ધોલેરાનો તલાટી 17 હજારની લાંચ લેતા ઝડપાયો,જાણો કયા કારણોસર માગી હતી લાંચ
સરકારી કચેરીમાં કામ કરાવવા લાંચ લેનાર અધિકારીઓ અને કર્મચારીઓનો રાફડો ફાટ્યો છે.અમદાવાદ જીલ્લામાં ધોલેરાના તલાટીએ વાડાની આકારણી માટે 20 હજારની લાંચ માંગી હતી જેમાંથી ૩૦૦૦ અગાઉ લઇ લીધા હતા અને આજે બાકીના 17 હજાર લેવા જતા હતા ત્યારે ACBએ લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે.ધોલેરાના તલાટી મેહુલ ગોસ્વામીએ ફરિયાદી પાસે વાડાની આકારણી કરવા 25 હજારની લાંચ માંગી હતી જેમાં રકઝકના અંતે 20 હજાર àª
06:38 PM May 04, 2022 IST
|
Vipul Pandya
સરકારી કચેરીમાં કામ કરાવવા લાંચ લેનાર અધિકારીઓ અને કર્મચારીઓનો રાફડો ફાટ્યો છે.અમદાવાદ જીલ્લામાં ધોલેરાના તલાટીએ વાડાની આકારણી માટે 20 હજારની લાંચ માંગી હતી જેમાંથી ૩૦૦૦ અગાઉ લઇ લીધા હતા અને આજે બાકીના 17 હજાર લેવા જતા હતા ત્યારે ACBએ લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે.
ધોલેરાના તલાટી મેહુલ ગોસ્વામીએ ફરિયાદી પાસે વાડાની આકારણી કરવા 25 હજારની લાંચ માંગી હતી જેમાં રકઝકના અંતે 20 હજાર આપવાનું નક્કી થયું હતું ત્યારે ફરિયાદીએ ૩ હજાર જે તે દિવસે આપી દીધા હતા. બાકીના 17 હજાર આકારણી લેવા જાય ત્યારે આપવાનું નક્કી થયું હતું.
ફરિયાદી લાંચ ના આપવા માંગતા ACBનો સંપર્ક કર્યો હતો જેથી છટકું ગોઠવ્યું હતું.તલાટી સાથે ફરિયાદીએ વાતચીત કરી હતી ત્યારે તલાટીએ 17 હજાર ગાડીના ખાનામાં મુકવાનું કહ્યું હતું, જેથી 17 હજાર ફરિયાદીએ મુક્યા હતા અને 17 હજારની લાંચ લેતા તલાટી રંગે હાથ ઝડપાઈ ગયો હતો..ACBએ તલાટીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
Next Article