સુરતના માંડવી તાલુકાનું વદેશિયા ગ્રામ પંચાયતની ચૂંટણી ન થતા ગ્રામજનોને હાલાકી
સુરતના (Surat) માંડવી તાલુકાનું વદેશિયા ગામનો વિકાસ અટકી ગયો છે,છેલ્લા 11 મહિનાથી ગ્રામ પંચાયતની ચૂંટણી ન થતા ગ્રામજનોને વહીવટી કામમાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે, તાત્કાલિક ચૂંટણી થાય તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.2300થી વધુ વસ્તી ધરાવતા સુરત જિલ્લાના માંડવી તાલુકાના વદેશિયા ગામનો વિકાસ હાલ અટકી ગયો છે,છેલ્લા 11 મહિનાથી ગામના સરપંચ ન હોવાથી ધણી વગરનું ગામ વદેશિયા બની ગયà«
સુરતના (Surat) માંડવી તાલુકાનું વદેશિયા ગામનો વિકાસ અટકી ગયો છે,છેલ્લા 11 મહિનાથી ગ્રામ પંચાયતની ચૂંટણી ન થતા ગ્રામજનોને વહીવટી કામમાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે, તાત્કાલિક ચૂંટણી થાય તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.
2300થી વધુ વસ્તી ધરાવતા સુરત જિલ્લાના માંડવી તાલુકાના વદેશિયા ગામનો વિકાસ હાલ અટકી ગયો છે,છેલ્લા 11 મહિનાથી ગામના સરપંચ ન હોવાથી ધણી વગરનું ગામ વદેશિયા બની ગયું છે,સરપંચ નો ચાર્જ કોઈ પાસે ન હોવાથી ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે,હાલ ગ્રામજનો વહીવટી કામ પણ અટકી પડ્યા છે,રોડ,રસ્તા,પાણી,સ્ટ્રીટ લાઈટ ના કામો હાલ અટકી ગયા છે,ગ્રામજનો ને પડતી હાલાકીને લઈને કોને કહેવું એ સૂઝતું નથી.
વદેશિયા ગામ પહેલા નૌગામાં ગ્રામ જૂથ ગ્રામ પંચાયતમાં સમાવેશ હતું વર્ષ 2017માં વદેશિયા અલગ થયું અને વદેશિયા ગ્રામ પંચાયત બની વર્ષ 2017માં પ્રથમ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કંકા બેન ચૌધરી સરપંચ બન્યા અને વદેશિયા એક પછી વિકાસની હરણફાળ ભરતું ગયું પાંચ વર્ષ પૂર્ણ થતા સરપંચ કકાબેન ચૌધરી નો કાર્યકાળ પૂરો થયો,આજે પણ લોકોને પંચાયતનું કામ હોય તો કકા બહેન ના ઘરે જ જાય છે પણ હવે કંકા બહેન પાસે કંઈ સતા ન હોવાથી તેઓ મદદ કરી શકતા નથી.
ગામના અરજદારો ને હાલાકી ન પડે તે માટે સરકાર દ્વારા વહીવટદારની નિમણુક કરવામાં આવી છે,પણ વહીવટદાર પાસે આગાઉ થી બે ત્રણ ગામનો ચાર્જ હોવાથી તેઓ ગામને પૂરતો સમય ફાળવી શકતા નથી જેને લઇને ગ્રામજનો પંચાયત પર ધક્કા ખાઈ રહ્યા છે,જેથી અવાર નવાર વહીવટ દારને ગ્રામજનોના રોષનો ભોગ બનવું પડે છે,તેમજ ગ્રામ પંચાયતના તલાટી પાસે પણ અન્ય ગ્રામ પંચાયતોનો ચાર્જ છે જેથી તેઓ પણ અઠવાડિયામાં એક વાર ગ્રામ પંચાયત પર આવે છે.
ગ્રામજનો પડી રહેલી હાલાકીની જાણ તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવતા માંડવી તાલુકા વિકાસ અધિકારી ડી.એમ.મહાકાલ દ્વારા DDOને રજૂઆત કરી છે ત્યારે ગ્રામજનો બને તેટલી વહેલી ચૂંટણી થાય તેવી માંગ કરી રહ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement