Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

INS વાલસુરાને પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટસ કલર અવોર્ડ એનાયત

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે INS વાલસુરાને પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટસ કલર અવોર્ડ એનાયત કર્યો હતો.જેમાં યોજવામાં આવેલ પરેડમાં 'નિશાન અધિકારી' લેફ્ટનન્ટ અરુણ સિંહ સાંબ્યાલે યુનિટ વતી રાષ્ટ્રપતિના હસ્તે આ એવોર્ડ મેળવ્યો હતો.  આ પ્રસંગે નેવીના 150 જવાનો દ્વારા રાષ્ટ્રપતિ માટે ગાર્ડ ઓફ ઓનર પરેડ યોજી હતી અને નેવલ બેન્ડની ધૂન પર ગર્વથી કૂચ કરી હતી.રાષ્ટ્રપતિએ સેવાને બિરદાવીશાંતિ અàª
ins વાલસુરાને પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટસ કલર અવોર્ડ એનાયત
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે INS વાલસુરાને પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટસ કલર અવોર્ડ એનાયત કર્યો હતો.જેમાં યોજવામાં આવેલ પરેડમાં 'નિશાન અધિકારી' લેફ્ટનન્ટ અરુણ સિંહ સાંબ્યાલે યુનિટ વતી રાષ્ટ્રપતિના હસ્તે આ એવોર્ડ મેળવ્યો હતો.  આ પ્રસંગે નેવીના 150 જવાનો દ્વારા રાષ્ટ્રપતિ માટે ગાર્ડ ઓફ ઓનર પરેડ યોજી હતી અને નેવલ બેન્ડની ધૂન પર ગર્વથી કૂચ કરી હતી.
રાષ્ટ્રપતિએ સેવાને બિરદાવી
શાંતિ અને યુદ્ધ બંનેમાં રાષ્ટ્રને આપેલી અસાધારણ સેવાની માન્યતામાં લશ્કરી એકમને રાષ્ટ્રપતિનું નિશાન આપવામાં આવે છે.  ભારતીય નૌકાદળએ પ્રથમ ભારતીય સશસ્ત્ર દળ હતું, જેને અગાઉ 27 મે 1951ના રોજ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રેસિડેન્ટસ કલર એનાયત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ઈન્ફોર્મેશન ટેક્નોલોજીની પ્રગતિ સાથે ગતિ જાળવી રાખવા ઉપરાંત વધુને વધુ જટિલ શસ્ત્રો અને ઈલેક્ટ્રોનિક સિસ્ટમ્સની લડાઈ યોગ્યતા જાળવવા અને સુનિશ્ચિત કરવા માટે ભારતીય નૌકાદળના અધિકારીઓ અને ખલાસીઓને જરૂરી કૌશલ્ય-સેટ્સથી સજ્જ કરવા માટે યુનિટ હંમેશા આગળ રહે છે તેમજ આ  એકમ તાલીમ માળખાના પ્રગતિશીલ વૃદ્ધિ દ્વારા સમકાલીન અને વિશિષ્ટ તકનીકો પર ગુણવત્તાયુક્ત તાલીમ આપે છે.  INS વાલસુરા મૈત્રીપૂર્ણ વિદેશી નૌકાદળ માટે પસંદગીના તાલીમ સ્થળ તરીકે ઉભરી આવ્યું છે.  15 મિત્ર દેશોના નૌકાદળના 1800 તાલીમાર્થીઓને આ અગ્રણી સંસ્થામાંથી અત્યાર સુધીમાં તાલીમ આપવામાં આવી છે.આ સીમાચિહ્ન ઘટના પર, ભારતના રાષ્ટ્રપતિએ INS વાલસુરાના અધિકારીઓ અને ખલાસીઓને દરિયાઈ સરહદોની સુરક્ષા માટે તેમની વ્યાવસાયિકતા અને સમર્પણની પ્રશંસા કરી હતી.  તેમણે INS વાલસુરાના જવાનોને ભૂતકાળ અને વર્તમાન એમ બંને રીતે છેલ્લા 79 વર્ષથી રાષ્ટ્રને આપેલી સરાહનીય સેવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.  
બીજા વિશ્વયુદ્ધમાં રચના કરાઇ હતી
 INS વાલસુરાનો વારસો 1942નો છે, જ્યારે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રોયલ ઈન્ડિયન નેવીની ફાયરપાવરને વધારવા માટે ઓપરેશનલ આવશ્યકતાએ અદ્યતન ટોરપિડો તાલીમ સુવિધાનું નિર્માણ ફરજિયાત કર્યું હતું.  ભારત પ્રજાસત્તાક બન્યા પછી, 1જુલાઇ 1950ના રોજ એકમનું નામ બદલીને INS વાલસુરા રાખવામાં આવ્યું. ત્યારબાદ, INS વાલસુરાએ પોતાને વ્યાવસાયિક ટેકનિકલ તાલીમના રૂપમાં રૂપાંતરિત કર્યું છે અને ભારતીય નૌકાદળની આધુનિકીકરણ યોજનાઓ સાથે તાલમેલ જાળવી રાખવા માટે ઝડપથી વિકસિત થઇ રહ્યું છે. આઇ.એન.એસ. વાલસુરા ખાતે ૨૬૨ થી વધુ અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે અને 750થી વધુ અધિકારીઓ અને 4200 ખલાસીઓની વાર્ષિક તાલીમ અહીં યોજાઇ છે.  સપ્ટેમ્બર 2021 માં, જામનગરમાં પૂર દરમિયાન, INS વાલસુરાની ટીમો દ્વારા વૃદ્ધો, મહિલાઓ અને બાળકો સહિત 400 થી વધુ નાગરિકોને બચાવી લેવામાં આવ્યા હતા. આઈએનએસ વાલસુરાના ઈતિહાસમાં પ્રેસિડેન્ટસ કલરનો એવોર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.  
Advertisement
Tags :
Advertisement

.