Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શું તમને પણ શિયાળાની ઋતુ દરમિયાન પગમાં વાઢિયા પડે છે? તો અપનાવો આ ઉપાય

શિયાળામાં પગમાં વાઢિયા પડવાની સમસ્યાનો મોટાભાગના લોકો સામનો કરે છે. શિયાળામાં પગની ચામડી સૂકી બની જતા તે ફાટવાની અને વાઢિયા પાડવાની સમસ્યાનો સૌ કોઈ સામનો કરતું હોય છે. સ્ત્રીઓ સુંદર દેખાવા શિયાળામાં સ્કિન કેર પ્રોડક્ટ્સ કે અનેક નુસ્ખા અપનાવી ત્વચાને વધારે તંદુરસ્ત રાખે છે, પણ ક્યાંક પગના વાઢિયાની સંભાળ રાખવાનું ભૂલી જાય છે.સ્ત્રીઓને પાણીમાં રહીને કામ કરવાનું વધારે આવે છે. તà«
06:08 AM Dec 20, 2022 IST | Vipul Pandya
શિયાળામાં પગમાં વાઢિયા પડવાની સમસ્યાનો મોટાભાગના લોકો સામનો કરે છે. શિયાળામાં પગની ચામડી સૂકી બની જતા તે ફાટવાની અને વાઢિયા પાડવાની સમસ્યાનો સૌ કોઈ સામનો કરતું હોય છે. સ્ત્રીઓ સુંદર દેખાવા શિયાળામાં સ્કિન કેર પ્રોડક્ટ્સ કે અનેક નુસ્ખા અપનાવી ત્વચાને વધારે તંદુરસ્ત રાખે છે, પણ ક્યાંક પગના વાઢિયાની સંભાળ રાખવાનું ભૂલી જાય છે.
સ્ત્રીઓને પાણીમાં રહીને કામ કરવાનું વધારે આવે છે. તે સમયે પગમાં વધારે વાઢીયા પડવાની સમસ્યા સર્જાય છે. ઘણી વખત તો શિયાળામાં પગની ચામડી ફાટી અને પગમાં ચીરા પડી જવાથી તેનો સામનો પણ લોકો કરતા હોય છે. પગના વાઢિયા જેટલા ઊંડા થાય એટલું વધારે તકલીફ પડતી હોય છે. સાથે જ એ પગમાં પડેલા ચીરામાંથી લોહી પણ નીકળવાની સમસ્યા સર્જાય છે. 
જો તમને પણ આવી મુશ્કેલી હોય તો નીચે આપેલી થોડી નાની નાની ટ્રિક્સથી તમે આ સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો.
  • દરરોજે સવારે ઉઠીને પગને હુંફાળા પાણીમાં 10 મિનિટ પલાડી રાખો 
  • ત્યારબાદ પેટ્રોલિયમ જેલ કે થીક ક્રીમનો ઉપયોગ કરો 
  • વાઢિયા વધુ પડ્યા હોય તો દિવેલનો પણ ઉપયોગ કરી શકો છો 
  • પાણીમાં કામ કરતા પહેલા ચપ્પલ પેહરીને કામ કરવાનું રાખો 
  • પાણીમાં કામ કાર્ય બાદ પણ ક્રીમ કે વેસિલિનનો ઉપયોગ કરો 
  • શિયાળામાં મોજા પહેરવાથી પણ વાઢિયામાં રાહત મળશે 
  • રાત્રે સુતા પહેલા પણ વેસિલિન, ક્રીમ કે દિવેલ લગાવી સુઈ જવું 
  • જેમાં વિટામીન E પણ ઉમેરી શકો છો 
  • શિયાળામાં બને ત્યાં સુધી પગ ઢંકાય તેવા ચપળ પહેરો 
  • શિયાળામાં પગની અને હાથની ત્વચા ખૂબ જ સૂકી થઇ જાય છે. માટે આપણે ત્વચાને હેલ્થી અને સ્વસ્થ રાખવા ચોક્કસથી ક્રીમ કે પછી પેટ્રોલિયમ જેલનો ઉપયોગ કરવો જોઈએ.
નોંધ - આ ટ્રિક્સ અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે....
આ પણ વાંચો - કોફીને સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે, તો જાણો તેના ફાયદા અને કેવી રીતે સ્વાસ્થ્ય પર કરે છે અસર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
FootSkinGujaratFirstHealthTipsSkinCareProductsSolutionSufferWinterSeason
Next Article