શું તમે જાણો છો કે ભારતમાં લાઉડસ્પીકર અંગે કેવા નિયમો છે? ઉલ્લંઘન કરવા પર શું સજા થઇ શકે?
દેશભરમાં છેલ્લા થોડા સમયથી લાઉડસ્પીકરને લઇને વિવાદ શરુ થયો છે. જેન શરુઆત મહારાષ્ટ્રથી થઇ છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ થોડા દિવસો પહેલા એક જાહેર કાર્યક્રમમાં મહારાષ્ટ્ર સરકારને અલ્ટીમેટ આપ્યું હતું કે રાજ્યની મસ્જિદો પર લાગેલા તમામ લાઉડસ્પીકર ઉતારી લેવામાં આવે. ત્યારથી શરુ થયેલો આ વિવાદ આગળને આગળ વધી રહ્યો છે. મહારાષ્ટ્રથી નિકળીને તે હવે અન્ય રાજ્યોમાં
દેશભરમાં છેલ્લા થોડા સમયથી લાઉડસ્પીકરને લઇને વિવાદ શરુ થયો છે. જેન શરુઆત મહારાષ્ટ્રથી થઇ છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ થોડા દિવસો પહેલા એક જાહેર કાર્યક્રમમાં મહારાષ્ટ્ર સરકારને અલ્ટીમેટ આપ્યું હતું કે રાજ્યની મસ્જિદો પર લાગેલા તમામ લાઉડસ્પીકર ઉતારી લેવામાં આવે. ત્યારથી શરુ થયેલો આ વિવાદ આગળને આગળ વધી રહ્યો છે. મહારાષ્ટ્રથી નિકળીને તે હવે અન્ય રાજ્યોમાં પણ પહોંચ્યો છે. જ્યાં પણ આ પ્રકારની માગ ઉઠી રહી છે.
આ સિવાય તો મહારાષ્ટષ્ટ્રમાં તો હવે મસ્જિદો પર વાગતી અજાનના વિરોધમાં હનુમાન ચાલીસા વગાડવામાં આવી રહી છે. મંદિરો પર લગાવવા માટે લાઉડસ્પીકરનું મફતમાં વિતરણ પણ થઇ રહ્યું છે. મહારાષ્ટ્રમાંથી નીકળેલી આ આગ ધીરે ધીરે બાકીના રાજ્યોમાં પણ પહોંચી ગઈ. કર્ણાટક, ઉત્તર પ્રદેશ, ગોવા, બિહાર સહિત ઘણા રાજ્યોમાં હિન્દુ સંગઠનો અને ભાજપે લાઉડસ્પીકરનો ઉપયોગ બંધ કરવાનું કહ્યું છે. યુપીના વારાણસીમાં કાશી વિશ્વનાથ જ્ઞાનવાપી મુક્તિ ચળવળના અધ્યક્ષ સુધીર સિંહે પોતાના ઘરે લાઉડસ્પીકર લગાવ્યું છે. તેમનું કહેવું છે કે અજાનના સમયે તેમાંથી હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવશે.
ત્યારે સવાલ એ છે કે શું મંદિરો કે મસ્જિદોમાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકાય? આ અંગે કાયદો શું કહે છે? લાઉડસ્પીકરનો ઉપયોગ પ્રતિબંધિત નથી, પરંતુ તેના ઉપયોગ અંગે કેટલીક શરતો છે. લાઉડસ્પીકરના ઉપયોગ અંગે બંધારણમાં ધ્વનિ પ્રદૂષણ (નિયમન અને નિયંત્રણ) કાયદો- 2000 અંતર્ગત વિવિધ જોગવાઈ કરવામાં આવી છે.
ધ્વનિ પ્રદૂષણ કાયદામાં શું છે?
- સાર્વજનિક સ્થળો પર લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવા માટે પહેલેથી જ પ્રશાસન પાસેથી લેખિતમાં પરવાનગી લેવી જરૂરી છે.
- રાત્રે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી લાઉડસ્પીકર અથવા તો કોઈપણ ઈન્સ્ટ્રુમેન્ટ વગાડવા ઉપર પ્રતિબંધ છે. જો કે ઓડિટોરિયમ, કોન્ફરન્સ હોલ, કોમ્યુનિટી અને બેન્ક્વેટ હોલ જેવા બંધ સ્થળોએ વગાડી શકાય છે.
- રાજ્ય સરકાર ઇચ્છે તો કેટલાક પ્રસંગો માટે છૂટ આપી શકે છે. રાજ્ય સરકાર રાત્રે કોઈપણ સંસ્થા કે ધાર્મિક કાર્યક્રમ માટે 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડવાની પરવાનગી આપી શકે છે. જો કે આવી પરવાનગી વર્ષમાં 15 દિવસ માટે જ આપી શકાય છે.
- રાજ્ય સરકાર હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થા, વ્યાપારિક સંસ્થાની આસપાસ સાયલેન્ટ ઝોન બનાવી શકે છે. જેની આસપાસ 100 મીટરના ક્ષેત્રમાં લાઉડસ્પીકર ના વગાડી શકાય.
લાઉડસ્પીકરનો અવાજ ક્યાં કેટલો હોવો જોઇએ?
- રહેણાંક વિસ્તાર: સવારે 6:00 થી રાત્રે 10:00 સુધી 55 ડેસિબલ
- રહેણાંક વિસ્તાર: રાત્રે 10:00 થી સવારે 6:00 સુધી 45 ડેસિબલ
- વ્યાપારિક એરિયા: સવારે 6:00 થી રાત્રે 10:00 સુધી 65 ડેસિબલ
- વ્યાપારિક વિસ્તાર: રાત્રે 10:00 થી સવારે 6:00 સુધી 55 ડેસિબલ
- શાંત ક્ષેત્ર: સવારે 6:00 થી રાત્રે 10:00 વાગ્યા સુધી 50 ડેસિબલ
- શાંત ક્ષેત્ર: રાત્રે 10:00 વાગ્યાથી સવારે 6:00 સુધી 40 ડેસિબલ
- ઔદ્યોગિક વિસ્તાર: સવારે 6:00 થી રાત્રે 10:00 સુધી 75 ડેસિબલ
- ઔદ્યોગિક વિસ્તાર: રાત્રે 10:00 થી સવારે 6:00 સુધી 70 ડેસિબલ
જો આ નિયમ તૂટ્યા તો?
આ નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ જેલ અને દંડ બંનેની સજાને પાત્ર છે. પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ-1986માં આ માટેની જોગવાઈ છે. જે અંતર્ગત આ નિયમોનું ઉલ્લંઘન કરવા પર 5 વર્ષની જેલ અને 1 લાખ રૂપિયા સુધીના દંડની સજા થઈ શકે છે.
લાઉડસ્પીકરના ઉપયોગ અંગે કોર્ટના મહત્વના ચુકાદા
ઓક્ટોબર 2005: 28 ઓક્ટોબર 2005ના રોજ સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો. જે મુજબ રાજ્ય સરકાર વર્ષમાં માત્ર 15 દિવસ ધાર્મિક અથવા તહેવારોના પ્રસંગોએ રાત્રે 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર અથવા અન્ય યંત્ર વગાડવાની મંજૂરી આપી શકે છે.
ઓગસ્ટ 2016: બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે લાઉડસ્પીકરનો ઉપયોગ કોઈનો મૂળભૂત અધિકાર નથી. કોર્ટે કહ્યું કે કોઈ પણ ધર્મ બંધારણની કલમ 25નો ઉલ્લેખ કરીને લાઉડસ્પીકરનો ઉપયોગ કરવો એ મૂળભૂત અધિકાર છે એવું ના કહી શકે.
જૂન 2018: ઉત્તરાખંડ હાઈકોર્ટે લાઉડસ્પીકર માટે 5 ડેસિબલની મર્યાદા નક્કી કરી નાંખી. જેવાની વાત એ છે કે પિન પડવાનો અને વ્યક્તિના શ્વાસ લેવાનો અવાજ 10 ડેસિબલ હોય છે. હાઈકોર્ટે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા લેખિત પરવાનગી વિના લાઉડસ્પીકર નહીં વગાડી શકે. હાઈકોર્ટે મંદિરો, મસ્જિદો અને ગુરુદ્વારામાં લાઉડસ્પીકરના ઉપયોગ માટે પણ પરવાનગી લેવી પણ ફરજિયાત કરી હતી.
જુલાઈ 2019: પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે જાહેર સ્થળોએ લાઉડસ્પીકર અથવા કોઈપણ ધ્વનિ યંત્રના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો. કોર્ટે કહ્યું કે કોઈપણ વ્યક્તિ કે સંસ્થા પરવાનગી વિના લાઉડસ્પીકર વગાડી શકે નહીં, પછી તે મંદિર હોય, મસ્જિદ હોય કે ગુરુદ્વારા.
મે 2020: 15 મે 2020ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટે ચુકાદો આપ્યો કે લાઉડસ્પીકરનો ઉપયોગ કર્યા વિના મસ્જિદમાં અઝાન કરી શકાય છે. હાઈકોર્ટે કહ્યું કે અઝાન ઈસ્લામનો ભાગ છે, પરંતુ લાઉડ સ્પીકર દ્વારા અઝાન ઈસ્લામનો ભાગ નથી. કોર્ટે કહ્યું કે લાઉડસ્પીકર દ્વારા અઝાન કરવી એ અન્ય લોકોના અધિકારોમાં દખલ છે.
જુલાઈ 2020: ઉત્તરાખંડ હાઈકોર્ટે જૂન 2018માં આપેલા તેના નિર્ણયને ‘ભૂલ’ માની. હાઈકોર્ટે ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકરના ઉપયોગ પરનો પ્રતિબંધ પણ હટાવી લીધો.
જાન્યુઆરી 2021: 11 જાન્યુઆરી 2021ના દિવસે કર્ણાટક હાઈકોર્ટે ગેરકાયદેસર રીતે લાઉડસ્પીકરનો ઉપયોગ કરતા ધાર્મિક સ્થળો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો.
Advertisement