Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિનેશ કાર્તિક જલ્દી જ કરી શકે છે Retirement ની જાહેરાત, સોશિયલ મીડિયામાં આપ્યો સંકેત

ટીમ ઈન્ડિયાના અનુભવી વિકેટ કીપર (Wicket Keeper) બેટ્સમેન દિનેશ કાર્તિકે (Dinesh Karthik) ગુરુવારે એક વીડિયો પોસ્ટ કરીને મોટો સંકેત આપ્યો છે. T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) માં ટીમનો હિસ્સો રહેલા કાર્તિકે સોશિયલ મીડિયા દ્વારા એક ઈમોશનલ પોસ્ટ (Emotional Post) કરી હતી, જેના પછી ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે તે હવે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા જઈ રહ્યો છે. આ સમાચાર સાંભળી તમને ભલે નવાઈ લાગે પરંતુ એવું પણ કહેવાય છે કે, તેમન
દિનેશ કાર્તિક જલ્દી જ કરી શકે છે retirement ની જાહેરાત  સોશિયલ મીડિયામાં આપ્યો સંકેત
ટીમ ઈન્ડિયાના અનુભવી વિકેટ કીપર (Wicket Keeper) બેટ્સમેન દિનેશ કાર્તિકે (Dinesh Karthik) ગુરુવારે એક વીડિયો પોસ્ટ કરીને મોટો સંકેત આપ્યો છે. T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) માં ટીમનો હિસ્સો રહેલા કાર્તિકે સોશિયલ મીડિયા દ્વારા એક ઈમોશનલ પોસ્ટ (Emotional Post) કરી હતી, જેના પછી ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે તે હવે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા જઈ રહ્યો છે. આ સમાચાર સાંભળી તમને ભલે નવાઈ લાગે પરંતુ એવું પણ કહેવાય છે કે, તેમની સતત અવગણના તેમને આ નિર્ણય લેવા પર મજબૂર કરી રહી છે. 
ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સમાં સંકેત!
દિનેશ કાર્તિકની તાજેતરની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પછી, તેની નિવૃત્તિ અંગેની અટકળો તેજ થઈ ગઈ છે. તેણે પોતાની પોસ્ટમાં કેટલીક એવી વાતો પણ લખી છે, જેના પરથી આ સંકેતો પણ મળી રહ્યા છે. તેણે એક વીડિયો શેર કર્યો જેમાં વર્લ્ડ કપની કેટલીક યાદો હતી અને કેપ્શનમાં લખ્યું, 'ભારત માટે T20 વર્લ્ડ કપ રમવાના લક્ષ્યને હાંસલ કરવા માટે સખત મહેનત કરી અને હું આવું કરવા માટે ખૂબ જ ગર્વ અનુભવું છું. અમે અમારા મુખ્ય ધ્યેયથી પાછળ રહી ગયા, પરંતુ તેણે મારું જીવન કેટલીક અદ્ભુત યાદોથી ભરી દીધું છે. તમામ સાથી ખેલાડીઓ, કોચ, મિત્રો અને સૌથી અગત્યનું તમામ સમર્થન માટે ચાહકોનો ખૂબ ખૂબ આભાર.
કેવી રીતે કારકિર્દી?
વર્તમાન ભારતીય ટીમના સૌથી અનુભવી ખેલાડીઓમાંના એક દિનેશ કાર્તિકની કારકિર્દીમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. ઘણી વખત ટીમની બહાર રહ્યા બાદ તે ફરી પાછો આવ્યો અને દુનિયાને ચોંકાવી દીધી. તેનું સપનું ભારત માટે T20 વર્લ્ડ કપ રમવાનું હતું અને તેનું સપનું આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં સાકાર થયું. હવે એવી અટકળો ચાલી રહી છે કે DK (Dinesh Karthik) ટૂંક સમયમાં નિવૃત્તિ (Retirement) ની જાહેરાત કરી શકે છે. તેની લેટેસ્ટ ઈન્સ્ટાગ્રામ (Instagram) પોસ્ટે પણ આ વાતનો સંકેત આપ્યો છે. 2004માં ભારત માટે વનડેમાં ડેબ્યૂ કરનાર કાર્તિકની કારકિર્દી લગભગ 18 વર્ષની છે. તેણે ટીમ ઈન્ડિયા માટે 26 ટેસ્ટ, 94 ODI અને 60 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. હવે ભારતીય ટીમે આ વર્ષે એક પણ T20 મેચ રમવાની નથી. વળી, આવતા વર્ષે યોજાનાર ODI વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, ફક્ત થોડી જ T20 રમાશે. આ સિવાય વર્લ્ડકપ બાદ ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર તેને ટીમમાં જગ્યા મળી ન હોતી. આ તમામ બાબતોને જોતા હવે લાગે છે કે કાર્તિક ટૂંક સમયમાં નિવૃત્તિની જાહેરાત કરી શકે છે.
ભારત માટે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં, કાર્તિકે તમામ ફોર્મેટમાં ભારત માટે કુલ 180 મેચ રમી છે. ટેસ્ટ ફોર્મેટમાં કાર્તિકે 26 મેચ રમીને 1025 રન બનાવ્યા છે, જ્યારે 94 વનડેમાં તેણે 1752 રન બનાવ્યા છે. જો કે, મેચના સૌથી ટૂંકા ફોર્મેટમાં કાર્તિકના 142.61ના સ્ટ્રાઈક રેટથી કુલ 686 રન છે.
IPL માં રહ્યું શાનદાર પ્રદર્શન
આ વર્ષની શરૂઆતમાં, 37 વર્ષીય ખેલાડીને IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ ખરીદ્યો હતો. કાર્તિકે IPL 2022માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 16 મેચમાં 183.33ની સ્ટ્રાઈક રેટ અને 55.00ની એવરેજથી 330 રન બનાવ્યા, ત્યારબાદ તેને ફિનિશર તરીકે વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળ્યું. દરમિયાન, 37 વર્ષની ઉંમરે વર્લ્ડ કપમાં રમવા અંગેની પોતાની લાગણી વ્યક્ત કરતાં કાર્તિકે કહ્યું, 'ભારત માટે T20 વર્લ્ડ કપ રમવાના લક્ષ્ય માટે સખત મહેનત કરી અને આમ કરવું ગર્વની વાત છે. કાર્તિકને યુવા ખેલાડી રિષભ પંતની આગળ પ્લેઈંગ ઈલેવનમાં પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ કપ્તાન રોહિત શર્માને બાદમાં ઈજાગ્રસ્ત થવાને કારણે તેને પડતો મુકવો પડ્યો હતો. ત્યાર બાદ T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ભારતને ઈંગ્લેન્ડે 10 વિકેટે પરાજય આપ્યો હતો. કાર્તિકે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, 'વર્લ્ડ કપમાં અમને જોઈતી મંઝિલ ન મળી હોવા છતાં, તેણે મારું જીવન ઘણી યાદોથી ભરી દીધું છે. પોસ્ટના અંતે, RCBના બેટ્સમેને તેના સાથી ખેલાડીઓ, કોચ, મિત્રો અને ચાહકોને સતત સમર્થન આપવા બદલ આભાર માન્યો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.