Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ધનરાજભાઈ નથવાણી સ્પોર્ટ્સમાં વિશેષ રૂચિ ધરાવે છે, આ ગેમ્સ છે તેમની ફેવરિટ

GCAની 86મી વાર્ષિક સભામાં પ્રમુખની વરણી થઈરમત-ગમત માટે તેઓ વિશેષ ઉત્સાહિત રહે છેક્રિકેટ અને ફુટબોલ તેમની ફેવરિટ ગેમ્સ છેGCA President: ગુજરાત ક્રિકેટ એસોસિએશનનાં ( GCA) પ્રમુખ તરીકે ધનરાજભાઈ નથવાણીની (Dhanraj Nathwani) વરણી કરવામાં આવી છે. ગુજરાત ક્રિકેટ એસોસિયેશનની 86મી વાર્ષિક સભામાં પ્રમુખની વરણી પર મહોર લગાવવામાં આવી છે. બિનહરિફ વરણી થઈધનરાજભાઈ નથવાણીની (Dhanraj Nathwani) આગામી 3 વર્ષ એટલે કે 2025 સુધી પ્રમુખપદ
12:41 PM Nov 19, 2022 IST | Vipul Pandya
  • GCAની 86મી વાર્ષિક સભામાં પ્રમુખની વરણી થઈ
  • રમત-ગમત માટે તેઓ વિશેષ ઉત્સાહિત રહે છે
  • ક્રિકેટ અને ફુટબોલ તેમની ફેવરિટ ગેમ્સ છે
GCA President: ગુજરાત ક્રિકેટ એસોસિએશનનાં ( GCA) પ્રમુખ તરીકે ધનરાજભાઈ નથવાણીની (Dhanraj Nathwani) વરણી કરવામાં આવી છે. ગુજરાત ક્રિકેટ એસોસિયેશનની 86મી વાર્ષિક સભામાં પ્રમુખની વરણી પર મહોર લગાવવામાં આવી છે. 
બિનહરિફ વરણી થઈ
ધનરાજભાઈ નથવાણીની (Dhanraj Nathwani) આગામી 3 વર્ષ એટલે કે 2025 સુધી પ્રમુખપદ માટે બિનહરીફ વરણી કરવામાં આવી છે. GCAના ઉપપ્રમુખ તરીકે હેમંત કોન્ટ્રાક્ટર, સેક્રેટરી તરીકે અનિલ પટેલ, જોઇન્ટ સેક્રેટરી તરીકે મયુર પટેલ તેમજ ભરત માંડલિયાની ખજાનચી તરીકે પસંદગી થઈ છે.
GCAના હોદ્દેદારો
  • ધનરાજભાઈ નથવાણી  – પ્રમુખ
  • હેમંતભાઈ કોન્ટ્રાકટર – ઉપપ્રમુખ
  • અનિલભાઈ પટેલ – સેક્રેટરી
  • મયુરભાઈ પટેલ – જોઈન્ટ સેક્રેટરી
  • ભરતભાઈ માંડલીયા – ખજાનચી
4 વર્ષથી ખાલી હતું પદ
ધનરાજભાઈ નથવાણી રિલાયન્સ ગ્રુપના પ્રેસિડેન્ટ પરિમાણભાઈ નથવાણીના પુત્ર છે. છેલ્લા 4 વર્ષથી ખાલી પડેલી ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA)ના તેઓ પ્રેસિડેન્ટની બન્યા છે. તમામ સભ્યોએ BCCI સેક્રેટરી , એશિયન ક્રિકેટ કાઉન્સીલના ચેરમેન તથા ICC આઇસીસીના ફાઇનાન્સ અને કમર્શિયલ અફેર્સ કમિટિના પ્રમુખ જયભાઈ શાહનું (Jay Shah) અભિવાદન કર્યુ હતું.
ક્રિકેટ અને ફુટબોલ ફેવરિટ ગેમ
ધનરાજભાઈ નથવાણી રિલાયન્સ ગૃપમાં ડિરેક્ટર છે. બિઝનેસની સાથે સાથે તેઓ વ્યક્તિગત જીવનમાં સ્પોર્ટ્સ પ્રત્યે વિશેષ રૂચિ ધરાવે છે. તેઓ રમત-ગમત પ્રત્યે હંમેશાથી ઉત્સાહિત રહે છે. તેમની ફેવરિટ રમત ક્રિકેટ અને ફુટબોલ છે અને આ બંને રમતો તેમની જીવન સાથે વણાઈ ગઈ છે.
મોદીજીના વિઝનને વેગ આપવા કટિબદ્ધ
આ તકે તેમણે જણાવ્યું હતું કે, GCAના પ્રમુખ તરીકે નિમણૂંક મારા માટે મોટા સમ્માનની વાત છે. ગુજરાતમાં ક્રિકેટની સેવા કરવાની તક આપવા બદલ હું અમારા ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ, અમિતભાઈ શાહ અને જયભાઈ શાહ અને એસોસિએશનના સભ્યોનો આભાર માનું છું. ગુજરાતના છેવાડાના વિસ્તારોમાં રમત ગમતનો ફેલાવો અને ઈન્ફ્રાસ્ટ્રક્ટર વિકસાવવા તથા પ્રતિભાશાળી રમતવીરો માટે તક ઉભી કરવાના આપણા ભૂતપૂર્વ પ્રમુખ અને ભારતના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને વેગ આપવા કટિબદ્ધ છું.
આ પણ વાંચો - આપના મોબાઇલ પર વડાપ્રધાનનો કૉલ આવે તો ચોંકી ના જતા !
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
CricketDhanrajNathwaniGCAGCAPresidentGujaratCricketAssociationGujaratFirstSports
Next Article