Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું તમને યાદ છે કપિલ દેવની તે ધમાકેદાર ઈનિંગ? ટીમે પહેલીવાર જીત્યો હતો ODI વર્લ્ડ કપ

કપિલ દેવની કપ્તાની હેઠળ 1983ના વર્લ્ડ કપની જીતે ભારતમાં ક્રિકેટની રમતને નવો માર્ગ આપ્યો હતો. ભારતીય ટીમે કપિલ દેવની કપ્તાનીમાં 1983માં પહેલીવાર ODI વર્લ્ડ ટાઈટલ જીતીને દુનિયાને ચોંકાવી દીધી હતી. તે સમયે 24 વર્ષીય યુવા ખેલાડી કપિલ દેવે ઈંગ્લેન્ડમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. ક્રિકેટ કોરિડોરમાં કપિલ દેવની એક અલગ જ ઇમેજ છે. તેમણે પોતાના જમાનામાં એવા પરાક્રમ કર્યા, જેના કારણે આજà«
શું તમને યાદ છે કપિલ દેવની તે ધમાકેદાર ઈનિંગ  ટીમે પહેલીવાર જીત્યો હતો odi વર્લ્ડ કપ
કપિલ દેવની કપ્તાની હેઠળ 1983ના વર્લ્ડ કપની જીતે ભારતમાં ક્રિકેટની રમતને નવો માર્ગ આપ્યો હતો. ભારતીય ટીમે કપિલ દેવની કપ્તાનીમાં 1983માં પહેલીવાર ODI વર્લ્ડ ટાઈટલ જીતીને દુનિયાને ચોંકાવી દીધી હતી. તે સમયે 24 વર્ષીય યુવા ખેલાડી કપિલ દેવે ઈંગ્લેન્ડમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. 
ક્રિકેટ કોરિડોરમાં કપિલ દેવની એક અલગ જ ઇમેજ છે. તેમણે પોતાના જમાનામાં એવા પરાક્રમ કર્યા, જેના કારણે આજે તેમનું નામ ગર્વથી લેવામાં આવે છે. વળી, આ દિવસે એટલે કે 18 જૂને, તેમણે ઇંગ્લેન્ડમાં એક રેકોર્ડ બનાવ્યો હતો જેણે ક્રિકેટ જગતમાં ભારતીય ખેલાડીઓનું ભાગ્ય સંપૂર્ણપણે બદલી નાખ્યું. 39 વર્ષ પહેલા કપિલ દેવ ODIમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા હતા. 39 વર્ષ પહેલા કોઈને આશા નહોતી કે ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ જેવી દિગ્ગજ ટીમો સામે વર્લ્ડ કપનો ખિતાબ જીતી શકશે. પરંતુ આ અશક્યને કપિલ પાજીએ શક્ય કરી બતાવ્યું હતું. 
કપિલ દેવે ભારતીય ટીમને વર્લ્ડ કપમાં અપાવવામાં માત્ર બોલથી જ નહીં પરંતુ બેટથી પણ ઐતિહાસિક યોગદાન આપ્યું હતું. 18 જૂન 1983ના રોજ કપિલ દેવે ઝિમ્બાબ્વે સામે કરો યા મરો મેચમાં 175 રન બનાવ્યા હતા. તે સમયે ODI ફોર્મેટમાં કોઈપણ બેટ્સમેનની આ સૌથી મોટી ઈનિંગ હતી. 
Advertisement

એ દિવસોમાં ક્રિકેટ જગતમાં એક નામ ધૂમ મચાવી રહ્યું હતું, કપિલ દેવ. આ નામે ટીમ ઈન્ડિયાને ક્રિકેટ કોરિડોરમાં એક નવી ઓળખ આપી હતી. વર્ષ 1983માં તેમણે ટીમ ઈન્ડિયાને ODI વર્લ્ડ કપનો ખિતાબ અપાવીને દુનિયાને ચોંકાવી દીધી હતી. તે સમયે 24 વર્ષીય યુવા ખેલાડી કપિલ દેવે ઈંગ્લેન્ડમાં ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું.
ઝિમ્બાબ્વેએ ભારત સામેની મેચ પહેલા ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને હરાવીને સનસનાટી મચાવી દીધી હતી. આ મેચમાં કપિલ દેવે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેપ્ટનનો આ નિર્ણય યોગ્ય સાબિત થયો ન હતો અને ભારતીય ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. મેચના બીજા બોલ પર સુનીલ ગાવસ્કર ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયા હતા.
બીજા ઓપનર કે.શ્રીકાંત 13 બોલનો સામનો કરવા છતાં શૂન્ય પર આઉટ થઇ ગયા હતા. આ પછી ત્રીજા નંબરે ઉતરેલા મોહિન્દર અમરનાથ, સંદીપ પાટીલ 1 અને યશપાલ શર્મા નવ રન બનાવીને આઉટ થયા હતા. ભારતના પાંચ મહત્વના ખેલાડીઓ માત્ર 17 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. એવું લાગી રહ્યું હતું કે, ઝિમ્બાબ્વેની ટીમ ઓસ્ટ્રેલિયા બાદ ભારતને હરાવશે.
Tags :
Advertisement

.