Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ટીમમાં સિલેક્શન થતા જ દિનેશ કાર્તિક થયા ભાવુક, કહી મનની વાત

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ઈજાના કારણે ટીમની બહાર રહેલા હર્ષલ પટેલ અને જસપ્રિત બુમરાહની ટીમમાં વાપસી થઈ છે. આ સાથે જ ટીમમાં દિનેશ કાર્તિકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. BCCI દ્વારા ટીમની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં કોઈ ચોંકાવનારો નિર્ણય જોવા મળ્યો નથી. ટીમ અપેક્ષા મુજબ સિલેક્ટ કરવામાં આવી છે. જોકે, ટીમમાં સ્થાન મળ્યા બાદ દિનેશ કાર્તિક થોડો ભાવુક થઇ ગયો à
ટીમમાં સિલેક્શન થતા જ દિનેશ કાર્તિક થયા ભાવુક  કહી મનની વાત
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ઈજાના કારણે ટીમની બહાર રહેલા હર્ષલ પટેલ અને જસપ્રિત બુમરાહની ટીમમાં વાપસી થઈ છે. આ સાથે જ ટીમમાં દિનેશ કાર્તિકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. BCCI દ્વારા ટીમની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં કોઈ ચોંકાવનારો નિર્ણય જોવા મળ્યો નથી. ટીમ અપેક્ષા મુજબ સિલેક્ટ કરવામાં આવી છે. જોકે, ટીમમાં સ્થાન મળ્યા બાદ દિનેશ કાર્તિક થોડો ભાવુક થઇ ગયો હતો.
આ વર્ષનો T20 વર્લ્ડ કપ 22 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં રમાશે. ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે રમાવાની છે. આ ટીમમાં 37 વર્ષીય દિનેશ કાર્તિકનો સમાવેશ કરવામાં આવ્યો છે. IPL 2022માં શાનદાર પ્રદર્શન કર્યા બાદ તેને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો હતો. દિનેશ કાર્તિકને T20 વર્લ્ડ કપમાં વિકેટકીપર તરીકે સામેલ કરવામાં આવ્યો છે. ટીમની જાહેરાત થતાની સાથે જ દિનેશ કાર્તિકે ઈમોશનલ ટ્વીટ કરીને પોતાની વાત કહી હતી. દિનેશ કાર્તિકે ટ્વિટર પર ટ્વીટ કરીને લખ્યું કે 'સપનું સાચું થયું'. તેના ટ્વીટ બાદ તે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યો હતો. 
Advertisement

દિનેશ કાર્તિકના આ ટ્વીટ પર તેના ચાહકોએ પણ ખૂબ જ સારી પ્રતિક્રિયાઓ આપી છે. કાર્તિકે IPL મેચ દરમિયાન કહ્યું હતું કે તેનું સપનું છે કે તે બ્લુ જર્સીમાં સંન્યાસ લેવા માંગે છે. કાર્તિકનું આ સપનું હવે સાકાર થતું દેખાઇ રહ્યું છે. તેણે છેલ્લા T20 વર્લ્ડ કપ દરમિયાન સ્કાય સ્પોર્ટ્સ માટે કોમેન્ટ્રી કરવાનું શરૂ કર્યું હતું અને આ વર્લ્ડ કપમાં તે વિકેટકીપર તરીકે મેદાન પર જોવા મળશે. દિનેશ કાર્તિકે છેલ્લે વર્ષ 2010માં T20 વર્લ્ડ કપ રમ્યો હતો. 
એક સમયે દિનેશ કાર્તિકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો. પરંતુ તેણે પોતાની મહેનતના બળ પર ટીમ ઈન્ડિયામાં પોતાનું સ્થાન બનાવ્યું અને આજે તે વર્લ્ડ કપ ટીમનો ભાગ છે. દિનેશ કાર્તિક IPL 2022 પછી યોજાનારી તમામ T20 શ્રેણીમાં ભારતીય ટીમનો ભાગ છે. દિનેશ કાર્તિકે 50 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 139.95ની સ્ટ્રાઈક રેટ અને 28.19ની એવરેજ સાથે રન બનાવ્યા છે.
આ ખેલાડીઓને T20 વર્લ્ડ કપ 2022 માટે તક મળી છે
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, ઋષભ પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ.
Tags :
Advertisement

.