શું તમે QR Codeથી Payments કરો છો ? તો તમારા માટે મહત્વની માહિતી
આજનો જમાનો ટેકનોલોજી અને ઈન્ટરનેટનો છે. હવે તમે દરેક
કામ મોબાઈલ દ્વારા ઓનલાઈન ઘરે બેઠા કરી શકો છો. આજની આ ડિજિટલ દુનિયામાં આપણા
મોટાભાગના કામ ઑનલાઈન થઈ જાય છે. આજના સમયમાં તો લોકોએ પોતાના ખીસ્સામાં કેશ
રાખવાનું પણ બંધ કરી દીધું છે કારણ કે ઑનલાઈન પેમેન્ટ ઘણું વધારે લોકપ્રિય થઈ ગયું
છે. પેટીએમ અને ગૂગલ પે જેવા તમામ એપ્સથી તમે ક્યાંય પણ સ્માર્ટફોનથી ફક્ત એક
ક્યૂઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ્સ કરી શકો છો. પણ શું તમને ખબર છે કે આ રીતે કોડ
સ્કેન કરીને પેમેન્ટ્સ કરતી વખતે તમે પૈસા પણ ગુમાવી શકો છો? આજે અમે તમને કેટલીક એવી જરૂરી વાતો
જણાવવા જઈ રહ્યા છીએ જેનું ધ્યાન તમારે ક્યૂઆર કોડ સ્કેન કરતી વખતે રાખવું જોઈએ…
- ક્યૂઆર
કોડથી સ્કેન કરીને પેમેન્ટ્સ કરતી વખતે ઘણીવાર તમને કોડ્સ કોઈ બીજી વેબસાઈટ પર લઈ
જાય છે. આ વેબસાઈટ્સ પર કંઈ કરતા પહેલા યૂઆરએલ જરૂર વાંચો કારણ કે સ્કેમ્સને આ
પ્રકારની રીતોથી અંજામ આપવામાં આવે છે.
- જો
ક્યારેય ક્યૂઆર કોડ સ્કેન કરવા પર તમને કોઈ એપને ડાઉનલોડ કરવાની લિંક પર લઈ જવામાં
આવે છે, તો સાવધાન રહો અને એપ સ્ટોર કે ગૂગલ
પ્લે સ્ટોર ઉપરાંત ક્યાંયથી પણ કોઈ એપ ડાઉનલોડ ન કરો.
- ઘણીવાર
હેકર્સ તમારા મેઈલમાં પણ ક્યૂઆર કોડ્સ મોકલે છે કે જો પેમેન્ટ ફેલ થઈ ગયું છે તો
અહીંથી પુરૂં કરો. આ રીતે મેઈલથી બચો અને તેમાં આવેલા ક્યૂઆર કોડ્સને સ્કેન ન કરો.
- જો તમે
ક્યાંક ક્યૂઆર કોડથી પેમેન્ટ કરી રહ્યા છો, ખાસકરીને
કોઈ કૈફે કે રેસ્ટોરન્ટમાં, તો આ
વાતનું ધ્યાન રાખો કે સ્કેન કરવા પર ક્યૂઆર કોડ તમને ફક્ત તમારા પેમેન્ટ્સ એપ પર જ
લઈ જાઓ.
- ક્યાંય
પણ ક્યૂઆર કોડથી સ્કેન કરતા પહેલા એકવાર ચેક કરી લો કારણ કે ઘણીવાર હેકર્સ ક્યૂઆર
કોડ પર એક ટ્રાન્સપરન્ટ પટ્ટી લગાવી દે છે જે વગર ધ્યાન આપે દેખાતું નથી અને તમારા
માટે ઘણું નુકસાનદાયક સાબિત થઈ શકે છે.