Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગિરિમથક સાપુતારાના વિસ્થાપિતોને આખરે 53 વર્ષે હક મળ્યો, જાણો શું થયું

ગુજરાતના એક માત્ર હિલ સ્ટેશન એવા સાપુતારાના વિકાસ માટે 1969માં  વિસ્થાપિત બનેલ પરિવારોને આખરે 53 વર્ષે પોતાનો હક્ક મળ્યો છે. ૩૦૦ ચોરસ મીટર જમીન માત્ર 1 રૂપિયાના ટોકન લઈને 99 વર્ષના હક પત્ર મળતા નવાગામના લોકોએ આઝાદી મળી હોવાનું જણાવ્યું હતું. ગિરિમથક સાપુતારાના વિકાસ માટે પોતાની કિંમતી જમીન સરકારને સુપ્રત કરનારા મૂળ ૪૨ જેટલા જમીનધારક પરિવારો અને તેમના વધેલા વંશ  વારસદારો વિસ્થાપિàª
ગિરિમથક સાપુતારાના વિસ્થાપિતોને આખરે 53 વર્ષે હક મળ્યો  જાણો શું થયું
ગુજરાતના એક માત્ર હિલ સ્ટેશન એવા સાપુતારાના વિકાસ માટે 1969માં  વિસ્થાપિત બનેલ પરિવારોને આખરે 53 વર્ષે પોતાનો હક્ક મળ્યો છે. ૩૦૦ ચોરસ મીટર જમીન માત્ર 1 રૂપિયાના ટોકન લઈને 99 વર્ષના હક પત્ર મળતા નવાગામના લોકોએ આઝાદી મળી હોવાનું જણાવ્યું હતું. 
ગિરિમથક સાપુતારાના વિકાસ માટે પોતાની કિંમતી જમીન સરકારને સુપ્રત કરનારા મૂળ ૪૨ જેટલા જમીનધારક પરિવારો અને તેમના વધેલા વંશ  વારસદારો વિસ્થાપિત થયાના 5 દાયકા થી પોતાના હક માટે લડત ચલાવતા હતા. ઘણા આવેદન અને આંદોલન બાદ આખરે 53 વર્ષે ગુજરાત સરકારે નવાગામ ખાતે આ પરિવારોને ૩૦૦ ચોરસ મીટર જમીન ઉપર હક હોવાના લેખિત પત્ર આપતા નવાગામના રહેવાસીઓ આજે આઝાદી મળી હોવાનું જણાવી રહ્યા છે.
રૂપિયા 1 ટોકન દરે 99 વર્ષ માટે રહેઠાણ પ્લોટ ફાળવણી પત્ર આપવા માટે વહીવટી તંત્ર એ ખાસ આયોજન કર્યું હતું, આ કાર્યક્રમમાં આદિજાતિ મંત્રી નરેશ પટેલ , સાંસદ કે.સી.પટેલ, ધારાસભ્ય વિજય પટેલ અને ડાંગ  જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવીત ઉપસ્થિત રહ્યા હતા.
વર્ષ ૧૯૬૦માં મહારાષ્ટ્રમાંથી છૂટા પડેલા ગુજરાત રાજ્યના અલાયદા અસ્તિત્વ બાદ, સને ૧૯૬૫-૬૬ની સાલમા ગિરિમથક સાપુતારાના વિકાસ વેળા, અહીના મૂળ ૪૨ જેટલા પરિવારોએ તેમની મહામૂલી જમીન, રાજ્ય સરકારને સોંપી હતી. જેના બદલામા તત્કાલિન રાજ્ય સરકાર દ્વારા આ પરિવારોને સાપુતારાની બાજુમા આવેલા નવાગામ ખાતે ખસેડાયા હતા. ત્યારબાદ ગિરિમથક સાપુતારાનો તત્કાલિન મુખ્યમંત્રી સ્વ.હિતેન્દ્રભાઈ દેસાઇએ ગિરિમથક તરીકેનો પાયો નાખ્યો હતો. 
 ગુજરાતના એક માત્ર હવા ખાવાના સ્થળ તરીકે જાણીતા સાપુતારાનો આજે વિકાસ જોઈ શકાય છે. આ વિકાસ પાછળ વિસ્થાપિત બનેલા લોકો વિકટ પરિસ્થિતિમા મુકાયા હતા, જેમના હાથમાં જમીનના હક પત્ર આવતા તેમણે સરકારનો આભાર માની મંત્રી નરેશ પટેલને આજ રોજ અમને આઝાદી મળી હોવાનું કહ્યું હતું.
Advertisement
Tags :
Advertisement

.