી હતી. રેપરે 19 અઠવાડિયા સુધી ઘરે રહીને દર્શકોનું મનોરંજન કર્યું. આ શોમાં સ્ટેન ઘણીવાર મોંઘા કપડા, જૂતા અને હીરાની ચેન પહેરેલો જોવા મળ્યો હતો. તેને જોઈને લોકોના મનમાં એક જ સવાલ ઉઠતો કે શું તે ખરેખર ડાયમંડ ચેઈન પહેરે છે? હવે ફિલ્મ નિર્દેશક અને કોરિયોગ્રાફર ફરાહ ખાને (Farah Khan) આ રહસ્યનો પર્દાફાશ કર્યો છે.હકીકતમાં, તાજેતરમાં જ બિગ બોસ શોના અંત પછી, ફરાહ ખાને સિઝન 16 ના ઘરના સભ્યોને પાર્ટી આપી હતી. તેમની પાર્ટીમાં અબ્દુ રોજિક (abdu rozik), સાજિદ ખાન (sajid khan), શિવ ઠાકરે, અર્ચના ગૌતમ, નિમૃત, શાલીન અને એમસી સ્ટેન સામેલ થયા હતા. ફરાહે તમામ સ્પર્ધકો સાથે ફોટા પણ શેર કર્યા છે. આ એપિસોડમાં તેણે એમસી સ્ટેનનો ફોટો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. પોસ્ટની સાથે તેણે ખુલાસો કર્યો કે સ્ટેન જે ચેન પહેરે છે તે અસલી છે. ફોટો શેર કરતા ફરાહે લખ્યું કે, "મેં ચેક કર્યું છે કે, હીરા વાસ્તવિક છે, એમસી સ્ટેનની જેમ."

Advertisement



જો કે, બિગ બોસ 16 ના વિજેતા બનવા પર, એમસી સ્ટેનને ટ્રોફી સાથે વધુ વસ્તુઓ મળી. તેને 31 લાખ 80 હજાર રૂપિયાનું રોકડ ઇનામ અને હ્યુન્ડાઇ ગ્રાન્ડ i10 Nios કાર પણ આપવામાં આવી છે. જણાવી દઈએ કે બિગ બોસના ફિનાલેમાં પાંચ સ્પર્ધકો શિવ, સ્ટેન, પ્રિયંકા, અર્ચના અને શાલીન યોગ્ય સ્થાન બનાવવામાં સફળ રહ્યા હતા. આ પછી શાલીન અને અર્ચનાને ઘરમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા. જ્યારે, પ્રિયંકા ટોપ ત્રણમાં સ્થાન મેળવવામાં સફળ રહી, પરંતુ તે શો જીતી શકી નહીં.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.