Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું તમે ચહેરા પરથી બ્લેકહેડ્સને દૂર કરવા માંગો છો? તો અજમાવો આ 5 રીત......

 સામાન્ય઼  રીતે કોઈપણની ઈચ્છા હોય કે તેનો ચહેરો સાફ, બેદાગ અને સુંદર દેખાય઼.પરંતુ ક્યારેક ખીલ તો ક્યારેક બ્લેકહેડ્સ  જે ચહેરાની સુંદરતા પર દાગ લગાવી દે છે. આજકાલ તો પ્રદૂષણ પણ એટલું વધારે હોય છે.  ત્વચા પર વારંવાર બ્લેકહેડ્સ થતા હોય તો તેને ક્લિનઅપ કરીને દૂર કરાવવું પડે છે. જો કે થોડા દિવસોમાં બ્લેકહેડ્સ ફરીથી દેખાવા લાગે છે.  તો આવામાં કેટલાક ઘરગથ્થુ ઉપાય તમને કામ આવી શકે છે. ઈંડા
શું  તમે ચહેરા પરથી બ્લેકહેડ્સને દૂર  કરવા માંગો  છો    તો અજમાવો આ   5 રીત
 સામાન્ય઼  રીતે કોઈપણની ઈચ્છા હોય કે તેનો ચહેરો સાફ, બેદાગ અને સુંદર દેખાય઼.પરંતુ ક્યારેક ખીલ તો ક્યારેક બ્લેકહેડ્સ  જે ચહેરાની સુંદરતા પર દાગ લગાવી દે છે. આજકાલ તો પ્રદૂષણ પણ એટલું વધારે હોય છે.  ત્વચા પર વારંવાર બ્લેકહેડ્સ થતા હોય તો તેને ક્લિનઅપ કરીને દૂર કરાવવું પડે છે. જો કે થોડા દિવસોમાં બ્લેકહેડ્સ ફરીથી દેખાવા લાગે છે.  તો આવામાં કેટલાક ઘરગથ્થુ ઉપાય તમને કામ આવી શકે છે. 
ઈંડા
બ્લેકહેડ્સને દૂર કરવા માટે ઈંડાનો સફેદ ભાગ ઉપયોગી સાબિત થાય છે. જેના  માટે એક ઈંડાનો  સફેદ ભાગ લઈ અને મધ સાથે ચહેરા પર લગાવો. તે ડ્રાય થઈ જાય એટલે  તરત જ  હુંફાળા પાણીથી તેને સાફ કરી લો. સપ્તાહમાં બે વખત આ પ્રયોગ કરવાથી બ્લેકહેડ્સ થતા બંધ થઈ જશે. તેમજ આ માસ્કથી ચહેરા પર નિખાર પણ આવશે.
તજ
એક ચમચી તજના પાવડરમાં લીંબૂનો રસ ઉમેરી પેસ્ટ બનાવો. તેને બ્લેકહેડ્સવાળા ભાગ પર લગાવો અને 20 મિનિટ બાદ પાણીથી સાફ કરી લો. લીંબૂમાં એંટીબેક્ટીરિયલ ગુણ હોય છે જે બ્લેકહેડ્સ અને વાઈટહેડ્સને  દૂર કરે છે. જેનાથી ખીલ પણ મટી જાય છે. આ માસ્કને સપ્તાહમાં 3-4 વખત લગાવવું. 

એલોવેરા
એલોવેરા ત્વચા માટે લાભકારી છે. તેનાથી ખીલ, બ્લેકહેડ્સ દૂર થાય છે. તે ત્વચાના રોમછિદ્રોને સાફ કરે છે અને ત્વચાની ગંદકી દૂર થાય છે. એલોવેરાના ગરને કાઢી અને 10 મિનિટ માટે ચહેરા પર લગાવો. 
હળદર
હળદર ત્વચા માટે વરદાન છે. એક ચમચી હળદરના પાવડરમાં 2 ચમચી ફુદીનાનો રસ ઉમેરી પેસ્ટ તૈયાર કરો. તેને ચહેરા પર તે ભાગમાં લગાવો જ્યાં બ્લેકહેડ્સ હોય. 15 મિનિટ પછી હુંફાળા પાણીથી તેને સાફ કરો. 
Advertisement
Tags :
Advertisement

.