કાંકરિયા રાઇડકાંડમાં બે મૃત્યુ છતાં તંત્રએ ફરી એ જ માનીતા કોન્ટ્રાક્ટરને મંજૂરી આપી
ગઇકાલે અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ફન રાઈડ એક્ટિવિટી ફરી શરૂ કરવા મંજૂરી આપાઇ છે. જેમાં આશ્ચર્યજનક બાબત એ છે કે 3 વર્ષ અગાઉ ડિસ્કવરી રાઈડ દુર્ઘટનામાં બે વ્યક્તિના મૃત્યુ થયા હતા અને 29 લોકો ઘાયલ થયા હતાં તે સમયે જે કોન્ટ્રાક્ટર પાસે રાઈડનો કોન્ટ્રાક્ટ હતો તેને જ તંત્ર દ્વારા ફરી નવી રાઈડ ફરી શરૂ કરવાની મંજૂરી અપાઈ છે. રાઈડના કોન્ટ્રાક્
ગઇકાલે અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ફન રાઈડ એક્ટિવિટી ફરી શરૂ કરવા મંજૂરી આપાઇ છે. જેમાં આશ્ચર્યજનક બાબત એ છે કે 3 વર્ષ અગાઉ ડિસ્કવરી રાઈડ દુર્ઘટનામાં બે વ્યક્તિના મૃત્યુ થયા હતા અને 29 લોકો ઘાયલ થયા હતાં તે સમયે જે કોન્ટ્રાક્ટર પાસે રાઈડનો કોન્ટ્રાક્ટ હતો તેને જ તંત્ર દ્વારા ફરી નવી રાઈડ ફરી શરૂ કરવાની મંજૂરી અપાઈ છે. રાઈડના કોન્ટ્રાક્ટર ભાજપના પૂર્વ કોર્પોરેટરના ભાઈ છે. તેથી માનીતાને માન આપતાં કચેરીમાં પણ ગણગણાટ શરુ થયો છે રે તેમની સુપર સ્ટાર એમ્યુઝમેન્ટને જ ફરી મંજૂરીમાં તે જ કોન્ટ્રાટરને કેમ મંજૂરી અપાઇ તે ચર્ચાનો વિષય બન્યું છે.
તમામ જવાબદારી માત્ર રાઈડ માલિકો અને સંચાલકોની
બીજી તરફ કોન્ટ્રાક્ટરે એવી બાંયધરી આપી છે કે, તે મેન્યુઅલ ગાઈડલાઈન પ્રમાણે મેઈન્ટેનન્સ શીડ્યૂલનો અમલ કરવામાં આવશે. એ પછી સબકમિટીએ વાંધા પ્રમાણપત્ર આપ્યું હતું. જો કે ભવિષ્યમાં કોઈ દુર્ઘટના થાય તો તેની તમામ જવાબદારી માત્ર રાઈડ માલિકો અને સંચાલકોની રહેશે તેવી બાંયધરી લઈને એમ્યુઝમેન્ટ પાર્ક-2માં આવતી રાઈડ્સનું પ્રમાણપત્ર મેળવી લેવા સૂચના અપાઈ છે.
મ્યુનિ. કમિશનરે આ એજન્સીને કામ સોંપ્યું
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને એ કહીને હાથ ઝાટક્યાં હતાં કે, મ્યુનિ.એ ભાડે આપેલી જગ્યાએ કોઈ અકસ્માત થાય તો તેની જવાબદારી મ્યુનિસિપાલિટીની ગણવામાં આવતી નથી. તમામ તપાસ રિપોર્ટ બાદ મ્યુનિ. કમિશનરે આ એજન્સીને કામ સોંપ્યું છે. જો કે, કોન્ટ્રાક્ટર રદ કરવાની કોઈ જોગવાઈ મૂળ કોન્ટ્રાક્ટમાં દર્શાવાઈ નથી. આ એજન્સીને 20 વર્ષ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જેમાં 2014 થી 2034 સુધી તેની કામગીરી ચાલુ રહેશે. ત્યારે તેના કોન્ટ્રાકટ પેટે મ્યુનિ.ને એજન્સીની આવકના 10 ટકા રકમ મળે છે. 2014 થી 2022 સુધીમાં મ્યુનિ.ને આ રાઇડના કોન્ટ્રાક્ટ પેટે માત્ર રૂ. 1.54 કરોડની આવક થઇ છે. એટલે કે વર્ષે રૂ. 20 લાખ જેટલી આવક થઇ છે. 2019ના જુલાઈ મહિનામાં ડિસ્કવરી રાઈડ તૂટી પડી તેના 6 દિવસ પહેલાં જ રાઈડના જોઈન્ટમાં ખામી હોવાનો રિપોર્ટ કરાયો હતો તેમ છતાં ઘોર બેદરકારીના કારણે દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં બે નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયાં હતા અને 29ને ઈજાગ્રસ્ત થયાં હતાં.
26 ડિસેમ્બર 2014થી એમ્યુઝમેન્ટ પાર્ક શરૂ કરવામાં આવ્યો
પબ્લિક પ્રાઇવેટ પાર્ટનશિપ હેઠળ શરૂ કરવામાં આવેલા એમ્યુઝમેન્ટ પાર્કનું 25 ડિસેમ્બર 2014ના રોજ ઉદઘાટન કરાયું હતું અને 26 ડિસેમ્બર 2014થી એમ્યુઝમેન્ટ પાર્ક શરૂ કરવામાં આવ્યો હતો. દરમિયાન 14 જુલાઇ 2019ના રોજ આ રાઇડ તૂટી પડી હતી. એટલે કે માત્ર 5 વર્ષમાં જ રાઇડ તૂટી પડી હતી.
ડિસ્કવરી રાઈડના નટ-બોલ્ટ, સેફ્ટી લૉકમાં ખામી હતી
સરકારના આરએન્ડબી વિભાગ ઈન્સ્પેક્શન કર્યાનું પ્રમાણ પત્ર અને ફાયર વિભાગ ફાયરસેફ્ટીનું પ્રમાણપત્ર આપે છે. તે પછી પોલીસ લાઈસન્સ આપે છે. જુલાઈ 2019માં ડિસ્કવરી રાઈડને અકસ્માત પહેલાં કોન્ટ્રાક્ટરે સેફ્ટી એક્સપર્ટ પાસેથી મેળવેલા પ્રમાણપત્રમાં રાઈડના નટ-બોલ્ટ રિપ્લેસ કરવા ઉપરાંત અન્ય ત્રણ બાબતની તાકીદ કરાઈ હતી. પણ કોન્ટ્રાક્ટરે કોઈ પગલાં ભરતા દુર્ઘટના સર્જાઇ હતી.
માનીતાને કોન્ટ્રાક્ટ માટે પગલાં ન ભરાયાં : વિપક્ષ
કાંકરિયા એમ્યુઝમેન્ટ પાર્કમાં બનેલી રાઇડ દુર્ધટના બાદ સુપર સ્ટાર એમ્યુઝમેન્ટના માલિક ભાજપના પૂર્વ કોર્પોરેટરના ભાઇ હોવાને કારણે આ કંપનીને બ્લેકલિસ્ટ નહીં કરવામાં આવી હોવાનો આક્ષેપ વિરોધપક્ષના નેતા શહેજાદખાન પઠાણે કર્યો છે. એમ્યુઝમેન્ટ પાર્કની અન્ય રાઇડ નિરીક્ષણ કે મેઇન્ટેનન્સની કોઇ નીતિ મ્યુનિ. પાસે નથી. કંપનીની માનવસર્જિત બેદરકારીને જાણી જોઇને બદઇરાદાથી ભીનું સંકેલી જવાબદારોને છાવરવામાં આવી રહ્યા છે.
હવે મંજૂરી મળતાં નવી 4 રાઈડ શરૂ થશે
રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગે એક્સપર્ટ અધિકારીઓ પાસે રાઈડ્સનું સઘન ચેકિંગ કરાવી સર્ટિફિકેટ આપતાં એનઓસી મળી છે. જેથી બૂમરેંગ, રોલર કોસ્ટર, ડિસ્કોફ્લિપિંગ એક્શન આર્મ રાઈડ શરૂ થશે.
Advertisement