ધીરજભાઇએ 4 વર્ષની બાળકીને પોતાના ખભા પર બેસાડી રાખી, વાંચો રિયલ હિરોની કહાણી
સમગ્ર વિશ્વને હચમચાવી દેનારી મોરબી દુર્ઘટના (Morbi Tragedy)માં હવે એવા કિસ્સા પણ બહાર આવી રહ્યા છે જેમાં ભોગ બનેલા લોકોએ પોતાનો તો જાન બચાવ્યો પણ અન્યોનો પણ જાન બચાવ્યો હતો. આવી જ એક કહાણી છે મોરબીના ધીરજભાઇની. ધીરજભાઇએ મચ્છુના પાણીમાં પોતે તો બચ્યા પણ 4 વર્ષની એક નાની બાળકીને પણ બચાવી તેને દોઢ કલાક સુધી પોતાના ખભા પર બેસાડી રાખીને રેસ્ક્યુ ટીમની રાહ જોઇ હતી. ગુજરાત ફર્સ્ટ આવા રિયલ હિરોને
સમગ્ર વિશ્વને હચમચાવી દેનારી મોરબી દુર્ઘટના (Morbi Tragedy)માં હવે એવા કિસ્સા પણ બહાર આવી રહ્યા છે જેમાં ભોગ બનેલા લોકોએ પોતાનો તો જાન બચાવ્યો પણ અન્યોનો પણ જાન બચાવ્યો હતો. આવી જ એક કહાણી છે મોરબીના ધીરજભાઇની. ધીરજભાઇએ મચ્છુના પાણીમાં પોતે તો બચ્યા પણ 4 વર્ષની એક નાની બાળકીને પણ બચાવી તેને દોઢ કલાક સુધી પોતાના ખભા પર બેસાડી રાખીને રેસ્ક્યુ ટીમની રાહ જોઇ હતી. ગુજરાત ફર્સ્ટ આવા રિયલ હિરોને સલામ કરે છે.
ધીરજ ભાઇએ દોઢ કલાક ધીરજ રાખી
મોરબી દુર્ઘટનામાં 134 નાગરીકોના મોત થયા હતા. જો કે મોરબીના ધીરજ ભાઇએ દોઢ કલાક ધીરજ રાખી મોત અને જીવન વચ્ચે સટોસટનો જંગ ખેલ્યો હતો અને પોતે તો બચ્યા પણ નદીના ઉંડા પાણીમાં જીવ બચાવવા મથામણ કરી રહેલા 3 વર્ષની બાળકીને પણ બચાવી હતી.
શું કહ્યું ધીરજભાઇએ
હોસ્પિટલના બિછાને રહેલા ધીરજભાઇએ ગુજરાત ફર્સ્ટને સમગ્ર ચિતાર આપતાં કહ્યું કે તે દિવસે હું મારા બે ભત્રીજાને લઇને ઝુલતા પુલ ખાતે ગયો હતો. ટિકીટ લઇને અમે જતા હતા. મારા બે ભત્રીજા આગળ જતા હતા. પુલની વચ્ચે અમે પહોંચ્યા જ હતા ત્યારે પુલનો એક છેડો તુટ્યો અને પુલ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. અમે નદીના પાણીમાં પડ્યા. મને સહેજ પણ ભાન ન હતું. મને તરતાં પણ આવડતું ન હતું. નદીના ઉંડા પાણીમાં પડવાના કારણે હું પાણી પી ગયો હતો. હું બેભાન થઇ ગયો હતો. જ્યારે મારી આંખ ખુલી ત્યારે હું ઉપર આવી ગયો હતો. મે પુલનો તુટેલો તાર હાથમાં આવતાં પકડી લીધો અને તેનો સહારો લઇ પાટીયા પર બેસી ગયો. એ જ સમયે પાછળથી એક 4 વર્ષની બાળકીએ પણ મારો હાથ પકડી લીધો. ત્યારે મારુ ધ્યાન ગયું કે એક બાળકી પણ ત્યાં હતી અને મે તેને પકડીને મારા ખભા પર બેસાડી દીધી. મને સહેજ પણ શક્તિ ન હતી જેથી મે તેને કહ્યું કે બેટા.. ટાઇટ પકડી રાખજે. મે દોઢ કલાક સુધી બાળકીને ખભા પર બેસાડી રાખી કોઇ મદદે આવે તેની રાહ જોઇ. દોઢ કલાક બાદ રેક્સ્યુ ટીમ આવતાં મે કહ્યું કે પહેલા આ બાળકીને બચાવો. ત્યારબાદ તેઓ મને લઇ ગયા હતા. જો કે મારા બે ભત્રીજા ના બચ્યા
બાળકી બોલી રહી હતી, માતાજી બચાવો
ઝુલતા બ્રિજ દુર્ઘટનામાં ધીરજભાઈની ધીરજે 4 વર્ષની બાળકીનું જીવન બચાવ્યું, અને પોતે પણ મોતના મુખમાંથી બહાર આવ્યા હતા. દોઢ કલાક સુધી જીવન મરણ વચ્ચે બ્રિજના તાર સાથે તેઓ લટકતા રહ્યા અને નિઃસહાય બાળકીને પોતાના ખભા ઉપર બેસાડી રાખી હતી. ધીરજના ખભે બેસેલી બાળકીના મુખે દોઢ કલાક સુધી માત્ર એક જ શબ્દો હતા. " માતાજી બચાવો"
ધીરજભાઇએ અજાણી બાળકીને બચાવી
ધીરજભાઈ પોતાના બે ભત્રીજા સાથે ઝુલતા પુલ પર ફરવા ગયા હતા. ધીરજભાઈએ પોતાના બે ભત્રીજા ગુમાવ્યા પરંતુ અજાણી ચાર વર્ષની બાળકીને મોતના મુખમાંથી ઉગારી લીધી.
આ પણ વાંચો--મોરબી દુર્ઘટનામાં 50 લોકોના જીવ બચાવનાર હુસેને કહ્યું- ત્યા લોકો વિડીયો જ બનાવી રહ્યા હતા
Advertisement