Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અખાત્રીજ પર શું તમારે સસ્તું સોનું ખરીદવું છે ? આ કંપનીઓ આપી રહી છે બમ્પર ઑફર...

હિન્દુ ધર્મમાં અખાત્રીજનું ખુબ જ શુભ મુહુર્ત માનવામાં આવે છે આ દિવસે સોના-ચાંદીની કોઈ વસ્તુ ખરીદવાની પરંપરા છે. માનવામાં આવે છે કે આ દિવસે સોનું અને ચાંદી ખરીદવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.આવનાર દિવસોમાં  લગ્નની  સિઝનની પણ શરુ  થશે.ત્યારે આજે મોટાભાગના લોકો  ખરીદી કરતા હોય છે.જોકે છેલ્લા ઘણા સમયથી સોનાના ભાવમાં ધરખમ વધારો થતાં ખરીદીના પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.આ દિવ
અખાત્રીજ પર શું તમારે સસ્તું સોનું ખરીદવું છે   આ કંપનીઓ આપી રહી છે બમ્પર ઑફર
હિન્દુ ધર્મમાં અખાત્રીજનું ખુબ જ શુભ મુહુર્ત માનવામાં આવે છે આ દિવસે સોના-ચાંદીની કોઈ વસ્તુ ખરીદવાની પરંપરા છે. માનવામાં આવે છે કે આ દિવસે સોનું અને ચાંદી ખરીદવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.આવનાર દિવસોમાં  લગ્નની  સિઝનની પણ શરુ  થશે.ત્યારે આજે મોટાભાગના લોકો  ખરીદી કરતા હોય છે.જોકે છેલ્લા ઘણા સમયથી સોનાના ભાવમાં ધરખમ વધારો થતાં ખરીદીના પ્રમાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.આ દિવસે સોના-ચાંદી સહિત કપડા, ગાડી વગેરેની ખરીદી શુભ માનવામાં આવે છે. આ દિવસે જો કોઈ ધાર્મિક કાર્ય કરવામાં આવે તો તે ફળદાયી નિવડે છે. એવું પણ મનવામાં આવે છે કે,  અખાત્રીજના દિવસે દાન કરવાથી સુખ-સંપત્તિ વધે છે. 
 આજે લોકો  માત્ર  સોનાની જ  ખરીદી નથી કરતા  તેઓ  ઈલેક્ટ્રીક  વસ્તુઓ જેવી કે  ટીવી, સ્માર્ટફોન ખરીદતા  હોય છે . ત્યારે ઘણી  મોટી કંપનીઓ  આ દિવસે  વેચાણ વધારવા  માટે  ડિસ્કાઉન્ટની જાહેરાત પણ  કરતી હોય છે. તો આજે  અમે તમને જણાવીશું  કે સેલ પ્રોડક્ટ પર કઈ કંપની કેટલું ડિસ્કાઉન્ટ આપી  રહી છે . 
વિજય સેલ્સમાં ખરીદી  પર 60% ડિસ્કાઉન્ટ
અખાત્રીજએ માત્ર સોનાના આભૂષણો ખરીદવાની શ્રેષ્ઠ તક નથી, પરંતુ તમે ઇલેક્ટ્રોનિક ઉત્પાદનોમાં પણ રોકાણ કરી શકો છો.વિજય  સેલ્સના વિવિધ ઉત્પાદનો પર તમને  60% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.  જેમાં  તમે એસી, કુલર, વોટર પ્યુરીફાયર, વોશિંગ મશીન, એલઈડી ટીવી, સ્માર્ટવોચ, ફોન, બ્લૂટૂથ સહિતના તમામ ગેજેટ્સ પર પણ સારું સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.
SBI ક્રેડિટ કાર્ડ વડે ખરીદી પર ડિસ્કાઉન્ટ
SBI એ આજે ​​તેની ક્રેડિટ કાર્ડ વડે કરેલી ખરીદી પર વિશેષ ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. જ્યારે તમે Caratlane, Kalyan Jewellers, Joylux, CS Jewellers, Khemji Jewellers, Aura અને Senco જેવી જ્વેલરી બ્રાન્ડ્સમાંથી ખરીદી કરશો ત્યારે SBI કાર્ડ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.ગ્રાહકોને મેકિંગ ચાર્જ પર ઘણું  ડિસ્કાઉન્ટ  આપવામાં  આવી રહ્યું છે .
જ્વેલરીની  આ બ્રાન્ડ્સ પર   ડિસ્કાઉન્ટ 
અખાત્રીજે આ જ્વેલરી બ્રાન્ડ ગ્રાહકોને સોના અને હીરાની ખરીદી  પર 20 ટકા ડિસ્કાઉન્ટની ઓફર કરી રહી છે . જયારે સોનાના સિક્કા પર પણ 5% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ઓફર 4 મે સુધી ચાલશે.
કેરેટલેન: તનિષ્કની પાર્ટનર બ્રાન્ડ કેરેટલેન પણ ડાયમંડ પર 20% સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. SBI ક્રેડિટ કાર્ડ યુઝર્સને વધારાનું 5% ડિસ્કાઉન્ટ પણ મળશે. 
માલાબાર : આ બ્રાન્ડ 25 હજારની કિંમતની સોનાની જ્વેલરી ખરીદવા પર 1 સોનાનો સિક્કો આપી રહી છે, જ્યારે તમે 25 હજારની હીરાની જ્વેલરી ખરીદો છો તો 2 સોનાના સિક્કા આપવામાં આવશે.
કલ્યાણ જ્વેલર્સ: ડાયમંડ જ્વેલરી પર શૂન્ય મેકિંગ ચાર્જ  તેમજ  ક્રેડિટ કાર્ડ પેમેન્ટ પર વધારાનું 5% ડિસ્કાઉન્ટ પણ મળશે. આ  ડિસ્કાઉન્ટ 5 મે સુધી ચાલુ રહેશે.

એમેઝોન પર 55 ટકા ડિસ્કાઉન્ટ
ભારતની સૌથી  મોટી ઈ-કોમર્સ કંપની એમેઝોન  કંપની  સોનાની  ખરીદી પર 55 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. જેમાં તમને બ્રેસલેટ, એરિંગ્સ, નેકલેસ વગેરે  જેવી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે.
ફોન-પે કેશબેક આપી રહી છે
ડિજિટલ પેમેન્ટ કંપની ફોન-પે પણ સોનું ખરીદનારાઓને કેશબેક આપી રહી છે. ગ્રાહકો 24 કેરેટ સોનું અથવા સિક્કા ખરીદવા પર 2,500 રૂપિયા સુધીનું કેશબેક મેળવી શકે છે. ચાંદીના સિક્કા ખરીદનારાઓને 250નું કેશબેક આપવામાં આવશે. આ ઓફર 3જી મે સુધી ચાલુ રહેશે .
Advertisement
Tags :
Advertisement

.