Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું તમે પણ પહેરાવો છે બાળકને ડાયપર? તો જાણી લો આ કામની વાત

આજકાલ મોટાભાગના લોકો પોતાના બાળકોને ડાયપર પહેરતા હોય છે. પરંતુ આજે તમને જણાવી દઇએ કે, ડાયપર બદલતી વખતે કેટલીક સાવધાનીઓ રાખવી ખૂબ જ જરૂરી છે. કારણકે નાના બાળકો ખૂબ જ સંવેદનશીલ હોય છે જેથી તેમને ઈન્ફેક્શન થવાનો ખતરો પણ સૌથી વધારે હોય છે. તો આવો જાણીએ ડાયપર બદલતી વખતે કંઈ કંઈ સાવધાનિઓ તમારે રાખવી જોઈએ.બાળકને જરૂર જણાય તે તમામ સામાન સાથે લઈને બેસો જેથી વચ્ચે જ બાળકને છોડીને આમતેમ ભાગàª
શું તમે પણ પહેરાવો છે બાળકને ડાયપર  તો જાણી લો આ કામની વાત
આજકાલ મોટાભાગના લોકો પોતાના બાળકોને ડાયપર પહેરતા હોય છે. પરંતુ આજે તમને જણાવી દઇએ કે, ડાયપર બદલતી વખતે કેટલીક સાવધાનીઓ રાખવી ખૂબ જ જરૂરી છે. કારણકે નાના બાળકો ખૂબ જ સંવેદનશીલ હોય છે જેથી તેમને ઈન્ફેક્શન થવાનો ખતરો પણ સૌથી વધારે હોય છે. તો આવો જાણીએ ડાયપર બદલતી વખતે કંઈ કંઈ સાવધાનિઓ તમારે રાખવી જોઈએ.
  • બાળકને જરૂર જણાય તે તમામ સામાન સાથે લઈને બેસો જેથી વચ્ચે જ બાળકને છોડીને આમતેમ ભાગવુ ન પડે.
  • ડાયપર બદલતી વખતે બાળકને હંમેશા સ્વચ્છ સ્થાન પર સૂવડાવો.
  • સફેદ કે લાઈટ રંગનુ જ ડાયપર પહેરાવો કારણકે રંગીન ડાયપર બાળક માટે નુકશાનકારક છે.
  • ગંદું ડાયપર કાઢ્યા પછી બાળકને સાફ કરી 10 મિનિટ માટે એમ જ રહેવા દો. જેથી તેનુ શરીર સંપૂર્ણ રીતે સૂકાઇ જાય.
  • ડાયપર બદલતી વખતે તમારા બાળકને રમવા માટે રમકડા આપો કે પછી તેનું ધ્યાન બીજી તરફ દોરો.
  • બાળકને કોટનના કપડા કે પછી રૂ અને પાણીની મદદથી ભીનાશવાળા ભાગને સારી રીતે સાફ કરો.
  • ડાયપરને ઢીલુ કરીને બાંધો જેથી પાછળથી બાળકના શરીર પર નિશાન ન બને. આ ઉપરાંત ડાયપર બદલતી વખતે તમારો એક હાથ બાળકના પેટ પર રાખો.
Advertisement
Tags :
Advertisement

.