ઉત્તરાખંડમાં મંત્રાલયની વહેંચણી, મુખ્યમંત્રીએ તેમની પાસે 23 વિભાગો રાખ્યા
ગઇ કાલે ઉત્તર પ્રદેશમાં યોગ આદિત્યનાથે મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરી હતી. ત્યારે હવે ઉત્તર પ્રદેશમાં પણ નવી સરકારના મંત્રાલયોની ફાળવણી કરી દેવામાં આવી છે. બીજી વખત ઉત્તરાખંડના મુખ્યમંત્રી બનેલા પુષ્કર સિંહ ધામીએ ખાતાઓની વહેંચણી કરી દીધી છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તેમની પાસે 23 વિભાગો રાખ્યા છે. આમાં ગૃહ, નાગરિક ઉડ્ડયન, જેલ, નાગરિક સંરક્ષણ, આયુષ, પર્યાવરણ સંરક્ષણ અને આબોહ
ગઇ કાલે ઉત્તર પ્રદેશમાં યોગ આદિત્યનાથે મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરી હતી. ત્યારે હવે ઉત્તર પ્રદેશમાં પણ નવી સરકારના મંત્રાલયોની ફાળવણી કરી દેવામાં આવી છે. બીજી વખત ઉત્તરાખંડના મુખ્યમંત્રી બનેલા પુષ્કર સિંહ ધામીએ ખાતાઓની વહેંચણી કરી દીધી છે.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તેમની પાસે 23 વિભાગો રાખ્યા છે. આમાં ગૃહ, નાગરિક ઉડ્ડયન, જેલ, નાગરિક સંરક્ષણ, આયુષ, પર્યાવરણ સંરક્ષણ અને આબોહવા પરિવર્તન, શ્રમ, ઔદ્યોગિક વિકાસ અને ખાણકામ, આપત્તિ વ્યવસ્થાપન અને પુનર્વસન, હોમગાર્ડ, મહેસૂલ અને રાજ્ય વહીવટ જેવા મંત્રાલયોનો સમાવેશ થાય છે.
સતપાલ મહારાજને જાહેર બાંધકામ વિભાગ, પંચાયતી રાજ, ગ્રામીણ બાંધકામ, સંસ્કૃતિ, ધર્મ, પ્રવાસન, વોટરશેડ મેનેજમેન્ટ અને સિંચાઈ અને લઘુ સિંચાઈ વિભાગો આપવામાં આવ્યા છે. પ્રેમચંદ અગ્રવાલને નાણા, શહેરી વિકાસ, આવાસ, વિધાનસભા અને સંસદીય બાબતો, પુનર્ગઠન અને વસ્તી ગણતરી વિભાગો આપવામાં આવ્યા છે.
ગણેશ જોશીને કૃષિ અને ખેડૂત કલ્યાણ, સૈનિક કલ્યાણ અને ગ્રામીણ વિકાસ વિભાગ, ડૉ. ધનસિંહ રાવતને શાળા શિક્ષણ (મૂળભૂત), શાળા શિક્ષણ (માધ્યમિક), સંસ્કૃત શિક્ષણ, સહકાર, ઉચ્ચ શિક્ષણ અને તબીબી આરોગ્ય અને તબીબી શિક્ષણ વિભાગ આપવામાં આવ્યા છે.
Advertisement