બિલ્કીસબાનુ ગેંગરેપના આરોપીઓની મુક્તિને અસદુદ્દીન ઓવૈસીએ ચૂંટણી સાથે જોડ્યો
કેન્દ્ર અને ગુજરાતમાં બંને જગ્યાએ હાલમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. પરંતુ બિલ્કીસ બાનુ બળાત્કાર કેસના આરોપીઓને છોડાવવાના મામલે બંને વચ્ચે એકસૂરતા ન હોવાનું સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ આરોપીઓને છોડાવવામાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈન્સની અવગણના કરી છે. તેવું ઔવસી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન જ
12:54 PM Aug 16, 2022 IST
|
Vipul Pandya
કેન્દ્ર અને ગુજરાતમાં બંને જગ્યાએ હાલમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. પરંતુ બિલ્કીસ બાનુ બળાત્કાર કેસના આરોપીઓને છોડાવવાના મામલે બંને વચ્ચે એકસૂરતા ન હોવાનું સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ આરોપીઓને છોડાવવામાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈન્સની અવગણના કરી છે. તેવું ઔવસી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન જે કેદીઓને મુક્ત કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળી હતી, સાથે જ આ આરોપીઓમાં બળાત્કાર કેસના આરોપીઓમાં સામેલ નહોતા. આમ છતાં ગુજરાત સરકારે બિલ્કીસબાનુ રેપ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 11 લોકોને મુક્ત કર્યા છે.
કેન્દ્રએ આ માર્ગદર્શિકા આપી હતી
આ વર્ષે જૂનમાં સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અંતર્ગત કેન્દ્ર સરકારે રાજ્યો માટે માર્ગદર્શિકા બહાર પાડી હતી. આ અંતર્ગત જેલમાં લાંબી સજા ભોગવી રહેલા ગુનેગારોને મુક્ત કરવા માટે વિશેષ નીતિની દરખાસ્ત કરવામાં આવી હતી. જો કે, તેમાં બળાત્કારના કેસમાં સજા કાપી રહેલા ગુનેગારોને મુક્ત કરવાની જોગવાઈ નથી. બિલ્કીસ બાનો બળાત્કાર કેસના આરોપીઓને આ માર્ગદર્શિકા અનુસાર છોડી શકાય તેમ નથી. પરંતુ આ કેસમાં ગુજરાત સરકારે આ નીતિ નિયમોનું પાલન કર્યું હતું તેવું ઔવસી તરફથી કહેવામાં આવ્યું છે. અને માફી અરજી પર સુપ્રીમ કોર્ટે મે મહિનામાં આપેલા નિર્દેશો મુજબ તેમને જેલમાંથી મુક્ત કર્યા હતા.
આરોપીઓનું મીઠાઈથી સ્વાગત કરવામાં આવ્યું
બીજી તરફ ગોધરા સબજેલમાંથી બહાર આવતાં આરોપીઓનું મીઠાઈથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જેલમાંથી બહાર આવ્યા બાદ અરજી દાખલ કરનાર રાધેશ્યામ શાહે આ અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેમની અરજી પર જ મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાધેશ્યામે કહ્યું કે હવે હું મારા પરિવારને મળીશ અને નવું જીવન શરૂ કરીશ. બીજી તરફ બિલકિસ બાનોના પતિએ દોષિતોને મુક્ત કરવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.
ઓવૈસીએ આ મુક્તિને ગુજરાત ચૂંટણી સાથે જોડી
અસદુદ્દીન ઓવૈસીએ ગુજરાતમાં બિલ્કીસ બાનો ગેંગ રેપના આરોપીઓની મુક્તિને ગુજરાત ચૂંટણી સાથે જોડી છે. એઆઈએમઆઈઆઈએમના વડાએ કહ્યું કે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે લાલ કિલ્લા પરથી વડાપ્રધાન મહિલાઓના સંકલ્પનો સંકલ્પ આપે છે. જ્યારે ગુજરાતમાં આવો નિર્ણય લેવાય છે. તેમણે કહ્યું કે રાજ્યમાં ચૂંટણી પહેલા ભાજપે તુષ્ટિકરણની રાજનીતિ હેઠળ આવું કર્યું છે. ઓવૈસીએ કહ્યું કે ગેંગરેપમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આરોપીઓને છોડી મુકવાથી મુસ્લિમ સમુદાયમાં ખૂબ જ ખોટો સંદેશ ગયો છે.
આ ઘટના 2002માં બની હતી
ઉલ્લેખનીય છે કે 2002ના ગોધરા રમખાણો દરમિયાન બિલકિસ બાનો પર સામૂહિક બળાત્કાર થયો હતો. આ દરમિયાન તેના પરિવારના કેટલાક સભ્યોની પણ હત્યા કરવામાં આવી હતી. તે સમયે બિલકિસ બાનો 21 વર્ષની હતી અને તે પાંચ મહિનાની ગર્ભવતી પણ હતી. 3 માર્ચ 2002ના રોજ બનેલી આ ઘટનામાં બિલ્કીસના પરિવારના છ સભ્યોની સાથે તેના માસૂમ બાળકની પણ હત્યા કરવામાં આવી હતી. 2008માં મુંબઈ સીબીઆઈની વિશેષ અદાલતે આ કેસમાં 11 દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી હતી. બાદમાં બોમ્બે હાઈકોર્ટે પણ આ સજાને યથાવત રાખી હતી. જણાવી દઈએ કે બિલકિસ બાનોના પરિવારે પણ આરોપીને છોડવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. તેમણે એમ પણ કહ્યું કે તેમને આ પ્રક્રિયા વિશે જાણ કરવામાં આવી ન હતી.
Next Article