Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું ભારતે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયાને માલદીવ ભગાડવામાં કરી મદદ? જાણો હકીકત

શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે રાજકીય પરિસ્થિતિ પણ પળેપળે બદલાઈ રહી છે. 9 જુલાઈના રોજ દેશમાં ભારે વિરોધ થયા પછી, રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ જાહેરાત કરી હતી કે, તેઓ આજે એટલે કે 13 જુલાઈએ તેમના પદ પરથી રાજીનામું આપશે, પરંતુ આજે જ્યારે રાજીનામાનો દિવસ આવ્યો ત્યારે તેઓ દેશ છોડીને ભાગી ગયા છે. કહેવાય છે કે, તેઓ માલદીવમાં છે. શ્રીલંકાની ખરાબ પરિસ્થિતિ માટે ત્યાના રાજકારણી પૂરી રીતે જà
શું ભારતે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયાને માલદીવ ભગાડવામાં કરી મદદ  જાણો હકીકત
શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે રાજકીય પરિસ્થિતિ પણ પળેપળે બદલાઈ રહી છે. 9 જુલાઈના રોજ દેશમાં ભારે વિરોધ થયા પછી, રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ જાહેરાત કરી હતી કે, તેઓ આજે એટલે કે 13 જુલાઈએ તેમના પદ પરથી રાજીનામું આપશે, પરંતુ આજે જ્યારે રાજીનામાનો દિવસ આવ્યો ત્યારે તેઓ દેશ છોડીને ભાગી ગયા છે. કહેવાય છે કે, તેઓ માલદીવમાં છે. 
શ્રીલંકાની ખરાબ પરિસ્થિતિ માટે ત્યાના રાજકારણી પૂરી રીતે જવાબદાર હોવાનું કહેવાય છે. દેશની આર્થિક સ્થિતિ ખરાબ છે આ વચ્ચે આજે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે આ પદ પરથી રાજીનામું આપવાના હતા પરંતુ તે પહેલા જ તેઓ શ્રીલંકાથી પલાયન કરી ગયા છે. જે અંગે એવા અહેવાલો મીડિયામાં ફરતા થયા હતા કે ગોટાબાયોને માલદીવ પહોંચાડવામાં ભારતનો હાથ છે. જોકે, શ્રીલંકામાં ભારતીય હાઈ કમિશને આ અહેવાલોને "પાયાવિહોણા" ગણાવ્યા છે અને કહ્યું કે ભારત તરફથી તેમને કોઇ પણ પ્રકારની મદદ કરવામાં આવી નથી. મળી રહેલી માહિતી અનુસાર, દેશની અર્થવ્યવસ્થાને ન સંભાળવા બદલ તેમની અને તેમના પરિવાર વિરુદ્ધ વધી રહેલા જન આક્રોશ વચ્ચે રાજપક્ષે આર્મી પ્લેનમાં દેશ છોડીને બુધવારે માલદીવ પહોંચ્યા હતા. 
73 વર્ષીય શ્રીલંકાના નેતા તેમની પત્ની અને બે સુરક્ષા અધિકારીઓ સાથે આર્મી પ્લેનમાં દેશ છોડી ગયા હતા. શ્રીલંકામાં ભારતીય હાઈ કમિશને ટ્વીટ કર્યું, "હાઈ કમિશન મીડિયામાં ચાલી રહેલા અહેવાલોને 'પાયાવિહોણા અને માત્ર અટકળો' સમજી ફગાવી દીધા છે કે, ભારતે ગોટાબાયા રાજપક્ષેને શ્રીલંકામાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી. જોકે, તેમણે તે કહ્યું છે કે, ભારત શ્રીલંકાના લોકોને સમર્થન આપવાનું ચાલુ રાખશે. લોકશાહી માધ્યમો અને મૂલ્યો, સ્થાપિત લોકશાહી સંસ્થાઓ અને બંધારણીય માળખા દ્વારા સમૃદ્ધિ અને પ્રગતિની આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં શ્રીલંકાના લોકોનો સહયોગ કરતો રહેશે.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે વિરૂદ્ધ દેશમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો જે બાદ તેઓ આજે સવારે માલદીવ પહોંચ્યા હતા. માલદીવના સરકારી અધિકારીઓએ માલેના વેલાના એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. રાજપક્ષેના સૌથી નાના ભાઈ બાસિલ, જેમણે એપ્રિલમાં નાણા પ્રધાન તરીકે રાજીનામું આપ્યું હતું, તે પણ ગઈકાલે દુબઈ જવાના હતા. પરંતુ એરપોર્ટ પર લોકો તેમને ઓળખી ગયા હતા ત્યાર બાદ ફ્લાઈટના અધિકારીઓએ તેમની મુસાફરીની મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો હતો.
Advertisement
Tags :
Advertisement

.