Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

જિલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુનું નીતિ આયોગ, વડાપ્રધાન કાર્યાલય સમક્ષ પ્રેઝેન્ટેશન રજૂ કર્યું

ભારતના નીતિ આયોગ અને વડાપ્રધાનશ્રી કાર્યાલય સાથે આજે તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને જિલ્લા કલેક્ટરોની વર્ચ્યુઅલ કોન્ફરન્સ યોજાઈ હતી. ગુજરાતમાંથી રાજ્યના આયોજનના સચિવશ્રી રાકેશ શંકર તથા રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુ જોડાયા હતા. આ કોન્ફરન્સમાં આયોજન સચિવશ્રી રાકેશ શંકર દ્વારા ગુજરાત રાજ્ય તરફથી જિલ્લો વિકાસના આધારબિંદુ એ વિષય પર પ્રેઝેન્ટેશન આપવામાં આવ્યું હતુ
10:50 AM Dec 20, 2022 IST | Vipul Pandya
ભારતના નીતિ આયોગ અને વડાપ્રધાનશ્રી કાર્યાલય સાથે આજે તમામ રાજ્યોના મુખ્ય સચિવો અને જિલ્લા કલેક્ટરોની વર્ચ્યુઅલ કોન્ફરન્સ યોજાઈ હતી. ગુજરાતમાંથી રાજ્યના આયોજનના સચિવશ્રી રાકેશ શંકર તથા રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુ જોડાયા હતા. આ કોન્ફરન્સમાં આયોજન સચિવશ્રી રાકેશ શંકર દ્વારા ગુજરાત રાજ્ય તરફથી જિલ્લો વિકાસના આધારબિંદુ એ વિષય પર પ્રેઝેન્ટેશન આપવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુએ રાજકોટમાં આર્થિક આયોજનના સાધન તરીકે પીએમ ગતિશક્તિ પોર્ટલનો ઉપયોગએ વિષય પર પ્રેઝેટેન્શન રજૂ કર્યું હતું. જેમાં રાજકોટ જિલ્લામાં વિકાસને વેગ આપનારા મહત્ત્વપૂર્ણ પ્રકલ્પો જેમ કે હિરાસર આંતરરાષ્ટ્રીય ગ્રીનફીલ્ડ એરપોર્ટ, રાજકોટ એઈમ્સ, ગઢકા પાસેના અમૂલ પ્રોજેક્ટ, જી.આઈ.ડી.સી., રાજકોટ કાનાલૂસ પ્રોજેક્ટ, જનઆરોગ્ય કેન્દ્રો તથા આંગણવાડીઓના કાર્યને ગતિ આપવા માટે પીએમ ગતિશક્તિ પોર્ટલનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે, તેની રજૂઆત કરવામાં આવી હતી. 
આપણ  વાંચો- સરહદી જુણા ગ્રામ પંચાયતનો તલાટી 9 હજારની લાંચ લેતા ACB ટ્રેપમાં સપડાયો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ArunMaheshBabuDistrictCollectorGujaratFirstRAJKOTVirtualconference
Next Article