Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકીય ઈચ્છાશકિતના અભાવે આર્થિક પાટનગર મહાનગરપાલિકાથી વંચિત

કચ્છ (Kutchh)ના  આર્થિક પાટનગર (Economic Capital) ગાંધીધામ (Gandhidham)આદિપુર જોડિયા સંકુલનો આજે 75મો જન્મદિવસ છે.  ભારતના ભાગલા પછી પીડા વચ્ચે સ્થપાયેલા આ સંકુલનો કંડલા અને મુદરા પોર્ટ સાથે કુદકેને ભુસકે વિકાસ થઈ રહયો છે. પરંતુ ખાટલે મોટી ખોટ એટલે નગરપાલિકાના માળખાગત સુવિધાઓની સમસ્યાની ભરમાર છે. આ તબકકે તમામ ક્ષમતા ધરાવતા ગાંધીધામ પાલિકાના મહાનગરપાલિકામાં તબદીલ કરવાની માંગ છેલ્લા બે દાયકાથી થઈ રહી
રાજકીય ઈચ્છાશકિતના અભાવે આર્થિક પાટનગર મહાનગરપાલિકાથી વંચિત
કચ્છ (Kutchh)ના  આર્થિક પાટનગર (Economic Capital) ગાંધીધામ (Gandhidham)આદિપુર જોડિયા સંકુલનો આજે 75મો જન્મદિવસ છે.  ભારતના ભાગલા પછી પીડા વચ્ચે સ્થપાયેલા આ સંકુલનો કંડલા અને મુદરા પોર્ટ સાથે કુદકેને ભુસકે વિકાસ થઈ રહયો છે. પરંતુ ખાટલે મોટી ખોટ એટલે નગરપાલિકાના માળખાગત સુવિધાઓની સમસ્યાની ભરમાર છે. આ તબકકે તમામ ક્ષમતા ધરાવતા ગાંધીધામ પાલિકાના મહાનગરપાલિકામાં તબદીલ કરવાની માંગ છેલ્લા બે દાયકાથી થઈ રહી છે પણ રાજકીય ઈચ્છાશકિતના અભાવે આ સંકુલ પીડાઓ વચ્ચે ઘેરાયલું છે. 
સ્થાપના સમયે સરદાગંજ તરીકે નામ મેળવનાર આ સંકુલને ગાંધીધામ નામ અપાયું
ભારતના ભાગલા પછી પાકિસ્તાનના સિંધથી આવેલા શરણાર્થીઓને  વસાવવા માટે  કચ્છના રાજવી પરીવારે જમીન ફાળવતા ભાઈપ્રતાપ દિયલદાસના પ્રયાસોથી આ નગરની ખીલી ખોડાઈ હતી. રાષ્ટપિતા મહાત્મા ગાંધીના સ્વર્ગવાસ બાદ તેેમના અસ્થિઓ કંડલાના  દરિયામાં પધારાવવા સાથે આદિપુરમાં ગાંધી સમાધિનું નિર્માણ કરાયું હતું. જેને પગલે સ્થાપના સમયે સરદાગંજ તરીકે નામ મેળવનાર આ સંકુલને ગાંધીધામ નામ અપાયું હતું.  કંડલા પોર્ટના વિકાસ સાથે મીની ભારત સુધીની વિકાસની આ યાત્રા આજે પણ અવિરત છે. 
સમસ્યાઓની ભરમાર 
જોકે પંચરંગી પ્રજા વચ્ચે  ફુલેલાફાલેલા શહેરમાં માળખાંગત સુવિધાની સમસ્યાઓની ભરમાર છે.  સફાઈ ન થવાથી ગાંધીધામને ગંકદીધામ પણ કહેવાય છે. ગટર, પાણી રોડ રસ્તા વગેરેની હાલત અત્યંત કઢળી ગઈ છે. આ સ્થિતીમાં આ વિકસીત અને રાજયના 18માં નંબરે આવતા મોટા શહેરમાં પાલિકાને મહાનગરપાલિકાનો દરરજો મળે તો અનેક સમસ્યાઓ ઉકેલાઈ શકે તેમ છે. 

મહાનગરપાલિકા બનાવાય તે જરૂરી
ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ તેજાભાઈ કાનગડે કહયું હતું કે અમે વાંરવાર રજુઆત કરી છે રાજય સરકાર આ દિશામા સત્વર્ કામ કરે અને મહાનગરપાલિકા બનાવાય તે જરૂરી છે 

ગાંધીધામ માટે વિચારવું પડશે
વેપારી મંડળના પ્રમુખ રાજુભાઈ ચંદનાનીએ જણાવ્યું હતુ કે ભાજપની સરકારે હવે ગાંધીધામ માટે વિચારવું પડશે હમણાની ચુંટણીમા ૩૫ હજારની લીડ મતો લોકોએ આપ્યા છે પણ હવે નગરપાલિકા માટે ઈચ્છાશકિત નથી 

 રાજકીય ઈચ્છાશકિત નથી 
પાલિકાના વિરોધ પક્ષના નેતા સમાપ જોશીએ જણાવ્ગાંયું હતું કે ગાંધીધામ તમામ નિયમો શરતોની સક્ષમતા ધરાવે છે ભાજપ છેલ્લા ૧૫ વરસથી મહાપાલિકા બનાવવાનો મુદો ચુંટણી ઢંઢેરામા લઈ આવે છે પણ રાજકીય ઈચ્છાશકિત નથી.

મહાનગરપાલિકાની રજુઆત પણ કરી દેવાઈ છે 
બે દાયકામાં સતત ભાજપના ધારાસભ્યને જંગી લીડથી જીતાડતા આ નગરના શહેરીજનોએ આ વિધાનસભાની ચુટણીમાં 35 હજાર મતોની લીડ ભાજપને આપી છે. પણ આમ છતા મહાનગરપાલિકા માટે રાજકીય ઈચ્છાશકિત તીવ્ર નથી ત્યારે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે અનેક વિકાસના કામો થયા છે અને થશે. મહાનગરપાલિકાની રજુઆત પણ કરી દેવાઈ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.