Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શું તમને પણ છે એકબીજાના ટુવાલ કે નેપ્કિન વાપરવાની આદત? ટુવાલને કેટલા સમયે ધોવો જોઈએ?

જો ઘરના બધા જ સભ્યોને કોઈ બીમારી ન હોય તો એક ટુવાલ વાપરી શકાય છે, પરંતુ જો કોઈ વ્યક્તિ બીમાર હોય તો અલગ-અલગ ટુવાલ વાપરવાનો આગ્રહ રાખવો. બીમાર વ્યક્તિનો ટુવાલ વાપરવાથી પણ તેમનો ચેપ અને જે બેક્ટેરિયા હોય છે તે બીજી વ્યક્તિમાં ફેલાઈ શકે છે.રિસર્ચ અનુસાર જે લોકો એકબીજાનો ટુવાલ વાપરે છે, તેઓને ઈન્ફેક્શનનું જોખમ વધારે રહે છે. સ્ટેફ એ સ્ટેફાયલોકોકસ નામના બેક્ટેરિયાથી થતું સંક્ર્મણ છે. àª
08:44 AM Jul 07, 2022 IST | Vipul Pandya
  • જો ઘરના બધા જ સભ્યોને કોઈ બીમારી ન હોય તો એક ટુવાલ વાપરી શકાય છે, પરંતુ જો કોઈ વ્યક્તિ બીમાર હોય તો અલગ-અલગ ટુવાલ વાપરવાનો આગ્રહ રાખવો. 
  • બીમાર વ્યક્તિનો ટુવાલ વાપરવાથી પણ તેમનો ચેપ અને જે બેક્ટેરિયા હોય છે તે બીજી વ્યક્તિમાં ફેલાઈ શકે છે.
  • રિસર્ચ અનુસાર જે લોકો એકબીજાનો ટુવાલ વાપરે છે, તેઓને ઈન્ફેક્શનનું જોખમ વધારે રહે છે. સ્ટેફ એ સ્ટેફાયલોકોકસ નામના બેક્ટેરિયાથી થતું સંક્ર્મણ છે. તે મોટે ભાગે ત્વચા અને નાકની અંદરના ભાગને વધુ અસર કરે છે.
  • શિયાળામાં ઠંડકના કારણે પરસેવો ઓછો થાય છે. પરંતુ ઉનાળામાં ભારે બફારાના કારણે પરસેવો ખૂબ જ થાય છે. તેથી ઉનાળામાં બહારથી આવીને એક વખત ટુવાલનો ઉપયોગ કર્યા બાદ તેને ધોઈ નાખવો જોઈએ.
  • આ સાથે જો કોઈ વ્યક્તિ બીમાર હોય અથવા તો તેને કોઈ બીમારી હોય તો તેના ટુવાલની સ્વચ્છતાનું ધ્યાન વધારે રાખવું જરૂરી છે.
  • આ સાથે જિમ, યોગા કે કસરત કર્યા બાદ જે ટુવાલનો ઉપયોગ કરતા હોવ તે ટુવાલને ખાસ દરરોજ ધોવાની આદત રાખો.
  • ભીના ટુવાલમાં ભેજ હોવાને કારણે ફંગસ અને બેક્ટેરિયા હોય છે. જો તમે પણ ભીનો ટુવાલ વાપરો છો તો ત્વચાની બીમારી, ફંગસ અને બેક્ટેરિયલ ઇન્ફેકશનનું જોખમ રહે છે.
  • ભીના ટુવાલથી શરીર લૂછવાને કારણે સ્વેટિંગ મેકેનઝ્મ એટલે શરીરમાં જે પરસેવો બનવાની પ્રક્રિયા છે તેમાં ફેરફાર થઇ જાય છે. આપણને બધાને ખબર છે કે, સૂકા શરીરમાં પરસેવો વધારે થાય છે, જ્યારે ભીના શરીરમાં પરસેવો ઓછો થાય છે.
  • ભીનો ટુવાલ વાપરવાને કારણે અનેક પ્રકારની એલર્જી થવાની સંભાવના વધી જાય છે.
  • ખાસ કરીને ચામડીની તકલીફ ધરાવનારે ભૂલથી પણ ભીના ટુવાલ કે નેપ્કિનનો ઉપયોગ ન કરવો જોઈએ.કારણ કે તેનાથી એક્ઝિમા પણ થઇ શકે છે. એક્ઝિમા એટલે શરીરમાં લાલ ચાઠાં પડી જાય છે. અને શરીર પર ખંજવાળ પણ આવે છે. આ બીમારીમાં પગની આંગળીઓની વચ્ચે અથવા તો તળિયામાં ખંજવાળ આવે છે અને પગમાં છાલાં પડી જાય છે.
  • આ સાથે ઉપયોગમાં લીધેલા ટુવાલને કયારેક બેડ પર તો કયારેક બાથરૂમમાં લટકાવી દઈએ છીએ, જેથી ભેજને કારણે ભીના ટુવાલમાં માઇક્રોબિયલનો વિકાસ થાય છે, જેથી ટુવાલમાં માઈક્રો ઓગેનિઝમ વાઇરસ, બેક્ટેરિયા પેદા થાય છે. તેના કારણે ભીના ટુવાલમાં ફંગસ બનવાની શરૂઆત થવા લાગે છે.
Tags :
GujaratFirstHealthCareHealthTipsillnessTowel
Next Article