Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું સિદ્ધાર્થ મલ્હોત્રાએ બ્રેકઅપની ખબરો પર પૂર્ણ વિરામ લગાવ્યું?

છેલ્લા કેટલાક દિવસોથી સિદ્ધાર્થ મલ્હોત્રા અનેરા અડવાણીને બ્રેકઅપની ચર્ચા છે. બંનેએ ફિલ્મ ‘શેરશાહ’ માં સાથે કામ કર્યું હતું. ફિલ્મના શૂટિંગના સમયથી તેમની વચ્ચે નિકટતા વધી હતી. ચાહકો તેમની જોડીને પડદા પર અને વાસ્તવિક જીવનમાં પણ પસંદ કરે છે. જ્યારે બ્રેકઅપના સમાચાર આવવા લાગ્યા તો ચાહકોના દિલ પણ તૂટી ગયા. જોકે, સિદ્ધાર્થ અને કિયારા તરફથી હજુ સુધી કંઈ કહેવામાં આવ્યું નથી. આ દરમિયાà
શું સિદ્ધાર્થ મલ્હોત્રાએ બ્રેકઅપની ખબરો પર પૂર્ણ વિરામ લગાવ્યું
છેલ્લા કેટલાક દિવસોથી સિદ્ધાર્થ મલ્હોત્રા અનેરા અડવાણીને બ્રેકઅપની ચર્ચા છે. બંનેએ ફિલ્મ ‘શેરશાહ’ માં સાથે કામ કર્યું હતું. ફિલ્મના શૂટિંગના સમયથી તેમની વચ્ચે નિકટતા વધી હતી. ચાહકો તેમની જોડીને પડદા પર અને વાસ્તવિક જીવનમાં પણ પસંદ કરે છે. જ્યારે બ્રેકઅપના સમાચાર આવવા લાગ્યા તો ચાહકોના દિલ પણ તૂટી ગયા. જોકે, સિદ્ધાર્થ અને કિયારા તરફથી હજુ સુધી કંઈ કહેવામાં આવ્યું નથી. આ દરમિયાન સિદ્ધાર્થની સોશિયલ મીડિયાની પ્રતિક્રિયાએ બધાને ચોંકાવી દીધા હતા. ત્યારે તેણે કિયારા અડવાણીની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે. 
ફિલ્મનું ટ્રેલર આવતીકાલે રિલીઝ થશે
કિયારાની આગામી ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2' છે. ફિલ્મનું ટ્રેલર આવતીકાલે રિલીઝ થશે. હાલમાં તે ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં કિયારા પિંક આઉટફિટમાં ચમકી રહી છે. આ સાથે તેણે લખ્યું- 'BB2 ના પ્રમોશનની શરૂઆત. #bhoolbhulaiyaa2. ' કિયારાએ આ પોસ્ટ શેર કરતાની સાથે જ સિદ્ધાર્થે તેને લાઈક કરી દીધું. તેના આ ઈશારાથી લાગે છે કે બ્ંન્નેના બ્રેકઅપની અફવાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે.
રોહિત શેટ્ટી સાથે સીરીઝ
સિદ્ધાર્થના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે રોહિત શેટ્ટીની વેબ સિરીઝ 'ઇન્ડિયન પોલીસ ફોર્સ'માં કામ કરશે. સિદ્ધાર્થ પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે. આ સિરીઝમાં શિલ્પા શેટ્ટી પણ લીડ રોડમાં છે. તે એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થશે. તેનું શૂટિંગ અત્યારે ચાલી રહ્યું છે.Siddharth MalhotraKiara AdvaniEntertainment News
Advertisement
Tags :
Advertisement

.