Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નહાતી વખતે ભૂલથી પણ ન કરવી આ ભૂલ...

નાહતી વખતે આપણે હંમેશા કેટલીક એવી ભૂલો કરીએ છે જે નુકશાનકારક સાબિત થાય છે. આવો આપને જણાવીએ નાહતી વખતે કઈ કઈ ભૂલો ન કરવી જોઈએ.. નાહવાનું પાણી વધારે ગરમ ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું. વધારે ગરમ પાણીથી નાહવાથી શરીરમાંથી પ્રાકૃતિક તેલ નીકળી જાય છે. હંમેશા હૂંફાળા અને સહેજ ઠંડા પાણીથી નાહવું જોઈએ કારણકે ઠંડા પાણીથી લોહીનું સર્ક્યુલેશન સારી રીતે થાય છે.શરીરમાંથી સાબુ અને વાળમાંથી શેમ્
નહાતી વખતે ભૂલથી પણ ન કરવી આ ભૂલ
નાહતી વખતે આપણે હંમેશા કેટલીક એવી ભૂલો કરીએ છે જે નુકશાનકારક સાબિત થાય છે. આવો આપને જણાવીએ નાહતી વખતે કઈ કઈ ભૂલો ન કરવી જોઈએ.. 
  • નાહવાનું પાણી વધારે ગરમ ન હોય તેનું ખાસ ધ્યાન રાખવું. વધારે ગરમ પાણીથી નાહવાથી શરીરમાંથી પ્રાકૃતિક તેલ નીકળી જાય છે. 
  • હંમેશા હૂંફાળા અને સહેજ ઠંડા પાણીથી નાહવું જોઈએ કારણકે ઠંડા પાણીથી લોહીનું સર્ક્યુલેશન સારી રીતે થાય છે.
  • શરીરમાંથી સાબુ અને વાળમાંથી શેમ્પુ સારી રીતે ધોઈ નાખો, જો તે તમારી ચામડીમાં રહી જશે તો ઇન્ફેક્શન થશે.
  • જો તમે લાંબા સમય સુધી શાવરમાં રહો છો તો તેનાથી તમારા શરીરમાંથી નીકળતા પ્રાકૃતિક તેલને તે છીનવી લે છે. તેથી શાવરમાં 5 મિનિટ કરતા વધારે સમય ના લેશો.
  • વધુ પડતા જુના રેઝરનો ઉપયોગ ટાળો. સમય સાથે-સાથે જુના રેઝરમાં બેક્ટેરિયા જમા થતા જાય છે, જે શરીરને નુકસાન પહોંચાડે છે.
  • રોજ સાબુ લગાવવાથી કેન્સર જેવી બીમારીઓનો ભય રહે છે. તેથી અઠવાડિયે એક વખત ચણાના લોટમાં સહેજ દૂધ લગાવીને તેનાથી ન્હાવાની આદત પાડો.
Advertisement
Tags :
Advertisement

.