શું તમારે ઈન્ટરનેટનો ડેટા જલદી પૂરો થઈ જાય છે ? માત્ર આટલું કરો અને લાંબા સમય સુધી માણો નેટનો આનંદ
ટેલિકોમ ઓપરેટર્સ હાલમાં અનલિમિટેડ ડેટા પ્લાન ઓફર
કરી રહ્યા છે, જો કે તેમાં પણ કેટલીક શરતો હોય છે. દેશની જાણીતી
ટેલિકોમ કંપનીઓ Airtel,
Jio અને Vodafone Idea આવા ઘણા પ્રીપેડ પ્લાન ઓફર કરે છે, જેમાં
યુઝર્સને આખો દિવસ ઉપયોગ કરવા માટે પૂરતો ડેટા મળે છે. આ ઉપરાંત આવા ઘણા પોસ્ટપેડ
પ્લાન પણ છે, જેમાં યોગ્ય ડેટા ઓફર કરવામાં આવે છે. પરંતુ આમાં
એક લિમિટ હોય છે અને તે લિમિટ પછી સર્વિસ પ્રોવાઈડરની ફેર યુસેજ પોલિસી (FUP) હેઠળ
ઈન્ટરનેટની સ્પીડ ઘણી ઓછી થઈ જાય છે. હવે સ્લો સ્પીડ ઈન્ટરનેટ સાથે સ્માર્ટફોનનો
ઉપયોગ કરવો ખૂબ જ મુશ્કેલીભર્યો હોય છે.
પરંતુ તમારે આ અંગે ચિંતા કરવાની જરૂર નથી,
આજે અમે તમને અહીં એવી રીતો વિશે જણાવી રહ્યા છીએ જેના દ્વારા તમે
તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર તમારા ડેટાના વપરાશને ટ્રેક કરી શકશો. આ સાથે તમે
તમારા નેટવર્ક પ્રોવાઇડર દ્વારા ઓફર કરવામાં આવતા રિચાર્જ પ્લાન પર પણ એક નજર નાખી
શકો છો. તમારે
તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર ડેટા વપરાશની લિમિટ સેટ કરવી પડશે. આ માટે નીચે
આપેલા સ્ટેપ્સને અનુસરો.
- સૌ પ્રથમ તમારે ફોનના સેટિંગ્સમાં જવું પડશે. પછી
નેટવર્ક/સિમ/ઇન્ટરનેટ સર્ચ કરવાનું રહેશે.
- તમારી પસંદગીના સબ મેનૂ પર જલ્દી
પહોંચવા માટે તમે સેટિંગ્સ મેનૂમાં ડેટા/ડેટા સેવર પણ ટાઇપ કરી શકો છો.
- ઇન્ટરનેટ હેઠળ સર્વિસ પ્રોવાઇડરના નામની બાજુમાં આગળ સેટિંગ આઇકોન પર
ટેપ કરો.
- નીચે સ્ક્રોલ કરો અને ડેટા વોર્નિંગ અને લિમિટ પસંદ કરો.
- મોબાઇલ ડેટા યૂસેઝ સાઇકલ પર ટેપ કરો અને તમે તમારું ડેટા યુઝ સાઇકલ
સેટ કરી શકશો.
- ડેટા લિમિટ દાખલ કરવા માટે સેટ ડેટા લિમિટ ઓપ્શન પર ટેપ કરો.
ડેટા સેવર મોડનો ઉપયોગ કેવી રીતે કરવો?
આ રીતે તમે બેકગ્રાઉન્ડમાં ચાલતી એપ્સને ડેટાનો ઉપયોગ કરતા અટકાવી
શકો છો. તમે મેન્યુઅલી પસંદ કરી શકો છો કે તમે કઈ એપ્સને અટકાવવા માંગો છો અને
કોને ડેટા સેવર મોડ ચાલુ હોય ત્યારે પણ ડેટા વપરાશની મંજૂરી આપવી છે. આ
માટે તમારે સેટિંગ્સમાં જઈને નેટવર્ક/સિમ/ઈન્ટરનેટ સર્ચ કરવું પડશે. હવે
ડેટા સેવર શોધો અને તેને ઓન કરો.