Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શક્તિપીઠ અંબાજી ખાતે દેવી ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્યો, આજે પોથી યાત્રા યોજાઈ

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે અંબાજી મંદિર ના શિખર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે.દેવી ભાગવત કથાઅંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું હોવાથી ભક્તો મોટી સંખ્યામાં અવારનવાર દર્શન કરવા આ
02:51 PM Jan 22, 2023 IST | Vipul Pandya
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં આવે તો અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે અંબાજી મંદિર ના શિખર પર 358 નાના મોટા સુવર્ણ કળશ લાગેલા છે.
દેવી ભાગવત કથા
અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું હોવાથી ભક્તો મોટી સંખ્યામાં અવારનવાર દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે આજથી અંબાજી ખાતે ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ થવાથી ભક્તો દર્શન કરવા મોટી સંખ્યામાં અંબાજી ખાતે આવ્યા હતા. અંબાજી ખાતે 22 થી 30 જાન્યુઆરીના રોજ ખેડબ્રહ્મા રોડ પર આવેલા સીતાબા સદનમાં દેવી ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ
અંબાજી ખાતે આજે 22 થી 30 જાન્યુઆરી સુધી મહા સુદ એકમના પવિત્ર દિવસે ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ થવાથી ભક્તો દેવ દર્શન કરવા અને માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છે ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે પણ અમારી ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા છે તો ઘણા ભક્તો દ્વારા અંબાજી ખાતે દેવી ભાગવત કથામાં નવમ દિવસ સુધી હાજરી આપી માતાજીની આરાધના કરવામાં આવશે.
પ્રથમ વખત દેવી ભાગવત
અંબાજી ખાતે પ્રથમ વખત દેવી ભાગવત કથા મહા સુદ એકમથી મહાસુદ નવમ સુધી યોજાવા જઈ રહી છે ત્યારે અંબાજી ખાતે શ્રી એમ પ્રસાદ દવેના હસ્તે ભક્તો કથાનો સ્મરણ કરશે. કથા શરૂ થાય તે અગાઉ અંબાજી ખાતે પોથીયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી અને માતાજીના જય જય કાર સાથે કથાનો પણ પ્રારંભ થયો હતો.
ગબ્બર પર્વતની પ્રદક્ષિણા
અંબાજી શક્તિપીઠ ખાતે ભક્તો માતાજીના દર્શન કરવા આવ્યા છે ત્યારે માતાજીના દર્શન કર્યા બાદ અંબાજીથી ત્રણ કિલોમીટર દૂર આવેલા ગબ્બર પર્વત ખાતે પણ માતાજીના અખંડ જ્યોતના દર્શન કરવા માટે અચૂક જતા હોય છે. ગબ્બર પર્વતની પ્રદક્ષિણા પણ માતાજીના ભક્તો કરતા હોય છે. ગબ્બર ચાલતા જવાના પગથિયા 999 છે જ્યારે ઉતારવાના પગથિયા 765 છે આમ ભક્તો ચાલતા ગબ્બર જઈને પરત ઉતરીને ગબ્બર પર્વતની પરિક્રમા કરતા હોય છે.

51 શક્તિપીઠના દર્શન
ગબ્બર ખાતે ભક્તો ચાલતા જવાના રસ્તા પર માતાજીના ઝૂલાનાં દર્શન કરવા આવતા હોય છે. ગબ્બર ખાતેમા અંબાનાં ભક્તો અખંડ જ્યોતના પણ દર્શન કરવા આવતા હોય છે. અંબાજી ગબ્બર તળેટીમાં 51 શક્તિપીઠ પણ આવેલ હોઈ ભક્તો ગબ્બર પર્વતની આસપાસ આવેલા 51 શક્તિપીઠના પણ દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે. હાલમાં અંબાજી ખાતે ભક્તો મહા મહિનાની ગુપ્ત નવરાત્રિમાં દેવી ભાગવત કથાનો પણ લાભ લઈ રહ્યા છે સાથે સાથે અંબાજી મંદિર અને ગબ્બરના પણ દર્શન કરવા આવી રહ્યા છે.

આ પણ વાંચો - વિધાનસભાના અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત શંકર ચૌધરી અંબાજી મંદિરના દર્શને
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AmbajiDeviBhagwatKathaDevoteesGujaratFirstPilgrimageAmbajiઅંબાજીગુપ્તનવરાત્રીયાત્રાધામઅંબાજીશક્તિપીઠઅંબાજી
Next Article