Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તડકામાંથી ઘરે આવીને આ 8 ભૂલો ક્યારેય પણ ન કરશો

તડકો, ભેજ, ધૂળવાળી હવા અને ચેપ એ ગરમીનું જ કનેક્શન છે. જેનાથી બચવા માટે આ 8 ભૂલો ક્યારેય પણ ન કરશો.... ડિહાઈડ્રેશનથી બચવા પ્રવાહીનું સેવન વધારો ઉનાળામાં ત્વચા સંબંધિત રોગો જેવા કે, ખંજવાળ, ફંગલ ઇન્ફેક્શનની સમસ્યા વધુ રહે છે. તેનાથી બચવા ખાવા-પીવામાં વધુ સાવચેતી રાખો.  ઉનાળામાં ડિહાઈડ્રેશનથી બચવા માટે વધારેને વધારે પ્રવાહીનું સેવન કરો. ઠંડું પાણી પીવાથી બચો બહારથી તડકામાંથી ઘરે આવà
તડકામાંથી ઘરે આવીને આ 8 ભૂલો ક્યારેય પણ ન કરશો
તડકો, ભેજ, ધૂળવાળી હવા અને ચેપ એ ગરમીનું જ કનેક્શન છે. જેનાથી બચવા માટે આ 8 ભૂલો ક્યારેય પણ ન કરશો.... 

  • ડિહાઈડ્રેશનથી બચવા પ્રવાહીનું સેવન વધારો 
ઉનાળામાં ત્વચા સંબંધિત રોગો જેવા કે, ખંજવાળ, ફંગલ ઇન્ફેક્શનની સમસ્યા વધુ રહે છે. તેનાથી બચવા ખાવા-પીવામાં વધુ સાવચેતી રાખો.  ઉનાળામાં ડિહાઈડ્રેશનથી બચવા માટે વધારેને વધારે પ્રવાહીનું સેવન કરો. 
  • ઠંડું પાણી પીવાથી બચો
 બહારથી તડકામાંથી ઘરે આવ્યા બાદ શરીરનું તાપમાન રૂમના તાપમાન સાથે બરાબર થવા દો. અને બાદમાં ઠંડું પાણી પીવાની જગ્યાએ સાદું પાણી પીવો.
  •  ગરમીથી બચવા ઠંડી તાસીરવાળા ડાયટનું સેવન
ગરમીના કારણે શરીરમાં પાણીની અછત, ટાઈફોઈડ, ફૂડ પોઈઝનિંગ જેવી બીમારીઓ થઇ શકે છે.  તેથી ડિહાઈડ્રેશનથી બચવા વધારે માત્રમાં પ્રવાહી અને ઠંડી તાસીરવાળા ડાયટનું સેવન કરવું.
  •  શેરડીનો રસ બરફ સાથે પીવો સ્વાસ્થ્ય માટે ખતરનાક
ઉનાળાની ઋતુમાં ગરમીથી રાહત મેળવવા માટે ઘણા લોકો શેરડીનો રસ બરફ સાથે પીતા હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે. શેરડીના રસમાં લીંબુનો રસ ભેળવીને પીવું ફાયદાકારક છે..
  • તડકામાંથી ઘરે આવી તરત ઠંડું પાણી પીવાથી બચો
તડકામાંથી ઘરે આવીને તરત જ ઠંડું પાણી પીવાથી બચો. તડકામાંથી આવી તરત જ ઠંડું પાણી પીવાથી શરીરનું તાપમાન બદલાઈ જાય છે જેના કારણે તાવ, શરદી અને ઉધરસ થવાની આશંકા રહે છે.
  • ગરમીમાંથી આવી તરત સ્નાન કરવાનું ટાળો
બહારથી ગરમીમાં ચાલીને આવ્યા હોય અથવા તો વાહન ચલાવીને આવ્યા હોય તો ઘરે આવીને તરત જ સ્નાન કરવાનું ટાળો. બહારથી આવ્યા બાદ શરીરનું તાપમાન ઘણું વધી જાય છે. આ સમયે શરીર પર પાણી નાખવાથી શરીરનું તાપમાન બગડતા શરદી-ઉધરસ અને માથાનાં દુખાવાની સમસ્યા રહે છે.
  •  તડકામાંથી પરત ફરી તરત ફેસવોશ ના કરો
તડકામાંથી ઘરે પરત ફર્યા બાદ તરત જ ચહેરા પર પાણી ના નાખો. તેનાથી ચહેરા પર બ્લડ વેસલ્સ ફેલાઈ જવાથી સામાન્ય તાપમાનમાં અનુકૂળ થવાનો સમય નથી મળતો. બહારથી આવ્યા બાદ થોડો સમય સ્કિનને સામાન્ય તાપમાન પર આવવા દો, તે બાદ ફેસવોશ કરીને ટોનર લગાવો.
  • તડકામાંથી આવી તરત જ એસી કરવાનું ટાળો
તડકામાંથી આવી તરત જ એસી અને કુલર ચાલુ ના કરો. મનુષ્યના શરીરને જુદા-જુદા તાપમાનમાં ઢળવા માટે સમય લાગે છે. જો એસી કે કૂલર ચાલુ કરો છો તો તેનું તાપમાન ઓછું રાખવું. સાથે જ કુલર અને એસીમાંથી તરત જ તડકામાં બહાર ન નીકળવું.
Advertisement
Tags :
Advertisement

.