Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આ 84 દવાઓના ભાવ થયા નક્કી, જો વધુ ભાવ લેવાશે તો વ્યાજ સાથે થશે વસૂલાત

નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA), દવાઓની કિંમતો માટે નિયમન કરતી એજન્સીએ 84 દવાઓની છૂટક વેચાણ કિંમત નક્કી કરી છે. આમાં ડાયાબિટીસ, માથાનો દુખાવો, હાઈ બ્લડપ્રેશરની સારવારમાં વપરાતી દવાઓ મુખ્ય છે. આ પગલાથી કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડનું સ્તર ઘટાડવામાં ઉપયોગી દવાઓની કિંમતમાં પણ ઘટાડો થશે. જે અંતર્ગત 84 જેટલી જીવન જરુરી દવાઓના ભાવ નક્કી કરવામાં આવ્યા છે, જો આ દવાઓના ભાવ àª
આ 84 દવાઓના ભાવ થયા નક્કી  જો વધુ ભાવ લેવાશે તો વ્યાજ સાથે થશે વસૂલાત
નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA), દવાઓની કિંમતો માટે નિયમન કરતી એજન્સીએ 84 દવાઓની છૂટક વેચાણ કિંમત નક્કી કરી છે. આમાં ડાયાબિટીસ, માથાનો દુખાવો, હાઈ બ્લડપ્રેશરની સારવારમાં વપરાતી દવાઓ મુખ્ય છે. આ પગલાથી કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડનું સ્તર ઘટાડવામાં ઉપયોગી દવાઓની કિંમતમાં પણ ઘટાડો થશે.
 જે અંતર્ગત 84 જેટલી જીવન જરુરી દવાઓના ભાવ નક્કી કરવામાં આવ્યા છે, જો આ દવાઓના ભાવ વધુ લેવામાં આવશે તો વેપારી પાસેથી વ્યાજ સાથે વસૂલાત કરવામાં આવશે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA), દવાઓની કિંમતો માટે નિયમન કરતી એજન્સી છે. જેણે 84 દવાઓની છૂટક કિંમત નક્કી કરી છે. આમાં ડાયાબિટીસ, માથાનો દુખાવો, હાઈ બ્લડપ્રેશરની સારવારમાં વપરાતી દવાઓ મુખ્ય છે. આ પગલાથી કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડનું સ્તર ઘટાડવામાં ઉપયોગી દવાઓની કિંમતમાં પણ ઘટાડો થશે.
જો કોઈ દવા ઉત્પાદક કે માર્કેટિંગ કંપની આ દવાઓની નિર્ધારિત કરતાં વધારે કિંમત વસૂલ કરી હોય તો તેની પાસેથી વધારાનો ખર્ચ વ્યાજ સહિત વસૂલવામાં આવશે. કિંમતમાં ફેરફાર પછી, GST અલગ રહેશે, પરંતુ દવા ઉત્પાદકો તેને ત્યારે જ વસૂલ કરી શકશે જો તેઓ પોતે પણ સરકારને છૂટક કિંમત પર GST ચૂકવશે. NPPA નોટિફિકેશન અનુસાર, પેરાસિટામોલ-કેફીન ટેબ્લેટની કિંમત રૂ. 2.88, વોગ્લિબોઝ અને (SR) મેટફોર્મિન હાઇડ્રોક્લોરાઇડ ટેબ્લેટની કિંમત રૂ. 10.47 અને રોસુવાસ્ટાનિન એસ્પિરિન અને ક્લોપીડોગ્રેલ કેપ્સ્યુલની કિંમત રૂ. 13.91 હશે.
NPPA નું કામ દેશમાં દવાઓ અને ફોર્મ્યુલેશનની ઉપલબ્ધતા જાળવવા માટે કિંમત, નિયંત્રણ અને નિર્દેશો આપવાનું છે. જો કોઈ દવા ઉત્પાદક વધુ કિંમત વસૂલ કરે છે, તો તે તેની પાસેથી દંડ પણ વસૂલવામાં આવે છે. જે દવાઓ કિંમત નિયંત્રણ યાદીમાં નથી, આ એજન્સી તેની દેખરેખ રાખે છે.
Advertisement
Tags :
Advertisement

.