શું તમે જાણો છો આજનો ઈતિહાસ? બની હતી ઘણી મહત્વની ઘટનાઓ
23 માર્ચ, આ તારીખ સાંભળીને તમને તુરંત જ ત્રણ ક્રાંતિકારી ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુ યાદ આવી જશે. જીહા, આજના દિવસે જ આ ત્રણેય મહાન ક્રાંતિકારીઓને ફાંસી આપવામાં આવી હતી. ભારતમાં લોકો આજના દિવસને શહીદ દિવસ તરીકે ઉજવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ ઉપરાંત પણ આજના દિવસમાં એવી ઘણી ઘટનાઓ બની હતી જે આજે પણ યાદ કરવામાં આવે છે. જાણો આજનો ઈતિહાસ:આજે ત્રણ ક્રાંતિકારીને અપાઇ હતી ફાંસીભારતીય સ્વà
23 માર્ચ, આ તારીખ સાંભળીને તમને તુરંત જ ત્રણ ક્રાંતિકારી ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુ યાદ આવી જશે. જીહા, આજના દિવસે જ આ ત્રણેય મહાન ક્રાંતિકારીઓને ફાંસી આપવામાં આવી હતી. ભારતમાં લોકો આજના દિવસને શહીદ દિવસ તરીકે ઉજવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ ઉપરાંત પણ આજના દિવસમાં એવી ઘણી ઘટનાઓ બની હતી જે આજે પણ યાદ કરવામાં આવે છે.
જાણો આજનો ઈતિહાસ:
આજે ત્રણ ક્રાંતિકારીને અપાઇ હતી ફાંસી
ભારતીય સ્વતંત્રતા ચળવળના ક્રાંતિકારીઓ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને આજના દિવસે જ અંગ્રેજોએ ફાંસી આપી હતી. 23 માર્ચ, 1931ના દિવસે તેમને ફાંસી આપી દેવામાં આવી હતી. આ અંગ્રેજોનો ડર જ હતો કે આ ત્રણેય ક્રાંતિકારીઓને 24 માર્ચના રોજ ફાંસી આપવાની હતી પરંતુ તેના એક દિવસ પહેલા જ તેમને ફાંસી આપી દેવામાં આવી હતી.
વિશ્વ હવામાન દિવસ
વિશ્વ હવામાન દિવસ દર વર્ષે 23 માર્ચે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે જેથી પૃથ્વીના વાતાવરણના રક્ષણમાં લોકોની ભૂમિકા અને તેમના વ્યવહારના મહત્વને પ્રકાશિત કરવામાં આવે. આ દિવસ 23 માર્ચ 1950 ના રોજ વિશ્વ હવામાન સંસ્થા (WMO) ની સ્થાપનાની યાદમાં પણ ઉજવવામાં આવે છે. WMO ની વેબસાઈટ મુજબ, આ દિવસ સલામતી અને સુખાકારી માટે રાષ્ટ્રીય હવામાન અને જળવિજ્ઞાન સેવાઓના આવશ્યક યોગદાનને દર્શાવે છે.
સ્વતંત્રતા કાર્યકર્તા બસંતી દેવીનો જન્મ
ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા બસંતી દેવીનો જન્મ આજના દિવસે જ થયો હતો. તેઓ 23 માર્ચ, 1880ના દિવસે થયો હતો. ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય સ્વતંત્રતા કાર્યકર્તા હતા. તે અન્ય કાર્યકર ચિત્તરંજન દાસની પત્ની હતી. 1921 માં દાસની ધરપકડ અને 1925 માં મૃત્યુ પછી, તેમણે વિવિધ ચળવળોમાં સક્રિય ભાગ લીધો અને આઝાદી પછી સામાજિક કાર્ય ચાલુ રાખ્યું. 1973માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
ડૉ. રામ મનોહર લોહિયાનો જન્મ
સ્વાતંત્ર્ય સેનાની, તીક્ષ્ણ વિચારક અને સમાજવાદી રાજકારણી ડૉ. રામ મનોહર લોહિયાનો જન્મ 23 માર્ચ, 1910ના રોજ થયો હતો. તેઓ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના લડવૈયા, તીક્ષ્ણ વિચારક અને સમાજવાદી રાજકારણી હતા. ડૉ. રામ મનોહર લોહિયાનો જન્મ 23 માર્ચ 1910ના રોજ ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લામાં (હાલનો આંબેડકર નગર જિલ્લો) અકબરપુર નામના સ્થળે થયો હતો. તેમના પિતા હીરાલાલ વ્યવસાયે શિક્ષક અને હૃદયથી સાચા દેશભક્ત હતા. તેમની માતા (ચંદા દેવી)નું તેમના અઢી વર્ષની આયુએ અવસાન થયું હતું. તેમની દાદી ઉપરાંત, તેમનો ઉછેર સરયુદેઈ (પરિવારના નાઇન) દ્વારા થયો હતો. ટંડન પાઠશાળામાં ચોથી સુધી અભ્યાસ કર્યા બાદ વિશ્વેશ્વરનાથ હાઈસ્કૂલમાં દાખલ થયા હતા.
મુસ્લિમ લીગે પાકિસ્તાન પ્રસ્તાવને મંજૂરી આપી
મુસ્લિમ લીગે આજના દિવસે જ પાકિસ્તાન ઠરાવને મંજૂરી આપી હતી. 1940 માં આ દિવસે, ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગે તેના લાહોર અધિવેશનમાં ભારતથી અલગ થવા અને પાકિસ્તાન નામના એક અલગ મુસ્લિમ દેશની રચના કરવાનો ઠરાવ પસાર કર્યો હતો. 1940 માં, ભલે ઘણાને આ માત્ર રાજકીય રેટરિક માનવામાં આવતું હોય, પરંતુ સાત વર્ષ પછી 1947 માં, દેશના બે ભાગલા પડ્યા અને મુસ્લિમ લીગના નેતા, મોહમ્મદ અલી ઝીણાને પાકિસ્તાનના જન્મદાતા કહેવામાં આવ્યા.
પાકિસ્તાન વિશ્વનું પ્રથમ ઈસ્લામિક પ્રજાસત્તાક બન્યું
આજના દિવસે પાકિસ્તાન વિશ્વનું પ્રથમ ઇસ્લામિક પ્રજાસત્તાક બન્યું હતું. આ દિવસે, 23 માર્ચ, 1956 પાકિસ્તાન વિશ્વનો પ્રથમ 'ઇસ્લામિક ગણતંત્ર' દેશ બન્યો. 1948 માં 'કાયદે-આઝમ' મોહમ્મદ અલી ઝીણાના મૃત્યુ પછી, પાકિસ્તાની બંધારણ સભાએ સત્તાવાર રીતે પાકિસ્તાનને ઇસ્લામિક દેશ બનાવવા માટે બંધારણનો ઉદ્દેશ નક્કી કર્યો. આઝાદી પછી પાકિસ્તાનમાં હિંદુ, શીખ, જૈન, પારસી, ખ્રિસ્તી અને યહૂદીઓ લગભગ 23% હતા.
ભારતમાં કોરોનાના 433 કેસ
ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કેસોની સંખ્યા 433 હતી અને દેશના મોટાભાગના ભાગોમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું. આ દિવસ આજે પણ લોકો ભૂલી શક્યા નથી. કેવી રીતે એક ઝટકે લોકોને પોતાના ઘરમાં બંધ કરવાની ફરજ પાડવામાં આવી હતી.
રશિયન સ્પેસ સ્ટેશન 'મીર'ની જળ સમાધિ
વિશ્વનું પ્રથમ સ્થાયી અવકાશ મથક, મીર, 23 માર્ચ 2001 ના રોજ 11.29 કલાક IST પર ન્યૂઝીલેન્ડ અને ચિલી વચ્ચેના સમુદ્રમાં જળસમાધી સાથે સમાપ્ત થયું, જે અવકાશ વિજ્ઞાન ક્ષેત્રનો ગૌરવપૂર્ણ ઇતિહાસ દર્શાવે છે.
Advertisement