કચરો, કાંચીડો અને કટ્ટરવાદ.... જાણો દિલીપ સંઘાણીએ હાર્દિક પટેલના ભાજપમાં જોડાવા અંગે શું કહ્યું?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ધીમે ધીમે રાજ્યમાં ખરાખરીન રાજકીય રંગ જામતો જાય છે. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી આપ તમામ લોકો અત્યારથી જ ચૂંટણીની તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. જો કે એક વાત તો નક્કી છે કે આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઘણી રસપ્રદ રહેશે. ચૂંટણી આડે હવે ગણતરીના મહિના જ બાકી છે ત્યારે દર થોડા દિવસે કંઇક નવા સમાચાર સામે આવી રહ્યા છે. જેના કારણે રાજકીય ગરમાવો પણ વધી
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ધીમે ધીમે રાજ્યમાં ખરાખરીન રાજકીય રંગ જામતો જાય છે. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી આપ તમામ લોકો અત્યારથી જ ચૂંટણીની તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. જો કે એક વાત તો નક્કી છે કે આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઘણી રસપ્રદ રહેશે. ચૂંટણી આડે હવે ગણતરીના મહિના જ બાકી છે ત્યારે દર થોડા દિવસે કંઇક નવા સમાચાર સામે આવી રહ્યા છે. જેના કારણે રાજકીય ગરમાવો પણ વધી રહ્યો છે.
હજુ તો પાટીદાર અગ્રણી નરેશ પટેલના રાજકારણમાં જોડાવાની અટકળો ચાલી રહી છે. તે રાજકારણમાં આવશે કે કેમ? અને જો આવશે તો ક્યા પક્ષામાં જોડાશે? તે હજુ સ્પષ્ટ નથી થયું. તેવામાં હવે હાર્દિક પટેલના નામની અટકળો વહેતી થઇ છે. એવી વાત સામે આવી છે કે હાર્દિક પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઇ શકે છે. થોડા દિવસોથી એવી વાત સામે આવી છે કે હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ છે. તો બીજી તરફ હાર્દિકે જાહેરમાં ભાજપના તથા ભાજપ નેતૃત્વના ભરપુર વખાણ પણ કર્યા છે. તો આ તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ આ અંગે નિવેદન આપ્યું છે.
કચરો
જો કે હવે હાર્દિકના ભાજપમાં જોડાવાને લઇને ગુજરાત ભાજપના વરીષ્ઠ નેતા અને પાટીદાર અગ્રણી દિલીપ સંઘાણીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે હાર્દિકના ભઆજપમાં જોડાવાની વાતને લઇને અણગમો વ્યક્ત કર્યો છે. સાથે જ તેમણે હાર્દિક પટેલની ઝાટકણી પણ કાઢી છે. દિલીપ સંઘાણીએ ‘ગુજરાત ફર્સ્ટ’ સાથે વાત કરતા કહ્યું કે હાર્દિક તો કાંચીડાની જેમ રંગ બદલે છે. આ સિવાય તેમણે એવું પણ કહ્યું કે પાર્ટીમાં કચરો ભગો ના કરાય.
કાંચીડો
સંઘાણીએ કહ્યું કે હાર્દિકને કોંગ્રેસમાં કોઈ ઘાસ નાખતું નથી માટે રંગ બદલે છે. હાર્દિકે જ્યારે પાસનું આંદોલન કર્યુ ત્યારે તેણે પાટીદાર સમાજને વિશ્વાસ આપ્યો હતો કે હું કોઇ પણ રાજકીય પક્ષામાં નહીં જાવ. તે પાટીદાર સમાજનો વિશ્વાસઘાત કરીને તો તે કોંગ્રેસમાં ગયા હતા. એટલે સમય સમય પર કાંચીડાની જેમ રંગ બદલવો તે તેના સ્વભાવમાં છે.
કટ્ટરવાદ
જ્યારે હાર્દિકે કરેલા ભાજપના વખાણ અંગે તેમને પૂછાયું તો તેમણે કહ્યું કે અમારા માટે આનંદની વાત છે કે કોંગ્રસનો નેતા સાચી વાત કહે. તો દેશભરમાં કોંગ્રેસના નેતાઓ બોધપાઠ લે કે ભાજપ સારું કામ કરી રહી છે. વધુંમાં તેમણે હાર્દિકને કટ્ટરવાદી ગણાવ્યો. કહ્યું કે પાટીદારો રાષ્ટ્રવાદમાં માને છે કટ્ટરવાદમાં નહીં. હાર્દિક જ્ઞાતિના નામે કટ્ટરવાદ કરે છે.