Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું સલમાન ખાનને પોલીસે પક્ડયો ?

ઉત્તર પ્રદેશના લખનઉમાં પોલીસે સલમાન ખાનના ડુપ્લિકેટ આઝમ અંસારીની શાંતિ ભંગ કરવાના આરોપમાં અટકાયત કરવામાં આવી છે. અંસારી રવિવારે ક્લોક ટાવર પર રીલ બનાવી રહ્યો હતો. અંસારી રવિવારે ઘંટાઘર ખાતે રીલ બનાવી રહ્યો હતો અને ડુપ્લિકેટ સલમાન ખાનને જોવા માટે રસ્તા પર મોટી સંખ્યાંમાં ભીડ એકઠી થઈ ગઈ હતી, જેના કારણે ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. બાદમાં કેટલાક મુસાફરોની ફરિયાદના આધારે પોલીસ ઘટ
શું સલમાન ખાનને પોલીસે પક્ડયો
ઉત્તર પ્રદેશના લખનઉમાં પોલીસે સલમાન ખાનના ડુપ્લિકેટ આઝમ અંસારીની શાંતિ ભંગ કરવાના આરોપમાં અટકાયત કરવામાં આવી છે. અંસારી રવિવારે ક્લોક ટાવર પર રીલ બનાવી રહ્યો હતો. અંસારી રવિવારે ઘંટાઘર ખાતે રીલ બનાવી રહ્યો હતો અને ડુપ્લિકેટ સલમાન ખાનને જોવા માટે રસ્તા પર મોટી સંખ્યાંમાં ભીડ એકઠી થઈ ગઈ હતી, જેના કારણે ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. બાદમાં કેટલાક મુસાફરોની ફરિયાદના આધારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અંસારીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
Advertisement

કલમ 151 હેઠળ કેસ નોંધાયો
ઠાકુરગંજ પોલીસે કલમ 151 હેઠળ આરોપીઓ વિરુદ્ધ શાંતિ ભંગનો કેસ નોંધ્યો છે. અંસારી ઘણીવાર લખનૌની શેરીઓ અને સ્મારકો પર ઇન્સ્ટાગ્રામ માટે રીલ બનાવતો જોવા મળ્યો છે. યુટ્યુબ પર તેના 1.67 લાખ ફોલોઅર્સ છે. ન્યૂઝ એજન્સી IANS અનુસાર, લખનૌ પોલીસે માહિતી આપી કે ઠાકુરગંજ પોલીસે આઝમ અંસારીને જાહેર સ્થળે ધૂમ્રપાન કરવા બદલ દંડ પણ ફટકાર્યો હતો. આ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. 
ઇન્સ્પેક્ટરે આ માહિતી આપી
ઠાકુરગંજના ઇન્સ્પેક્ટર હરિશંકર ચંદેરે જણાવ્યું કે આરોપી રવિવારે પરવાનગી વિના ઐતિહાસિક સ્થળ પર રીલ બનાવી રહ્યો હતો. તેથી તેની ધરપકડ કરવામાં આવી હતી. તે કપડા પહેર્યા વગર ચારેબાજુ સલમાન ખાનની સ્ટાઈલમાં એક્ટિંગ કરતો હતો. આઝમ અંસારીની રીલ્સ અને વીડિયોમાં જોઈ શકાય છે કે તે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર વીડિયો શૂટ કરતો હતો અને ક્યારેક તે ચાર રસ્તા વચ્ચે ઉભો રહી એક્ટિંગ કરતો હતો.
ADCPએ શું કહ્યું?
આ કેસમાં એડીસીપી ચિરંજીવનાથે જણાવ્યું કે આરોપી અભિનેતા સલમાન ખાનની જેમ કામ કરતો અને રીલ બનાવીને ફેસબુક પર મૂકતો. જેના કારણે તેના ઘણા ફોલોઅર્સ હતા. તેનું સાચું નામ આઝમ અંસારી છે. તે ચોપાટિયામાં ટેમ્પો સ્ટેન્ડ પાસે રહે છે. ADCP સીએન સિન્હાએ કહ્યું, "થાના ઠાકુરગંજ દ્વારા આઝમ અંસારી નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે જે જાહેર અને ધાર્મિક સ્થળો પર વાંધાજનક શોર્ટ વીડિયો બનાવતો હતો."
Tags :
Advertisement

.