મોરબીના સિરામિક ઉદ્યોગને મળી ગુજરાત ગેસની ભાવ ઘટાડાની દિવાળી ભેટ
રાજ્યમાં છેલ્લા એક વર્ષથી સતત ભાવ વધારાનો સામનો કરી રહેલા મોરબીના સિરામિક ( ceramic)ઉદ્યોગપતિઓને ગુજરાત ગેસ કંપનીએ રૂપિયા 3.50થી લઈ 5 રૂપિયા સુધીના ભાવ ઘટાડાનો લાભ આપ્યો છે. જે આજથી જ અમલી પણ બનવા જઇ રહયો છે.મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા અને વિનોદભાઈ ભાડજાના સંયુક્ત નિવેદનમાં જણાવ્યા મુજબ ગેસના ભાવમાં સતત ભાવ વધારાને લઈ કેન્દ્ર રાજ્ય સરકારને સકારાત્મક રજૂઆતની સાથ
રાજ્યમાં છેલ્લા એક વર્ષથી સતત ભાવ વધારાનો સામનો કરી રહેલા મોરબીના સિરામિક ( ceramic)ઉદ્યોગપતિઓને ગુજરાત ગેસ કંપનીએ રૂપિયા 3.50થી લઈ 5 રૂપિયા સુધીના ભાવ ઘટાડાનો લાભ આપ્યો છે. જે આજથી જ અમલી પણ બનવા જઇ રહયો છે.
મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા અને વિનોદભાઈ ભાડજાના સંયુક્ત નિવેદનમાં જણાવ્યા મુજબ ગેસના ભાવમાં સતત ભાવ વધારાને લઈ કેન્દ્ર રાજ્ય સરકારને સકારાત્મક રજૂઆતની સાથે ગઈકાલે મોરબી સિરામિક એસોસિએશનના હોદેદારો દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવતા આજે આ રજૂઆતનું સુંદર પરિણામ આવ્યું છે અને ગુજરાત ગેસ કંપનીએ ગેસના ભાવમાં ઘટાડો કરી મોરબીના સીરામીક ઉદ્યોગને દિવાળી ભેટ આપી છે.
વધુમાં સિરામિક એસોસિએશન પ્રમુખોએ જણાવ્યું હતું કે ગુજરાત ગેસ કંપની દ્વારા ભાવ ઘટાડામાં બે સ્તર નક્કી કર્યા છે જે અન્વયે ત્રણ મહિનાનો એમજીઓ કરાર કરનાર સીરામીક કંપનીને ગેસના ભાવમાં રૂપિયા પાંચ અને એક મહિનાનો એમજીઓ કરનાર સિરામીક કંપનીને રૂપિયા 3.50ના ઘટાડાનો લાભ આપવા નક્કી કર્યું છે અને આ ભાવ ઘટાડાથી સિરામિક ઇન્ડસ્ટ્રીઝને મહિને દહાડે કરોડો રૂપિયાનો ફાયદો થનાર હોવાનું સતાવાર રીતે જાહેર કરાયું છે.
Advertisement