Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

G20ના આયોજનને લઇને જિલ્લા મેજિસ્ટ્રેટે કચ્છમાં "નો-ડ્રોન ઝોન"નું જાહેરનામું બહાર પાડ્યું

કચ્છ (Kutch) જિલ્લાના ભુજ તાલુકાના ધોરડો ખાતે આગામી તા. 07/02/2023 થી તા. 10/02/2023 સુધી G20 સમીટનું આયોજન થનાર હોઇ તેમજ કચ્છ જિલ્લો જમીન અને દરીયાઈ જળ સીમાથી પાકિસ્તાન સાથે જોડાયેલ હોઇ તેમજ હાલના સંજોગો જોતા આતંકવાદી સંગઠનો ભારત રાષ્ટ્રમાં પોતાનું નેટવર્ક ફેલાવી રહ્યાના ઈનપુટો અવાર નવાર પ્રાપ્ત થતા હોય છે.કચ્છ જિલ્લાના વિસ્તારમાં આવેલ વાઇટલ ઇન્સ્ટોલેશન, આર્મી કેન્ટોનમેન્ટ, વી.વી.આઇ.પી./વી.આઇ.પી.
03:12 PM Feb 04, 2023 IST | Vipul Pandya
કચ્છ (Kutch) જિલ્લાના ભુજ તાલુકાના ધોરડો ખાતે આગામી તા. 07/02/2023 થી તા. 10/02/2023 સુધી G20 સમીટનું આયોજન થનાર હોઇ તેમજ કચ્છ જિલ્લો જમીન અને દરીયાઈ જળ સીમાથી પાકિસ્તાન સાથે જોડાયેલ હોઇ તેમજ હાલના સંજોગો જોતા આતંકવાદી સંગઠનો ભારત રાષ્ટ્રમાં પોતાનું નેટવર્ક ફેલાવી રહ્યાના ઈનપુટો અવાર નવાર પ્રાપ્ત થતા હોય છે.
કચ્છ જિલ્લાના વિસ્તારમાં આવેલ વાઇટલ ઇન્સ્ટોલેશન, આર્મી કેન્ટોનમેન્ટ, વી.વી.આઇ.પી./વી.આઇ.પી. રહેઠાણ તેમજ કચેરીઓ, અગત્યની સરકારી કચેરીઓ વગેરે જગ્યાની સુરક્ષા કરવાની જવાબદારી પોલીસની છે તેમજ કચ્છ જિલ્લામાં વસતા લોકોને શારીરિક હિંસા પહોંચાડી શકવાની શક્યતા તેમજ જિલ્લાની તેમજ રાજ્યની સલામતી જોખમમાં મુકાય તે શક્યતા નકારી શકાય નહીં.
કચ્છ જિલ્લામાં દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગ ફોડીયા તત્વો માનવ રહિત રીમોટ સંચાલિત વિમાન જેવા સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઈઝના વિમાન જેવા સંસાધનો અથવા એરો સ્પાર્ટસમાં વપરાતા ઉપકરણો (SUB-CONVENTIONAL AERIAL PLATFORM) નો ગે૨લાભ લઇ કચ્છ જિલ્લાની સુરક્ષાને હાની પહોંચાડવાની શક્યતા નકારી શકાય નહીં.
આ પ્રકારના સાધનોથી જિલ્લામાં આતંક ફેલાવી, સુલેહ શાંતિ જોખમાય તેમજ લોકોના જાનમાલને નુકશાન કરે તેવી શક્યતા ૨હેલી હોઈ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજ દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ 1973 (1974ના ન.-2)ની કલમ-144 તળેનું "નો-ડ્રોન "ઝોન જાહેર કરવા જાહેરનામું બહાર પાડવા દરખાસ્ત કરવામાં આવી હતી. જે અનુસંધાને કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ દિલીપ રાણાએ તેમને મળેલી સત્તાની રૂએ જાહેરનામું બહાર પાડી ફોજદારી કાર્યરીતી અધિનિયમ 1973(1974 ના ન.-2)ની કલમ-144 અન્વયે વિવિધ પ્રતિબંધો‌ ફરમાવ્યા છે. 
આ જાહેરનામા અનુસાર કચ્છ જિલ્લાના વિસ્તારમાં રીમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન (DRONE), ક્વાડ કોપ્ટ૨ (QUAD COPTER), પાવર્ડ ઍરક્રાફ્ટ (POWERED AIRCRAFT), તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઇટ એરક્રાફ્ટ (MICRO LIGHT AIRCRAFT), હૅગ ગ્લાઇડ૨/પેરા ગંપિંગ (HANG GLIDER/PARA GUMPING), પેરા મોટર (PARA MOTOR) તેમજ હોટ એર બ્લુન્સ (HOT AIR BALLOONS) તથા પેરા જમ્પીંગ (PARA JUMPING) પર મનાઈ ફરમાવવામાં આવી છે. 
સરકારી વિભાગો, પોલીસ વિભાગ અને સુરક્ષાબળોના ઉપરોક્ત સંસાધનોને આ જાહેરનામામાંથી મુક્તિ અપાઈ છે. જુદા જુદા કારણોસર ડ્રોનથી શૂટીંગ કરવા તેમજ સ્પોર્ટસ (હોટ એર બલુન્સ જેવી પ્રવૃતિઓ )માટેની પરવાનગી પોલીસ અધિક્ષકશ્રી કે તેઓ દ્વારા અધિકૃત પોલીસ અધિકારી આપી શકશે. આ હુકમ કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તાર માટે લાગુ પડશે. આ જાહેરનામું તા. 06/02/2023 થી તા. 11/02/2023 સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ 188 મુજબ શિક્ષાને પાત્ર થશે.
ક્ચ્છ સરહદી જિલ્લો છે ત્યારે કોઈ બનાવ ન બને તે માટે તમામ તકેદારીના પગલાં રાખવામાં આવી રહયા છે કોઈ બનાવ ન બને તે માટે તમામ દયાન કેન્દ્રિત કરવાંમાં આવ્યું છે. સમીટને લઈને વહીવટી તંત્ર કોઈ કચાસ રાખવા માંગતું નથી.
આ પણ વાંચો - અર્બન-20ની તડામાર તૈયારી, Ahmedabad રોશનીથી ઝળહળશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
DistrictMagistrateDMG20summitGujaratFirstKutchNoDroneZoneNotification
Next Article