Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શિંદે સહિત 16 બળવાખોરોને ડેપ્યુટી સ્પીકરે નોટિસ ફટકારી, 27 જૂન સુધીનો આપ્યો સમય

મહારાષ્ટ્રના રાજકારણમાં ઐતિહાસિક બળવા પર નેતાઓની મોટી પ્રતિક્રિયા જોવા મળી રહી છે. એક તરફ આજે શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવવામાં આવી છે. તે જ સમયે, એકનાથ શિંદે અને બે અપક્ષ ધારાસભ્યોએ મહારાષ્ટ્ર વિધાનસભાના ઉપાધ્યક્ષ નરહરિ જીરવાલ સામે મોરચો ખોલ્યો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના જીરવાલ પર ઉદ્ધવ કેમ્પની તરફેણ કરવાનો આરોપ છે અને તેમને હટાવવાની માંગ કરવામાં à
શિંદે સહિત 16 બળવાખોરોને ડેપ્યુટી સ્પીકરે નોટિસ ફટકારી  27 જૂન સુધીનો આપ્યો સમય
મહારાષ્ટ્રના રાજકારણમાં ઐતિહાસિક બળવા પર નેતાઓની મોટી પ્રતિક્રિયા જોવા મળી રહી છે. એક તરફ આજે શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવવામાં આવી છે. તે જ સમયે, એકનાથ શિંદે અને બે અપક્ષ ધારાસભ્યોએ મહારાષ્ટ્ર વિધાનસભાના ઉપાધ્યક્ષ નરહરિ જીરવાલ સામે મોરચો ખોલ્યો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના જીરવાલ પર ઉદ્ધવ કેમ્પની તરફેણ કરવાનો આરોપ છે અને તેમને હટાવવાની માંગ કરવામાં આવી છે.
ડેપ્યુટી સ્પીકરે બળવાખોરોને નોટિસ પાઠવી
ડેપ્યુટી સ્પીકરે શિવસેનાના 16 બળવાખોર ધારાસભ્યોને નોટિસ પાઠવી છે. જેમાં એકનાથ શિંદેનું નામ પણ સામેલ છે. તેમને સોમવારે એટલે કે 27 જૂને સાંજે 5.30 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે શિવસેનાએ 16 બળવાખોરોની સદસ્યતા રદ કરવાની માંગ કરી હતી.
શિવસેના ચૂંટણી પંચ પાસે જશે
શિવસેનાએ ચૂંટણી પંચનો સંપર્ક કરવાનો નિર્ણય લીધો છે. જેમાં તે બાળાસાહેબના નામનો ઉપયોગ ન કરવાની અપીલ કરશે. તમને જણાવી દઈએ કે શિંદે જૂથે પોતાની નવી પાર્ટીની જાહેરાત કરતી વખતે તેનું નામ શિવસેના બાળાસાહેબ રાખ્યું છે.
ગુવાહાટીમાં શિંદે જૂથની બેઠક
ડેપ્યુટી સ્પીકરે અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવી દીધા બાદ શિંદે જૂથમાં નારાજગી છે. બળવાખોર ધારાસભ્યો ભવિષ્યની કાર્યવાહી નક્કી કરવા માટે ગુવાહાટીની રેડિયેશન બ્લુ હોટેલમાં શિંદે સાથે બેઠક કરી રહ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.