Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી ગુજરાત પ્રવાસે, AAP નેતાઓ સાથે કર્યો નાસ્તો

રાજ્યમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઇને તમામ પાર્ટીઓ પોતાની તૈયારીઓમાં કોઇ ખામી રાખવા માગતી નથી. આ જ અભિગમથી દિલ્હીના મુખ્યમંત્રી આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા 2 દાયકાથી વધુ સમય ભાજપ સત્તા પર રહી છે. ત્યારે હવે તેને આ વિધાનસભાની ચૂંટણીમાં ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટી હવે મેદાને ઉતરી છે. મહત્વનું છે કે, આજે દિલ્હીના નાયબ મુખ્યમં
05:04 AM Apr 11, 2022 IST | Vipul Pandya
રાજ્યમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઇને તમામ પાર્ટીઓ પોતાની તૈયારીઓમાં કોઇ ખામી રાખવા માગતી નથી. આ જ અભિગમથી દિલ્હીના મુખ્યમંત્રી આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા 2 દાયકાથી વધુ સમય ભાજપ સત્તા પર રહી છે. ત્યારે હવે તેને આ વિધાનસભાની ચૂંટણીમાં ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટી હવે મેદાને ઉતરી છે. મહત્વનું છે કે, આજે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયા ગુજરાતના પ્રવાસે આવ્યા છે. 

ગુજરાતમાં આવતા પહેલા દિલ્હીના શિક્ષણ મંત્રી અને AAPના નેતા મનીષ સિસોદિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે, તેઓ 11 એપ્રિલે ગુજરાતની મુલાકાત લેશે અને ત્યાંની સરકારી શાળાઓનું નિરીક્ષણ કરશે અને દેખશે કે છેલ્લા 27 વર્ષમાં ભાજપ સરકારે શું કામ કર્યું છે. એક પત્રકાર પરિષદને સંબોધતા સિસોદિયાએ ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની ટીકા કરી હતી, જેમણે તાજેતરમાં કહ્યું હતું કે, જેઓ રાજ્યની શિક્ષણ પ્રણાલીથી નાખુશ છે તેઓએ વધુ સારું શિક્ષણ મેળવવા માટે અન્ય રાજ્યો અથવા દેશમાં જવું જોઈએ.
સિસોદિયાએ કહ્યું, "એક રીતે, મંત્રી સંમત થાય છે કે તેમણે આ ક્ષેત્રમાં કોઈ કામ કર્યું નથી અને ન તો તેમનો કોઈ ઈરાદો છે. વાઘાણીનું નિવેદન છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં સત્તા પર હોવાનો ઘમંડ દર્શાવે છે. મેં તેમના નિવેદનનો જવાબ આપ્યો. ટ્વિટર પર જણાવ્યું હતું કે તે શરમજનક છે. જે પછી લાખો ટ્વિટર યુઝર્સ, ખાસ કરીને ગુજરાતના લોકોએ એમ કહીને હોબાળો મચાવ્યો હતો કે વાઘાણીને ખુદ રાજ્યની શિક્ષણ વ્યવસ્થા વિશે કોઈ જાણ નથી. દિલ્હીના નાયબ મુખ્યમંત્રીએ આશા વ્યક્ત કરી કે ગુજરાત સરકારે રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે "કેટલાક સારા કામ" કર્યા છે. સિસોદિયાએ કહ્યું, "હું એ જોવા માંગુ છું કે તેમણે 27 વર્ષમાં શિક્ષણ (ક્ષેત્ર)માં શું કામ કર્યું છે. હું આવતા સોમવારે રાજ્યની શાળાઓ જોવા માટે ગુજરાત જઈશ. મને પૂરી આશા છે કે તેમણે કંઈક કામ કર્યું હશે." 
દિલ્હીના શિક્ષણ મંત્રીએ પત્રકારોને એમ પણ કહ્યું હતું કે, "જો તેઓએ કંઈ કર્યું નથી, તો ગુજરાતના લોકોએ AAP અને તેના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ (આગામી વિધાનસભાની ચૂંટણીમાં)ને તેમનો જનાદેશ આપવાનું મન બનાવી લીધું છે. તેઓ શિક્ષણની ગુણવત્તામાં સુધર કરશે." જ્યારે આજે મનીષ સિસોદિયા ગુજરાતમાં આવ્યા છે ત્યારે તેમણે પાર્ટીના નેતા અને કાર્યકરો સાથે મુલાકાત કરી છે. વળી તેમણે ગુજરાતના ખાસ ઓળખાતા ફાફડા અને ગોટાનો સ્વાદ પણ ચાંખ્યો હતો. આ દરમિયાન તેમની સાથે ઈસુદાન ગઢવી, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા અને ગાંધીનગરના AAPના કોર્પોરેટર તુષાર પરીખ હાજર હતા. 
Tags :
DyCmManishSisodiyaElectionGujaratGujaratFirstManishSisodiya
Next Article