Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ફિલ્ડરે આઉટ કર્યો કે બેટ્સમેનની આળસે પેવેલિયનનો રસ્તો બતાવ્યો, જુઓ આ Video

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા (Australia and South Africa) વચ્ચે ટેસ્ટ મેચની સિરીઝ ચાલી રહી છે. બંન્ને ટીમોએ સિરીઝની બીજી મેચ રમી જેમા આજે ચોથા દિવસે દક્ષિણ આફ્રિકાની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચ પહેલા દિવસથી જ એક તરફી જોવા મળી હતી. મેચમાં આજે દક્ષિણ આફ્રિકાના એક બેટ્સમેન ખાયા જોન્ડો રન આઉટ થયો હતો. જેને લઇને ઘણી ચર્ચાઓ થઇ રહી છે. ટ્રેવિસ હેડનો શાનદાર થ્રો, બેટ્સમેનની જોવા મળી આળસઓસ્ટ્àª
01:03 PM Dec 29, 2022 IST | Vipul Pandya
ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા (Australia and South Africa) વચ્ચે ટેસ્ટ મેચની સિરીઝ ચાલી રહી છે. બંન્ને ટીમોએ સિરીઝની બીજી મેચ રમી જેમા આજે ચોથા દિવસે દક્ષિણ આફ્રિકાની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચ પહેલા દિવસથી જ એક તરફી જોવા મળી હતી. મેચમાં આજે દક્ષિણ આફ્રિકાના એક બેટ્સમેન ખાયા જોન્ડો રન આઉટ થયો હતો. જેને લઇને ઘણી ચર્ચાઓ થઇ રહી છે. 
ટ્રેવિસ હેડનો શાનદાર થ્રો, બેટ્સમેનની જોવા મળી આળસ
ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેલબોર્નમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ટ્રેવિસ હેડે શાનદાર રનઆઉટ કર્યો હતો. તેણે પહેલા બોલને ઝડપથી પકડ્યો અને સચોટ થ્રો મારવા માટે હવામાં છલાંગ લગાવીને અને બેટ્સમેન ખાયા જોન્ડોનું કામ પૂરું કર્યું. રનઆઉટ થયા બાદ આ બેટ્સમેન પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો કે આટલી ઝડપથી થ્રો કેવી રીતે થયો. જોકે, બેટ્સમેનના રન આઉટ થયા પાછળ માત્ર ટ્રેવિસ હેડની શાનદાર ફિલ્ડિંગ અને થ્રો જ નહીં પણ બેટ્સમેનની આળસ પણ સ્પષ્ટપણે જોવા મળી હતી. તમે વીડિયોમાં જોઇ શકો છો કે, ટ્રેવિસ હેડ જ્યારે થ્રો કરે છે તે સમયે બેટ્સમેન પોતાનું 100 ટકા આપવાની જગ્યાએ અડધી પિચ પર આવીને ધીમો પડી જાય છે, જાણે તે સમજી જ ગયો હોય કે રન આઉટ થઇ જ જશે. તમે વીડિયોને શાંતિથી જોશો ત્યારે તમને ખ્યાલ આવશે કે તે પહેલા જ દોડવામાં ઝડપ રાખી હોત તો તે ક્રિસમાં પહોંચી શક્યો હોત. જોકે, અહીં ટ્રેવિસ હેડની ફિલ્ડિંગના પણ વખાણ થઇ રહ્યા છે. જે રીતે તેણે ફૂર્તિ સાથે થ્રો કર્યો તે જોઇને જ બેટ્સમેન સમજી ગયો હતો કે હવે તે રન આઉટ જ થશે. 

27મી ઓવરમાં બની ઘટના
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા બોક્સિંગ ટેસ્ટમાં, જ્યારે દક્ષિણ આફ્રિકા બીજી ઇનિંગમાં બેટિંગ કરી રહ્યું હતું, ત્યારે 27મી ઓવરના ત્રીજા બોલ પર, બાવુમાએ બોલને પોઈન્ટ તરફ મોકલીને 1 રન બનાવવાનો પ્રયાસ કર્યો, તેણે તો પોતાની ક્રિઝ છોડી અને બીજા છેડે આરામથી પહોંચી ગયો પરંતું બીજા છેડે ઉભા રહેલા ખાયા જોન્ડો પોતાની ક્રિઝ સુધી પહોંચી શક્યો નહોતો. મહત્વનું છે કે, ખાયા જોન્ડોએ ક્રિઝ સુધી પહોંચવાનો સખત પ્રયાસ કર્યો, પરંતુ ફિલ્ડર ટ્રેવિસ હેડે ચિત્તાની જેમ બોલ પકડ્યો અને ખાયા જોન્ડોને ખતરનાક થ્રો સાથે રન આઉટ કર્યો. તેણે હવામાં ઉડતા બોલને સ્ટમ્પ પર ફટકાર્યો હતો. આ જોઈને બધાને નવાઈ લાગી. આ ઘટના ત્યારે બની જ્યારે દક્ષિણ આફ્રિકાએ 65 રનમાં પોતાની 3 વિકેટ ગુમાવી દીધી હતી.
ઓસ્ટ્રેલિયાએ 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી
જો મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેલબોર્નમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં કાંગારૂઓએ શાનદાર જીત નોંધાવી છે. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ઉલ્લેખનીય છે કે, મેલબોર્ન ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં 189 રનમાં ઓલ આઉટ થઈ ગયેલી દક્ષિણ આફ્રિકાની ટીમ બીજી ઈનિંગમાં માત્ર 204 રનમાં સમેટાઈ ગઈ હતી. આ રીતે ઓસ્ટ્રેલિયાએ મેલબોર્ન ટેસ્ટ એક ઇનિંગ અને 182 રને જીતી લીધી હતી. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ પણ પ્રથમ મેચ શાનદાર રીતે જીતી હતી.
આ પણ વાંચો - વોર્નરે પોતાની 100મી ટેસ્ટમાં રચ્યો ઈતિહાસ, આ કારનામો કરનાર વિશ્વનો બીજો ખેલાડી બન્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AUSvsSABatsmanCricketFielderGujaratFirstKhayaZondoLazinessOutPavilionRunOutSocialmediaSportsTravisHeadViralVideo
Next Article