Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિધાનસભા સત્રના છેલ્લા દિવસે શિક્ષણ મંત્રી તરફથી જમણવાર, અસ્સલ કાઠીયાવાડી ભોજન પીરસાયું

વિધાનસભા સત્ર 31મી માર્ચે પુરુ થયુ. બજેટ સત્ર સતત એક મહિનો ચાલ્યુ અને છેલ્લા દિવસે તો વિધાનસભા રાત્રે પોણા બે વાગ્યા સુધી ચાલી. જો કે છેલ્લા દિવસે મોડી રાત્રિ સુધી ચાલેલી ગૃહની કાર્યવાહી ચર્ચામાં રહી તેવી જ રીતે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી તરફથી આયોજીત થયેલો જમણવાર પણ ચર્ચામાં રહ્યો. શિક્ષણમંત્રીએ તેમની અસ્સલ કાઠીયાવાડી મહેમાનગતિનો પરિચય સૌને કરાવ્યો હતો. રાજભવન ખાતેના કોમ્
વિધાનસભા સત્રના છેલ્લા દિવસે શિક્ષણ મંત્રી તરફથી જમણવાર  અસ્સલ કાઠીયાવાડી ભોજન પીરસાયું
વિધાનસભા સત્ર 31મી માર્ચે પુરુ થયુ. બજેટ સત્ર સતત એક મહિનો ચાલ્યુ અને છેલ્લા દિવસે તો વિધાનસભા રાત્રે પોણા બે વાગ્યા સુધી ચાલી. જો કે છેલ્લા દિવસે મોડી રાત્રિ સુધી ચાલેલી ગૃહની કાર્યવાહી ચર્ચામાં રહી તેવી જ રીતે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી તરફથી આયોજીત થયેલો જમણવાર પણ ચર્ચામાં રહ્યો. 
શિક્ષણમંત્રીએ તેમની અસ્સલ કાઠીયાવાડી મહેમાનગતિનો પરિચય સૌને કરાવ્યો હતો. રાજભવન ખાતેના કોમ્યુનિટી હોલમાં આયોજીત આ ભોજન સમારોહમાં જીતુભાઈએ સૌને સાગમટે આમંત્રણ આપ્યુ હોય તેમ પોતાની નજીકના હોય તેવા સૌને યાદ કરી કરીને ભોજન માટે આમંત્રણ આપ્યું હતુ. મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, ભાજપના સનિયિર નેતાઓથી માંડીને તેમના મતવિસ્તાર છેક ભાવનગરના કાર્યકર્તાઓને પણ જીતુભાઈએ યાદ કરીને આમંત્રણ આપ્યું હતુ. 
એક લગ્ન સમારોહમાં હોય તેવી ઝાકમઝોળ સાથે આયોજીત થયેલા આ ભોજન સમારોહમાં સૌ મહેમાનોને અસ્સલ કાઠીયાવાડી ભોજનનો સ્વાદ માણવા મળ્યો હતો. રોટલા, કઢી, ખીચડી, આખી ડુંગળીનું શાક, ડ્રાયફ્રુટ બાસુંદી સહિતની રજવાડી વાનગીઓ જીતુભાઈએ મહેમાનોને ભાવથી જમાડી હતી. કાઠીયાવાડી પ્રથા પ્રમાણે ભોજનના અંતે રસીલા પાનનો આસ્વાદ પણ માણવા મળ્યો. સૌને આવકારવા માટે જીતુભાઈની સાથે તેમનો સમગ્ર પરિવાર પણ હાજર હતો. તેમના માતા, બહેન, પત્ની અને બાળકો પણ સૌને હરખભેર આવકારી રહ્યા હતા. 
જીતુભાઇ રાજકોટના પ્રભારી હતા તે નાતે રાજકોટના નેતાઓને પણ જમણવારમાં ખાસ આમંત્રણ અપાયું હતું. તેઓ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે માટે એ સમયના તેમના સાથી હોદેદારો પણ જમણવારમાં નજરે પડ્યા હતા. અસ્સલ કાઠિયાવાડી ભોજન પીરસવાની જવાબદારી ભાવનગરના જ સ્થાનિક કેટરરને સોંપાઈ હતી.
Advertisement
Tags :
Advertisement

.